Posts

Showing posts from April, 2023

Invitation of akhil bhartiya prathmik shikshak sangh and Gujarat rajya prathmik shikshak sangh

Image
 

ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું.

Image
  ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ  ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું. ખેરગામ : ૨૯-૦૪-૨૦૨૩ ખેરગામમા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબિબ દંપત્તિ ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસ નિમિતે હંમેશા અવનવી શૈક્ષણિક,સામાજિક,સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરીને રૂપિયાનો વેડફાટ કરવાને બદલે એ જ રૂપિયાનો જરૂરિયાતમંદ લોકો માટે સદુપયોગ કરતા હોય છે.આ વર્ષે એમના જન્મદિવસ નિમિતે ડો.દિવ્યાંગી અને ડો.નિરવ પટેલ દ્વારા વિવિધ વિષયોમાં મહારથ હાંસલ કરેલા 6 જેટલાં બાળકો જેમણે શિષ્યવૃતિની પરીક્ષામા  ખેરગામ તાલુકાનાં દ્વિજ પરેશભાઈ પટેલ,ઉન્નતિ નિલેશભાઈ પટેલ,રોનક ગણેશભાઈ પટેલ અને મહુવા તાલુકાનાં મેળવનાર દિવ્યાંગ સુનિલભાઈ પટેલ,દ્રિષ્યા નિલેશભાઈ પટેલ,નિલ રોહિતભાઈ પટેલ દ્વારા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ હતું અને ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાથી ડાંગના વિદ્યાર્થીઓના શિક્ષણ સંલગ્ન વિષયમાં પીએચ.ડી.કરનાર ધર્મિષ્ઠાબેન પટેલ અને હાલમાં બી.એડ.કરી રહેલ ખેરગા...

વલસાડ ગુંદલાવ ખાતે ગુંદલાવના સેવાભાવી યુવાન નિલમ પટેલની બીજી પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો.

Image
     ખેરગામ: કોરોનાની મહામારીની પ્રાણઘાતક બીજી લહેર દરમ્યાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતાં.ગુંદલાવનાં સેવાભાવી નવનીત ઉર્ફે નિલમ પટેલને પણ કોરોનાની સારવાર કરવા છતાં પણ ફાની દુનિયામાંથી વસમી વિદાય લેવી પડી હતી.એમના પુણ્યાર્થે એમની બીજી પુણ્યતિથિ નિમિતે સતત બીજા વર્ષે પણ સ્વ.નિલમભાઈનાં મિત્ર વિકાસભાઈ તેમજ બહેન હેતલબેન,રૂચિતાબેન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને આઈપીપી,ઇન્ડિયન મેડિકલ એસોસીએસન ડો.નિરવ ભુલાભાઇ પટેલ, પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી પટેલ,ગાયનેકોલોજીસ્ટ ડો.નીરવ પટેલ, ઈએનટી સર્જનડો.રાહુલ પટેલ, બાળરોગ નિષ્ણાંત ડો.અમિત દલવી, આંખના તબિબ ડો.નિતિન પટેલ, ગુંદલાવનાં ડો.ઋષિકેશ વૈદ, ફિઝિયોથેરાપીસ્ટ ડો.રૂજૂતા, પટેલ મેડિકલ સ્ટોરના હેમંત પટેલ, માહલા, નીતા, મયુર, શીલાબેન સહિતના તબિબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.  કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે ગુંદલાવનાં યુવા સરપંચ નિતિન પટેલ અને ઉપસરપંચ વિનોદ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ કેમ્પમાં100 થી વધારે દર્દીઓએ નિષ્ણાંત તબીબોની તબિબી સેવાઓ...

ખેરગામ કન્યા શાળાની શિક્ષિકાનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

Image
    તારીખ : ૨૧/૦૪/૨૦૨૩ના દિને કન્યા શાળા ખેરગામનાં ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાવતીબેન પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. તેમની ૩ર વર્ષની લાંબી શૈક્ષણિક યાત્રા ૩૦/૦૪/૨૦૨૩નાં દિને પૂર્ણ થાય છે.  તેમનો જન્મ તા.૦૯/૧૨/૧૯૬૪ના રોજ પીપલગભાણ ગામના સામાન્ય કુટુંબમાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી બીલીમોરાની કોલેજમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ ધોળકા જિ.અમદાવાદમાં પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કરીને શિક્ષક તરીકેની પાત્રતા મેળવી હતી.તા.૧૩/૦૭/૧૯૯૦માં બોરસી માછીવાડ શાળાથી શિક્ષકની કારકીર્દી શરૂ કરી અને ત્યાંથી બદલી થતાં શામળા ફળિયા પ્રાથમિક શાળાને કર્મભૂમિ બનાવી. આ શાળામાં ૧૪ વર્ષ ફરજ બજાવ્યા બાદ તા.૨૬/૦૭/૨૦૧૨માં ધોરણ ૬ થી ૮ માં ભાષા શિક્ષક તરીકે કન્યાશાળા ખેરગામમાં જોડાયા અને અંગ્રેજી વિષય શિક્ષક તરીકે કામગીરી કરી. શિક્ષક તરીકે તેમણે હંમેશા નાના ભૂલકાઓને સ્નેહસભર પાળવામાં આશ્રય આપ્યો. વાત છે. શામળા ફળિયા પ્રાથમિક શાળાની. જ્યારે તેમની બદલી  ક્ન્યા શાળામાં થતાં તે સમયે તેઓ ધોરણ 1 અને 2 ભણાવતાં હતાં. ધોરણ -1 માં ભણતી ક્રિષ્નાલી મનોજભાઈ પટેલ જ...

ખેરગામ વેણ ફળિયાનાં આશિષ એ. પટેલને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ વિજીલન્સ વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.

Image
   SB KHERGAM : 20-04-2023  તારીખ :૧૯/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે યોજાયેલ DGVCL કર્મચારી સન્માન સમારોહમાં ખેરગામ ગામનાં વેણ ફળિયાનાં રહીશ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ વિજીલન્સ વિભાગમાં કાર્યરત શ્રી આશિષ એ. પટેલ મીટર ટેસ્ટર વલસાડ વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવેલ અથાગ પ્રયત્નોથી નાણાકીય વર્ષ ર૦રર-ર૩ નો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક ૧૦૦% પૂર્ણ કરેલ છે, આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માન પત્ર શ્રી જી.બી. પટેલ સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર કોર્પોરેટ ઓફિસ સુરત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DGVCL નાં અધિકારીઓ, અને કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

ખેરગામ શામળા ફળિયાની દીકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષે મહાશોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી મેળવી ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું.

Image
    ખેરગામની દીકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષે મહાશોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી મેળવી નવસારી જિલ્લાના ખેરગામની વતની ધર્મિષ્ઠાબેન ભરતભાઇ પટેલે હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિધાશાખાના એજયુકેશન વિષયમાં ( A study of self regulation and Motivation of students of higher secondary school of Dang  District )એ સ્ટડી ઓફ સેલ્ફ રેગ્યુલેશન એન્ડ સ્ટુડન્ટ ઓફ હાયર સેકેન્ડરી સ્કુલ ઓફ ડાંગ ડિસ્ટ્રીકટ શિર્ષક હેઠળ પ્રસ્તુત કરેલા મહાશોધ નિબંધને સ્વીકારી,પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. ધર્મિષ્ઠા પટેલે એમનો મહાશોધ નિબંધ મોડાસા તાલુકાના બી.ડી. શાહ કોલેજ ઓફ એજયુકેશનના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.ચંદ્રેશ એચ. રાઠોડના માર્ગદર્શન તથા પૂર્વ માર્ગદર્શક સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક ઓફ એજયુકેશન કોલેજ,મહેસાણાના આસીસ્ટન્ટ પ્રો. ડો.પ્રશાંત બી.પરિહારના માર્ગદર્શનમાં તૈયાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,ધર્મિષ્ઠા પટેલના પાંચ જેટલા પુસ્તકો અનેપાંચ જેટલા સંશોધન પેપરો પ્રકાશિત થઇ ચુકયા છે. આ સિધ્ધિમાં તેમના મિત્ર મંડળનો પણ અમુલ્ય ફાળો રહયો છે.

ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

Image
  ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.  ખેરગામ : તા.17/04/2023    મહાન વિશ્વવિભૂતિ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા,મહાનાયક, શ્રીમુક્તિદાતા, સમગ્રમાનવ જાતિના ઉદ્ધારક, મહાન ઇતિહાસકાર, પ્રખર અર્થશાસ્ત્રી,પ્રચંડ વિધ્વત્તા, યુગ પુરૂષ,ક્રાંતિ સૂર્ય,મહામાનવ, વિશ્વ ભૂષણ,બૌધ્ધિસત્વ, પરમપૂજય, વંદનીય ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા પાલિકાની કચેરી સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ૧૩૨મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે આદિવાસી સમાજના કમલેશભાઈ પટેલ, કલ્પેશ પટેલ, ધીરજ પટેલ, સહિત મોટી સંખ્યામા આદિવાસી ભાઈઓઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજીતરફ માલનપાડા આંબેડકરનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરનીપ્રતિમા આગળ પૂર્વ કોર્પોટેરસુરેશભાઈ ગાયકવાડ સહિતઆંબેડકર નગરના રહેણાંકોએ પુષ્પહાર હાર પહેરાવી ડો.બાબા સાહેબની જન્મ જ્યંતી ઉજવી હતી.              પ્રશ્ન : વિશ્વભરમાં કેટલા દેશો આંબેડકર જયંતિ ઉજવે છે? ...

ખેરગામ ખાતે ધોરણ-૧૦, ૧૨ અને આઈટીઆઈનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

Image
    ખેરગામ : 16-04-2023 15/04/2023 ના રોજ ખેરગામ ખાતે  જનતા માધ્યમિક શાળામા  ધોરણ ૧૦, ૧૨  અને  ITI ના વિધ્યાર્થીઓ મિત્રોને  ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ? એન્જીન્યરીંગમાં એડમિશન કેવી રીતે મેળવી શકાય? કઈ કઈ ફેકલ્ટી આવે છે ? કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ ? કોર્ષ કર્યા પછી કઈ કઈ જગ્યાએ નોકરીની તકો રહેલી છે ?  નોકરીના મળે તો બિઝનેસમા કેવી તકો મળી શકે ? ગુજરાત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે ? કંપનીની સ્થાપના કરવી હોય તો બેન્ક કેવી રીતે મદદરૂપ થઈ શકે ?  જેવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ  વલસાડ પોલીટેકનિક કોલેજ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં  કોલેજના પ્રોફેસર  નિરલભાઈ જી.પટેલ જે જનતા માધ્યમિક શાળાના સ્ટુડન્ટ છે અને એમની સાથે શિબિરમાં જોડાયેલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર તરૂણ પટેલ, ITIના ઇન્સ્ટ્રકટરો, જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, પ્રશાંતભાઇ પટેલ અને મોટી સંખ્યામાં  વિધાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા.

ખેરગામ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

Image
                                                         ખેરગામ:  આજ રોજ તારીખ -૧૪-૦૪-૨૦૨૩નાં દિને  ખેરગામનાં  ડૉ.બાબા સાહેબ  આંબેડકર સર્કલ પાસે ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આદિવાસી આગેવાનો દ્વારા બાબા સાહેબના જીવનચરિત્ર અને સમાજના ઉત્થાનના કાર્યોની ચર્ચા કરી ભારતીય બંધારણની ગરિમા જળવાઈ રહે અને અંદરો-અંદરના મતભેદ ભૂલી દરેક ભારતીય નાગરિક ભારતીય બંધારણનાં સિદ્ધાંતો જીવનમાં ઉતારી દેશની પ્રગતિમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. સરપંચ કાર્તિક પટેલ, નટુભાઈ, સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ, ડો.અમિત, ડો.કૃણાલ, નમ્રતા, અંકુર શુક્લા, ડો.રવિન્દ્ર, યુવા ભાજપા તાલુકા પ્રમુખ ચેતન પટેલ, જયેશભાઇ ડીઓ, મુકેશભાઈ આર્મી, મોહનભાઇ નારણપોર, વિમલભાઈ વકીલ, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રશાંત પટેલ, દલપત પટેલ, કીર્તિ પટેલ, નિતેશ ...

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી.

Image
    તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી. ખેરગામ : તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ધનસુખભાઈ    પટેલ (નિવૃત એગ્રિકલ્ચર ડિરેક્ટર) દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય અને કોપ્મ્પુટર રૂમની પ્રતિમા પાસે દિપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું.  આજે  તેમનો પણ જન્મ દિવસ છે .  તેઓ દર વર્ષે તેમનો જન્મ દિવસ આ સમાજ ભવન ખાતે અચૂક હાજર રહી ઉજવે છે .  ત્યારબાદ હાજર    રહેલ મંડળનાં પ્રમુખશ્રી રાજેન્દ્ર સાહેબ ,  મંત્રીશ્રી નટુભાઈ પટેલ ,  રમેશભાઈ પટેલ ,  કેશવભાઈ પટેલ ,  ઠાકોરભાઈ પટેલ તથા    કમિટિ સભ્યો અને ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ડો.બાબા સાહેબને પુષ્પાંજલી આપવામાં આવી હતી. શ્રી રાજેન્દ્ર સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન    દ્વારા ડો. બાબા સાહેબનું જીવન વૃતાંત તેમજ આપણા જીવનમાં બ...

ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની હાર્દિક શુભકામનાઓ.

Image
 

ડાંગની બિલિઆંબા પ્રાથમિક શાળાની અનેક સિદ્ધિઓ સાથે રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે સન્માન.

Image
       2022ની IGBC ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ સ્પર્ધામાં દેશમાં પ્રથમ સ્થાનનું ગૌરવ ડાંગની બિલિઆંબા પ્રાથમિક શાળાની અનેક સિદ્ધિઓ સાથે રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એકસલંસના તમામ માપદંડોમાં શ્રેષ્ઠ સાબિત.              બિલિઆંબા ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાએ અનેક સિધ્ધિઓ હાંસલ કરીને રાજય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવવ્યું છે. શાળાની શૈક્ષણિક પ્રવૃતિની સાથે સાથે બાહ્ય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહી ૭૮.૭૮ ટકા સાથે ગુણોત્સવ ૨.૦ માં એ ગ્રેડ મેળવનારી આ શાળાને અનેક ઇનામ અકરામ મળ્યા છે.અને જિલ્લાની અન્ય ૧૧૦ જેટલી શાળાઓ તેનું અનુસરણ કરી રહી છે. ઓફ એકસલન્સ ક્ષેત્રે મેરીટ સર્ટીફિકેટ મેળવનારી આ શાળાએ સ્થળાંતરના પ્રશ્ન સામે ઝઝુમી રહેલા સરહદી વિસ્તારમાં સરેરાશ ૯૨ થી ૯૪ ટકા હાજરી સાથે વાંચન ગણન અને લેખનમાં ૯૪.૯૭ ટકા સાથે પારંગતતા હાંસલ કરી છે.              ગુજરાતના છેવાડે ડાંગ તાપી અને મહારાષ્ટ્ર રાજયના ત્રિભેટે આવેલા અને વિશિષ્ટ ભૌગોલિકપરિસ્થિતિ ધરાવતા બિલિઆંબા ગામની આ પ્રાથમિક શાળાએ સ્કુલ ...

ગણદેવી તાલુકાની પોંસરી પ્રા. વિધામંદિરના વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળકયાં

    ગણદેવી તાલુકાના બીલીમોરા પોંસરી પ્રા. વિધામંદિરના વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળકયાં. ખેરગામ, નવસારી તા:8/4/2023 રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધો.8 નાં વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષા યોજાઈ હતી. જેમાં ગણદેવી તાલુકાના પોંસરી પ્રાથમિક વિદ્યામંદિરના સાત વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને મેરીટમાં આવનાર વિદ્યાર્થીને પ્રત્યેક વર્ષે રાજ્ય સરકાર તરફથી રૂ. ૧૨૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જે રકમ વિદ્યાર્થી પોતાના આગામી 4 વર્ષના ધોરણ 9 થી 12 નાં સરકારી હાઈસ્કૂલનાં અભ્યાસ દરમિયાન પ્રત્યેક વર્ષે મેળવે છે. શાળાના વિદ્યાર્થીઓ સને 2022-2023ની NMMS પરીક્ષામાં ઉત્તીર્ણ બન્યા છે. પ્રીત ભરતભાઇ પટેલ, યાશિ મનોજભાઈ પટેલ, જૈની અનિલભાઈ પટેલ એ જિલ્લામાં દ્વિતીય, તૃતીય અને ચતુર્થ  સ્થાન મેળવતા ઉપરોક્ત શિષ્યવૃત્તિ મેળવવાને હકદાર બન્યાં છે. જ્યારે હેતા ઈશ્વર પટેલ, પ્રિયલ સુરેશભાઈ પટેલ, ભાર્ગવી નરેશભાઈ પટેલ, રુદ્ર મનહરભાઈ ભક્તવાલાએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સરપંચશ્રી ભુપેન્દ્ર પટેલ,સભ્યો અને શાળા પરીવારે ...

વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવૃત્ત થતાં વિદાય-સન્માન સમારોહ યોજાયો.

Image
   વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવૃત્ત થતાં વિદાય-સન્માન સમારોહ યોજાયો. ખેરગામ : વાંસદા તાલુકા શિક્ષણ અધિકારી હરીશભાઇ અમૃતભાઇ પટેલ વયમર્યાદાને કારણે સેવા નિવૃત થતા વાંસદા તાલુકાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીના પ્રમુખ સ્થાને બીઆરસી ભવન વાંસદા ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. હરીશભાઈ પટેલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે થોડા સમય માટે ઇન્ચાર્જ તારીકે રહી ચૂક્યા હતા.હરીશભાઈએ વહીવટી કુશળતા દ્વારા શિક્ષકોના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોના ઉકેલ,ઉચ્ચતર પગાર,સેવાપોથી અપડેશન,પેન્શન કેસ,તફાવત બિલો જેવા કાર્યો પૂર્ણ કરવા તેમજ વિશેષ કામગીરીમાં મતદારયાદી સુધારણા અંતર્ગત નવસારી જિલ્લાના શ્રેષ્ઠ ઇ.આર.ઓ.તરીકેનો એવોર્ડ મેળવી વાંસદા તાલુકાને ગૌરવ અપાવવા બદલ ઉપસ્થિત શિક્ષકોએ આભારની લાગણી વ્યકત કરી હતી.આ વિદાય સમારંભમાં વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને હોદ્દેદારોએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.સમગ્ર શિક્ષા પરિવાર વાંસદા તરફથી સન્માન પત્ર આપવામાં આવ્યુ હતુ.વિદાય સમારંભમાં નિવૃત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી,ભૂપતસિંહ પરમાર,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ જિલ્...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

Image
શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મં...