Skip to main content

શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

 


તારીખ : ૨૮-૧૦-૨ ૦૨૩નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. 

શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ આયોજિત રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.જેમાં ખેરગામ તાલુકાનાં વિવિધ ગામોનાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.  ખેરગામના કથાકાર પ.પૂ. પ્રફુલ શુક્લ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા.  સૌ પ્રથમ પીપલગભાણનાં રક્તદાતાશ્રી પ્રતીક એચ દેસાઈએ  રક્તદાન કર્યું.

રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. રક્તની વ્યવસ્થા ન થવાને કારણે ઘણાં વ્યક્તિઓના જીવ ગુમાવ્યાનાં સમાચાર મીડિયામાં અવારનવાર સાંભળવા મળે છે.

હવે લોકો રક્તદાનનું મહત્વ સમજવા લાગ્યાં છે. ત્યારે "રક્તદાન એ મહાદાન છે." એ  ઉકિત સાર્થક કરતાં સમાજ સેવાનું ભગીરથ કાર્ય શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામે ઉપાડ્યું છે. આ મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ એક શિક્ષણના જીવ છે. અને સાથે સાથે સમાજસેવા સાથે પણ સંકળાયેલા છે. રક્તનું મહત્વ કેટલું છે તે તેમણે જીવનમાં અનુભવ્યું છે. લોકોને રક્તની વ્યવસ્થા માટે લાચાર વ્યક્તિઓને જોયા છે. 

ત્યારે દરેક સમાજના લોકોને આ તકલીફ ન પડે અને સરળતાથી રક્ત ઉપલબ્ધ થાય અને સારવાર કરાવી શકે એ શુભ હેતુસર તેમણે મંડળના તમામ  હોદ્દદારો તથા શાળાનાં આચાર્ય ચેતન કે. પટેલ સહિત શાળા પરિવારને સાથે રાખી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અને સવારે ૯:૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક દરમ્યાન ૫૧ યુનિટ રક્ત એકઠું  કર્યું. આમ તો ૧૫૦  કરતાં વધુ યુનિટ રક્ત ભેગુ થાય છે પરંતુ આ ખેરગામ વિસ્તારમાં થોડા થોડા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા રહેતા હોય છે.જેને કારણે આ વખત રક્તદાતાની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.

આ પ્રસંગે ખેરગામના કથાકાર પ. પૂ. પ્રફુલ શુક્લ, રોટરી ક્લબ ઓફ રીવરફ્રન્ટના શ્વેતલભાઈ ,ચીખલીના હસનભાઈ, રોટરી ક્લબના પ્રમુખ મેહુલભાઈ, નિકુંજ પટેલ, જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ચેરમેનશ્રી શશીકાંતભાઈ એ. પટેલ, મંત્રીશ્રી  મુસ્તનશીર એન. વ્હોરા, મંડળના સભ્યો, વેપારી મંડળના પ્રમુખશ્રી અમ્રતભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ,  જગદીશભાઈ પટેલ, ડૉ. ગુલાબભાઈ પટેલ, વાડ ગામના આગેવાનો ચેતનભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ, ખેરગામના પત્રકાર મિત્રો,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યાં હતા.



રક્તદાન કરતાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર  જીજ્ઞેશભાઈ પટેલ


Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...