Posts

Showing posts from October, 2023

તોરણવેરા ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રીની આગેવાનીમાં સરકારશ્રીની વિધવા સહાય અને વૃદ્ધસહાય યોજનાનો લાભાર્થીઓને લાભ અપાવવા ફોર્મ ભરવા‌ માટે‌ અભિયાન હાથ ધરાયું.

Image
   તોરણવેરા ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રીની આગેવાનીમાં સરકારશ્રીની વિધવા સહાય અને વૃદ્ધસહાય યોજનાનો લાભાર્થીઓને લાભ અપાવવા ફોર્મ ભરવા‌ માટે‌ અભિયાન હાથ ધરાયું. તારીખ ૨૭-૧૦-૨ ૦૨૩નાં  દિને ગ્રામપંચાયત તોરણવેરા ખાતે સરકારશ્રીની યોજના હેઠળ વિધવા સહાય તથા વૃધ્ધસહાય યોજના અંતર્ગત 72 જેટલા લાભાર્થીને ઘર ઘર જઇને શોધી તોરણવેરા ગ્રામજનોને લાભ આપવામાં આવ્યો. જેમાં સંરપંચશ્રી,તલાટી કમમંત્રીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, આંગણવાડી કાર્યકર બહેનો તથા આશાવર્કર બહેનોએ તનતોડ મહેનત કરી 80 થી વધુ અરજી કરવામાં આવી. જેમાં 72 અરજીનો નિકાલ કરવામાં આવ્યો જે સંદર્ભે વિધવા સહાય દર મહિને 1250 રુપિયા તથા વૃધ્ધ સહાય યોજના દર મહિને 1000 રુપિયા મળશે. તમામ લાભાર્થીને સાલ ઓઢાડી તથા બહેનોને સાડી આપી સન્માનિત કરવામાં આવ્યા જે બદલ તમામ કર્મચારીઓ સંકલનમાં રહી આ મિશન પાર પાડ્યું.  જે બાબતે તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનિલભાઈ દાભડિયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા દિવસોમાં કોઈ પણ વ્યક્તિ સરકારશ્રીની યોજના અંતર્ગત કોઈ પણ લાભાર્થી વંચિત રહી ન જાય એ માટે તત્પર રહેવા જણાવ્યું હતું.

વર્તમાનપત્રના પેજ પર લાલ, પીળા, વાદળી અને કાળા બિંદુઓ શા માટે હોય છે અને તેનો અર્થ શું થાય છે?

Image
  વર્તમાનપત્રના પેજ પર લાલ, પીળા, વાદળી અને કાળા બિંદુઓ શા માટે  હોય છે અને તેનો અર્થ શું થાય છે? વર્તમાનપત્ર એ આપણા જીવનનો એક ભાગ છે, જેના વિના જીવન અધૂરું છે કારણ કે જેમને વર્તમાનપત્ર વાંચવાની ટેવ હોય છે, તેઓ સવારે આખું વર્તમાનપત્ર ન વાંચે ત્યાં સુધી તેમનો દિવસ પૂરો થતો નથી. જોકે કોરોના રોગચાળાએ લોકો પાસેથી વર્તમાનપત્ર વાંચવાની મજા છીનવી લીધી હતી, પરંતુ લોકો હવે તેમના સામાન્ય જીવનમાં પાછા ફરવા લાગ્યા છે અને વર્તમાનપત્રની સફર ફરીથી શરૂ થવા લાગી છે. તે રોજિંદા જીવન હોય કે પ્રસંગોપાત, લોકો વર્તમાનપત્ર વાંચતા  હોય, શું તમે ક્યારેય એક વસ્તુ નોંધી છે? એટલે કે વર્તમાનપત્રના છેલ્લા પાનાની નીચે ચાર રંગીન ટપકાં દર્શાવેલ હોય છે. વાસ્તવમાં, આ બિંદુનો શું અર્થ થાય છે? એટલા માટે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે વર્તમાનપત્રમાં દરરોજ એક જ રંગના બિંદુ શા માટે છપાય છે અને આ બિંદુનો અર્થ શું છે? વર્તમાનપત્રમાં બિંદુઓનો અર્થ શું છે? જો તમે દરરોજ વર્તમાનપત્ર વાંચો અને તેમ છતાં ધ્યાન ન આપી શકતા હોવ તો પણ તે કોઈ મોટી વાત નથી કારણ કે તે વર્તમાનપત્રના પ્રિન્ટિંગ સાથે સંબંધિત છે. વાસ્તવમાં, ચા...

શેરડીના સાંઠાથી પ્રેક્ટિસ કરી ભાલાફેંકમાં રેકોર્ડ તોડી ઇતિહાસ સર્જનાર અનુરાની.

Image
        Image credit: Hindustan Times.com શેરડીના સાંઠાથી પ્રેક્ટિસ કરી ભાલાફેંકમાં રેકોર્ડ તોડી ઇતિહાસ સર્જનાર અનુરાની. સફળતાના શિખરે પહોંચેલી વ્યક્તિ આપણને દેખાય છે પરંતુ તેણે વેઠેલો સંઘર્ષ આપણે જોઈ શકતાં નથી. ભાગ્યે જ કોઈ એવી મહિલા હશે જેને પોતાનાં સપનાં સાકાર કરવા સંઘર્ષ ન કર્યો હોય. હા, અમુક દીકરીઓને પરિવારનો સપોર્ટ મળે તો તેનો સંઘર્ષ થોડો ઓછો જરૂર થઇ જતો હોય છે. એમાંની એક અનુ રાની છે. તેણે હિંમત અને મહેનતથી પોતાનું ભાગ્ય બદલ્યું છે. અનુ રાનીએ એશિયાઈ ખેલમાં ઇતિહાસ રચ્યો છે. તેણે ભાલાફેંક સ્પર્ધામાં સુવર્ણ જીત્યો છે. પોતાના ચોથા પ્રયાસમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં તેણે ૬૨.૯૨ મીટર ભાલો ફેંક્યો હતો. અન્નુ એશિયાડમાં જેવલિન થ્રોમાં સુવર્ણ જીતનાર પહેલી ભારતીય મહિલા એથ્લિટ બની ગઇ છે. નવાઇની વાત તો એ છે કે સાત દાયકામાં પહેલી વખત એવું બન્યું છે કે એશિયાઈ રમતમાં મહિ હન મહિલાઓના ભાલાફેંકમાં કોઇ ભારતીય મહિલાએ સુવર્ણચંદ્રક જીત્યો હોય. જે ભારત માટે ગર્વની વાત છે. Image credit: Jagaran.com ઉત્તર પ્રદેશમાં સરઘનાના બહાદુરપુર ગામની અનુ રાનીને અહીં સુધી પહોંચવામાં અન...

ગણદેવી બી.આર.સી.ભવન દ્વારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરાયું.

Image
  ગણદેવી બી.આર.સી.ભવન  દ્વારા તાલુકાના દિવ્યાંગ બાળકો માટે ગરબાનું આયોજન કરાયું. ગણદેવી બી.આર.સી.ભવન  દ્વારા  તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે એક દિવસીય ગરબાનું આયોજન અનાવિલ વાડી ગણદેવી મુકામે કરવામાં આવ્યું. દિવ્યાંગ બાળકોને પણ સામાન્ય બાળકની જેમ સામાન્ય પ્રવાહમાં લાવવા માટેનો એક પ્રશંસનીય પ્રયાસ ગણી શકાય. સામાન્ય બાળકો  પોતાના  વિદ્યાર્થી તરીકેનાં  હકો પ્રાપ્ત કરે છે, તેટલાં  દિવ્યાંગ બાળકો પણ હકદાર છે. જેની પ્રતીતિ આ આયોજન દ્વારા  બીઆરસી કો-ઓ શ્રી સોનલબેને કરાવી છે. દિવ્યાંગ બાળકો કુદરતની બેનમૂન ભેટ ગણી તેમની વિશેષ કાળજી રાખવી સમાજના સૌની નૈતિક ફરજ છે.   ગરબા ગ્રાઉન્ડ પર બાળકોના મુખ પર એક અનેરો ઉત્સાહ અને તરવરાટ વર્તાતો હતો. તેમનાં આનંદને વર્ણવવા કદાચ આપણી પાસે શબ્દો ઓછા પડે !  આ આયોજન માટે સમગ્ર બી.આર.સી સ્ટાફની અનોખી પહેલને સૌએ આવકારી બીઆરસી કો-ઓ શ્રી સોનલબેનને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

ખેરગામ તાલુકાની વિવિધ શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ.

Image
  શામળા ફળિયા પ્રાથમિક શાળા  ખેરગામ તાલુકાની વિવિધ શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. ખેરગામ દૈનિક ન્યૂઝ | ૩૦-૧૦-૨૦૨૩ "સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. ખેરગામ તાલુકાના વિવિધ ગામો, વિસ્તારોમા સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ખેરગામ તાલુકાની શામળા ફળિયા, પોમાપાળ, વાવ , પહાડ ફળિયા, રાઘવા ફળિયા વાવ, નારણપોર, વાડ, નાંધઈ, કુમાર શાળા  અને   ખેરગામ જનતા માધ્યમિક શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને શાળાની કાયાપલટ કરાઈ હતી. પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ                નાંધઈ પ્રાથમિક શાળા  વાડ મુખ્ય પ્રાથમિક શાળા         રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ

ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.

Image
   રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વાડ પ્રાથમિક  શાળામાં  રાષ્ટ્રીય એકતાનાં શપથ ગ્રહણ કર્યા હતા. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રસ્ટા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશ સમસ્તમા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામા આવે છે.  જેના ભાગરૂપે શાળાનાં ઉપશિક્ષકશ્રી ધર્મેશકુમારે સરદાર પટેલના જીવનની માહિતી બાળકોને આપી ત્યાર બાદ  ભારત દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત કરવા માટેનાં શપથ લેવામાં આવ્યાં. જેમાં સમસ્ત શાળા પરિવાર સહ એકતાના શપથ ગ્રહણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ગુંજતો કર્યો હતો. સરદાર પટેલની તસ્વીરને શ્રધ્ધા સુમન અર્પણ કરી તેમને યાદ કર્યા હતા....

પોમાપાળ પ્રાથમિક શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ.

Image
   પોમાપાળ પ્રાથમિક શાળામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. "સ્વચ્છતા હી સેવા"ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. ખેરગામ તાલુકાના વિવિધ ગામો, વિસ્તારોમા સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને "સ્વચ્છતા એ જ સેવા"ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને શાળાનું મેદાન અને રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો હતો.

ડૉ.હોમી ભાભાની જન્મ જયંતી પર કોટી કોટી વંદન.

Image
  ભારતના મહાન વૈજ્ઞાનિકનો જન્મ 30 ઑક્ટોબર 1909માં મુંબઇના પારસી પરિવારમાં થયો હતો. ભારતના મહાન પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909ના રોજ મુંબઇના એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો. તેમણે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના જનક કહેવામાં આવે છે. તેમણે દેશના પરમાણુ કાર્યક્રમના ભવિષ્યનો પાયો નાંખ્યો જેના કારણે ભારત આજે વિશ્વના અગ્રણી પરમાણુ સમૃદ્ધ દેશોની લાઇનમાં આવી ગયું છે.  ભારતીય વૈજ્ઞાનિકોને દેશ પરત આવવાની અપીલ કરી હતી. ભાભાએ જેઆરડી ટાટાની મદદથી મુંબઇમાં 'ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ'ની સ્થાપના કરી અને વર્ષ 1945માં તેના ડાયરેક્ટર બન્યા. દેશના આઝાદ થયા બાદ તેમણે દુનિયાભરમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકોને ભારત પરત આવી જવા માટેની અપીલ કરી હતી.  ભારતીય પરમાણુ ઉર્જા કમિશનના સ્થાપક હતા. વર્ષ 1948માં ડૉક્ટર ભાભાએ ભારતીય પરમાણુ ઉર્જા કમિશનની સ્થાપના કરી અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.  શાંતિપૂર્ણ કાર્ય માટે પરમાણુ ઉર્જાના ઉપયોગના હિમાયતી હતા હોમી જહાંગીર ભાભા 'શાંતિપૂર્ણ કાર્ય માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ' ના હ...

સ્વામી દયાનંદ સરસ્વતીની પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ.

Image
  સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ અને શિક્ષણ- સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824 ના રોજ, ગુજરાતના ટંકારામાં થયો હતો. તેમનું મુળ નામ મૂળ શંકર તિવારી હતુ. તેમના પિતા કરશનજી લાલજી કાપડી શ્રીમંત માણસ હતા, તેથી પરિવારમાં પૈસાની કોઈ કમી નહોતી. તેમણે બાળપણ ખૂબ જ વૈભવી રીતે વિતાવ્યું, અને તેમના પરિવાર ભગવાન શિવનો પ્રખર અનુયાયી હતો, તેથી જ તેમને ખૂબ જ નાની ઉંમરથી વિવિધ બ્રાહ્મણીય ધાર્મિક વિધિઓ, અનુષ્ઠાનો, પવિત્રતા અને ઉપવાસનું મહત્વમાં આપવાનું કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ માત્ર આઠ વર્ષના હતા ત્યારે ‘યજ્ઞોપવીત સંસ્કાર’ની વિધિ કરવામાં આવી હતી અને આ રીતે તેઓ ઔપચારિક રીતે બ્રાહ્મણવાદની દુનિયામાં સામેલ થયા હતા. 14 વર્ષની ઉંમર સુધીમાં, તેઓ તેમના વિસ્તારમાં આદરણીય વ્યક્તિ બની ગયા હતા અને ધાર્મિક શ્લોકોનું પાઠ કરવાનું અને ધાર્મિક ચર્ચાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. એક અહેવાલ મુજબ, વારાણસીમાં 22 ઓક્ટોબર 1869ના રોજ એક ચર્ચા સંમેલન યોજાયુ હતુ જેમાં 50,000 થી વધુ લોકોએ હાજરી આપી હતી, આ સંમ્મેલનમાં મૂળ શંકરે 27 વિદ્વાનો અને 12 નિષ્ણાત પંડિતોને હરાવ્યા હતા. જેનો ચર્ચાનો મુખ્ય વિષય હતો “શું ...

મનગમતું કામ કરતાં કરતાં મૃત્યુ પામવા માટે પણ નસીબ જોઈએ.

Image
 મનગમતું કામ કરતાં કરતાં મૃત્યુ પામવા માટે પણ નસીબ જોઈએ... મનગમતું જીવન મળે તે માટે કેટલા જન્મોનું પુણ્ય જોઈએ? અને મનગમતું મૃત્યુ મેળવવા માટે? એ માણસો ખરેખર ખુશનસીબ છે જેમના જોબ (કામ, કારકિર્દી) અને જોય (આનંદ, પ્રેમ) વચ્ચે કોઈ ભેદરેખા નથી. તેમના માટે “બસ, બહુ થઈ ગયું’ જેવું કશું હોતું નથી.  તેમની કરીઅરમાં સિદ્ધિઓ માત્ર અલ્પવિરામ બનીને આવે છે. પૂર્ણવિરામે જો આવવું હોય તો તેણે મૃત્યુનો વેશ ધારણ કરવો પડે છે. દુનિયાભરના કેટલાય નિષ્ઠાવાન અભિનેતાઓનું આ સ્વપ્ર હોય છેઃ હું જીવનના છેલ્લા શ્વાસ સુધી અભિનય કરતો રહું, મારા દેહમાંથી જીવ ત્યારે જ નીકળે જ્યારે મારા ચહેરા પર મેકઅપ હોય...           Image credit : dewiki de (steave Irvin Crocodile hunter) ઓસ્ટ્રેલિયામાં સ્ટીવ ઇરિવન નામનો એક પાગલ માણસ થઈ ગયો. ધ ક્રોકોડાઇલ હન્ટર'ના નામે વિશ્વપ્રસિદ્ધ બનેલા આ માણસ આખું જીવન જળચર જીવોના સંવર્ધનમાં હસતાં હસતાં ખર્ચી નાખ્યું. પોતાના મોત માટે એક જળચર જીવ જ કારણભૂત બને તે સ્ટીવ માટે કરુણતા નહીં, પણ એક ઇચ્છનીય સ્થિતિ હતી! ૪ સપ્ટેમ્બર ૨૦૦૬નો એ દિવસ.  સ્ટીવ માટે આમ તો એ બીજા ...

કતારમાં ૮ ભારતીયોને ઈઝરાયલની જાસૂસી માટે ફાંસી આઘાતજનક.

  કતારની એક કોર્ટે ઈન્ડિયન નેવીના ૮ ભૂતપૂર્વ કર્મચારીને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા ફટકારતાં ખળભળાટ મચી ગયો છે. તારે ૨૦૨૨ના ઓગસ્ટમાં ઈન્ડિયન નેવીમાં વરસો લગી કામ કરનારા ૮ સૈનિકોને પકડ્યા તેના મહિનાઓ સુધી તો તેમની સામે શું આરોપ છે.એ જ નહોતું કહ્યું, કતારમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા આ ભૂતપૂર્વ નેવી  સૈનિકોને સોલિટરી કન્સાઈન્મેટમા રખાયેલા. મતલબ કે, કોઈ તેમને મળી જ ના શકેએ રીતે રખાયેલા. આ વરસના માર્ચમાં તેમની સામે જાસૂસીનો આરોપો મૂકાયા અને હવે કોર્ટ આઠેયને ફાંસીની સજા ફટકારી છે. લગભગ સવા વર્ષ સુધી ૮ ભારતીયોનો અપરાધ શું છે તે‌ ના કતારની સરકારે જાહેર કરેલું કે ના ભારત સરકારે જાહેર કરેલું. હવે અચાનક એવી વિગતી બહારે આવી છે કે, આ લોકો ઈઝરાયલ માટે જાસૂસી કરતા હતા. ઈઝરાયલ અને હેમાસ વચ્ચે યુદ્ધ હાટી નિકળ્યું છે ત્યારે જ આ પ્રકારના આરોપો હોવાનું જાહેર કરાયું તેના કારણે કતારની વર્તણૂક શંકાસ્પદ બની ગઈ છે. કતારે જેમને ફાંસીની સજા ફટકારી તેમાં ચાર ઇન્ડિયન નેવીના ભૂતપૂર્વ કમાન્ડર અને ત્રણ તો ભૂતપૂર્વ કેપ્ટન છે. કમાન્ડર કરતાં કેપ્ટનની પોસ્ટ ઉપર હોય છે. પૂર્ણેન્દુ તિવારી, સુગુનકર પકાલા, અમિત ન...

આદિવાસી સમાજના સેવાભાવી દાતાશ્રી નૈશધ પટેલ માતા વિહોણાં બે કુટુંબના બાળકોને મદદ માટે આગળ આવ્યા.

Image
  આદિવાસી સમાજના સેવાભાવી દાતાશ્રી  નૈશધ પટેલ  માતા વિહોણાં બે કુટુંબના બાળકોને મદદ માટે આગળ આવ્યા. તા.29/10/2023 ના દિને  અગાઉ જે તા.18/10/2023 ના દિને ધરમપુર તાલુકાના ધામણી ગામની મહિલાનું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મોત થવાથી 3 નાના બાળકો માતા વિહોણાં નોંધારા  થયા હતાં. આ બાળકોનાં  દૂધ અને આહાર માટે આદિવાસી સમાજના ઉચ્ચ અધિકારી પદે  ફરજ બજાવતા શ્રી નૈશધ પટેલ દ્વારા 15,100 રૂપિયાની સહાય   પરિવારને કરવામાં આવી.  ધરમપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રી કલ્પેશ પટેલે કહ્યું હતું કે, " આપણાં આદિવાસી સમાજનાં  ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારીઓ, પદાધિકારીઓ, માલેતુજાર વ્યક્તિઓ મદદ માટે  આગળ આવે તો આદિવાસી સમાજ કપરી પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળી શકશે." સાથે અગાઉ જે તા,09/08/2023 ના દિને ધરમપુરના ફુલવાડી ગામની મહિલાનું  પણ પ્રસૂતિ દરમ્યાન અવસાન થવાથી  અનાથ બનેલી બે દીકરીઓ સ્વરા અને સાવ્યા માટે નૈશધ પટેલ દ્વારા કપડાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સમાજનાં મદદ અને સહકાર માટે હંમેશા ખડેપગે તૈયાર રહેતા ભેંસધરા ગામના ટીકુભા...

ચીખલીનાં પી.એસ.આઈ અને વાંસદાનાં સિનિયર પી.એસ. આઈ.નું ઉત્તમ કામગીરી માટે સન્માન કરાયું.

Image
    ચીખલીથી સુરગણા સુધી ૯૭ કીમી સીસીટીવી ફૂટેજ સર્વેલન્સ આધારે ચીખલી પોલીસની ટીમે ૧.૮૧ લાખની ૧૦ બાઈક સાથે ત્રણની ધરપકડ કરી હતી. જેમાં ચીખલીના ૭, બીલીમોરા, ધરમપુર અને વઘઇના ૧-૧ ચોરી નાં ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.  આરોપીઓને કુનેહથી પકડી, ગુનેગારો ઉપર ધાક બેસાડી, પ્રજાનાં જાનમાલની રક્ષા કરી, પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરી, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની ઉત્તમ કામગીરી કરી હતી.  જેને પગલે રાજ્ય પોલીસ મહાનિદેશકે ચીખલી પીઆઇ બી.એમ.ચૌધરીને સર્વોત્તમ કામગીરી પ્રોત્સાહન રૂપે શુક્રવારે પ્રશંસાપત્ર એનાયત કર્યો હતો અને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. જેને પગલે તાલુકા, જિલ્લા પોલીસ બેડામાં આનંદ વ્યાપી ગયો હતો.  જ્યારે વાંસદા પોલીસ મથકના સિનિયર પોસઇ જે.વી. ચાવડાનું ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ, મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા સહિત સમાજ ઉપયોગી કામ માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.  માહિતી સ્રોત : ગુજરાત ગાર્ડિયન 

કપરાડાના સુથારપાડા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
   તા.28/10/2023 ની રાત્રે કપરાડા તાલુકાના સુથારપાડા ગામે જય આદિવાસી મહાસંઘ દ્વારા આયોજિત ગરબા રાસ નૃત્ય સ્પર્ધા અને આદિવસી સમાજની જનજાગૃતિનું આયોજન ભાસ્કરભાઈ,અને સુથારપાડા ગામના  સરપંચશ્રી રાજેશભાઈની આગેવાનીમાં કરવામાં આવ્યું. જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી.  આદિવાસી વિસ્તારમાં જે અપમૃત્યુના બનાવો બની રહ્યા હોઈ જે બાબતે માં બાપ, યુવાનો અને આગેવાનોએ જવાબદારી સ્વીકારી  યુવક-યુવતીઓને જાગૃત કરવાની વાત આગેવાનો દ્વારા કહેવામાં આવી. જ્યાં વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ ખાસ હાજર રહ્યા હતા સાથે માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રી બેન,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ,તાલુકા પંચાયત સભ્યશ્રી કુંજાલી બેન,સરપંચશ્રી જયેંદ્ર ભાઈ,સામાજિક આગેવાન બીસ્તુ ભાઈ,સામાજિક આગેવાન કાંતિલાલ સરનાયક,રાહુલ પટેલ,દશરથભાઈ,દિવ્યેશભાઈ સિગાડે હાજર રહ્યા.

ધરમપુરનાં આવધા ખાતે ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું.

Image
  ધરમપુરનાં આવધા ખાતે  ક્રાંતિકારી જનનાયક બીરસા મુંડાની 148મી જન્મ જયંતી ઉજવણી બાબતે આયોજન કરવામાં આવ્યું. તા.28/10/2023 ના દિને ધરમપુર તાલુકાના આવધા ગામે આગામી દિવસોમાં આવનાર 15 મી નવેમ્બરે ધરતીઆબા,જન નાયક ક્રાંતિકારી બિરસામુંડાની 148મી જન્મજયંતિની ઉજવણીના આયોજનના ભાગરૂપે આદિવાસી સમાજના હિતેચ્છુઓ સાથે ચર્ચા વિચારણા કરી આગામી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી. જેમાં તારીખ 15-11-2023નાં દિને સાંજે 7:00 કલાકે આવધા પુલ પાસે તા.ધરમપુર જી.વલસાડ ખાતે બિરસા બ્રિગેડ આયોજકો દ્વારા કાર્યક્રમ યોજાશે. આ  આયોજન નિમિત્તે આવધા ગામના સરપંચશ્રી સુરેશભાઈ, આવધા ગામના માજી સરપંચશ્રી રજીતભાઈ, રાજપુરી જંગલ ગામના સરપંચશ્રી હરેશભાઇ, રાજપુરી જંગલ ગામના માજી સરપંચશ્રી આનંદભાઈ, તાલુકાપંચાયતના માજી સભ્યશ્રી દેવજીભાઈ, નિલેશભાઈ નિકુલીયા,ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ, કમલેશભાઈ,દિનેશભાઇ અને આજુબાજુના ગામોમાંથી આગેવાન મિત્રો હાજર રહ્યા હતા.

વોર ઓન ચિલ્ડ્રન : ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનની લડાઈની નિર્દયી વાસ્તવિકતા

Image
    Image credit: X @mayadeen આંતરરાષ્ટ્રીય મીડિયા યહૂદી બાળકોની હત્યાઓને ‘નગણ્ય’ ગણે છે, પણ હકીકત એ છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને બાળકોના અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. 2021માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટેર્સે કહ્યું હતું કે, ‘પૃથ્વી પર જો કોઈ નર્ક હોય, તો આજે ગાઝાનાં બાળકોનું જીવન છે.’ લોકો સોશિયલ મીડિયા પર, વિશેષ કરીને ટ્વિટર (હવે એક્સ) પર સક્રિય છે, તેમને ઇઝરાયેલ-પેલેસ્ટાઈનની લડાઈમાંથી આવતાં જખ્મી બાળકોના સમાચારો, તસવીરો અને વીડિયોથી પીડા થતી હશે. તેમને એવો પણ પ્રશ્ન થતો હશે કે આ તે કેવી લડાઈ છે, જેમાં માસૂમ બાળકોને નિશાન બનાવવામાં આવે છે? અન્ડરવર્લ્ડના ગેંગસ્ટરો સુધ્ધાંમાં એક વણલખ્યો નિયમ છે કે તેમની લડાઈમાં ક્યારેય બાળકો અને સ્ત્રીઓને નિશાન નહીં બનાવવાનાં. 1949માં જીનીવા સંમેલનમાં સશસ્ત્ર સંઘર્ષના આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત નિયમો પસાર કરવામાં આવ્યા હતા કે સંઘર્ષની સ્થિતિમાં બાળકોનું રક્ષણ કરવું અને તેમની સાથે માનવીય વ્યવહાર કરવો. સચ્ચાઈ એ છે કે સશસ્ત્ર સંઘર્ષોને કારણે થતી અંધાધૂંધીમાં બાળકોને સૌથી વધુ અન્યાય થાય છે. તે નાનાં હોય છે એટલે તેમની આસ...

૧ કિલોના ૧.૧૧ લાખઃ એવું તે શું છે, આ મોંઘીદાટ ચામાં?

Image
        Image credit: OneIndia  ભારતની સૌથી મોંઘી ચાના લિસ્ટમાં જેનો સમાવેશ થાય છે તે સિલ્વર ટિપ્સ ઇમ્પીરિયલ ઓલાંગ જાતની ચાનો તાજો ફાલ ગઈ કાલે શરદ પૂનમની રાત્રે કેવી રીતે ઉતારવામાં આવ્યો? ૧ કિલોના ૧.૧૧ લાખઃ એવું તે શું છે, આ મોંઘીદાટ ચામાં? શરદ પુનમની ચાંદની રાત ખાલી છે. ભૂમિ પર ચોમેર સફેદ, શીતળ પ્રકાશ ફેલાયેલો છે અને ઇસ્ટર્ન હિમાલય પર્વતો પરથી ફૂંકાતા પવનોએ હવામાં શીતળતા પ્રસારી દીધી છે. પશ્ચિમ બંગાળનું જાણીતું ગિરિમથક દાર્જિલિંગ દિવાળીમાં આવનાર પર્યટકોના સ્વાગતની તૈયારીમાં લાગ્યું છે ત્યારે ૩૩ કિલોમીટર દક્ષિણે મકાઇબારી નામના અજાણ્યા સ્થળે દોઢસો-બસ્સો લોકો એક અનોખા ઉત્સવની ઉજવણી માટે એકઠા થયા છે. પારંપરિક પરિધાનમાં સજ્જ કલાકારો ડફલી, ખંજરી તથા ઢોલ જેવાં વાજિંત્રો વડે સંગીતના સૂર રેલાવી રહ્યા છે. અમુક જણા સંગીતના તાલે મધુર ગીતો ગાઈ રહ્યા છે. કેટલાક નૃત્યમાં લીન છે, તો અમુકે હાથમાં સળગતી મશાલ ધરી રાખી છે. ચાંદની રાતે આખો સંઘ મકાઇબારીના પહાડી ઢોળાવો પર ઉત્સાહપૂર્વક આગળ વધતો એક ટી એસ્ટેટમાં પહોંચે છે. સંઘમાં સામેલ મહિલાઓએ ચાની દુર્લભ વેરાઇટીની પત્તીઓ અત્યંત સં...

શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Image
  તારીખ : ૨૮-૧૦-૨ ૦૨૩નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.  શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ આયોજિત રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.જેમાં ખેરગામ તાલુકાનાં વિવિધ ગામોનાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.  ખેરગામના કથાકાર પ.પૂ. પ્રફુલ શુક્લ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા.  સૌ પ્રથમ પીપલગભાણનાં રક્તદાતાશ્રી પ્રતીક એચ દેસાઈએ  રક્તદાન કર્યું. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. રક્તની વ્યવસ્થા ન થવાને કારણે ઘણાં વ્યક્તિઓના જીવ ગુમાવ્યાનાં સમાચાર મીડિયામાં અવારનવાર સાંભળવા મળે છે. હવે લોકો રક્તદાનનું મહત્વ સમજવા લાગ્યાં છે. ત્યારે "રક્તદાન એ મહાદાન છે." એ  ઉકિત સાર્થક કરતાં સમાજ સેવાનું ભગીરથ કાર્ય શ્રી જનતા કેળવણી મંડળ સં...

ડેબરપાડા પ્રાથમિક શાળા તા.ખેરગામના શિક્ષકનું શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Image
   તારીખ :૨૪-૧૦-૨૦૨૩ના દિને ડેબરપાડા પ્રાથમિક શાળા તા.ખેરગામના શિક્ષકનું શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ડેબરપાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડી. પરમાર એક ઉત્સાહી શિક્ષક છે. જેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે દર વર્ષે યોજાતી યોગની તાલીમમાં  ભાગ લઈ શિક્ષકો  અને બાળકોને તેનો લાભ આપવાનો પ્રયત્ન કરે છે. સાથેસાથે તેઓ વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી ઇવેન્ટમાં પણ ભાગ લે છે. જેમાં પારનેરા ડુંગર, આરોહણ અવરોહણ સ્પર્ધાની પદવી ઉત્તીર્ણ કરી વિશેષ સિધ્ધિ તેમજ  પતંજલિ યોગ સમિતિ આયોજિત ૧૦૮ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ ચાપલધરા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજની ઊગતી પેઢીઓ માટે પ્રેરક, પથદર્શક અને ઉપકારક બની સમાજનું નામ ગૌરવવિન્ત કરવા બદલ તેમને ‘સન્માનપત્ર’‌અને શિલ્ડ પ્રદાન કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું. ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષક સમાજ દિગ્વિજયસિંહ પરમારને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.