Posts

Showing posts from February, 2024

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

Image
                                       Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાન...

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

Image
                                             Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.

Image
   Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી. રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં આજે મહા સાફસફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પોતે ચીફ ઓફિસર ડૉ . ચિંતન વૈષ્ણવ સાહેબ સાફ-સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ-સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નોટિફાઇડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળા, નવાગામના યુવાનો તેમજ સાપુતારાના તમામ નાના-મોટા ધંધાર્થીઓ આ સાપ સફાઈ ઝુંબેશમાં સ્વયંભૂ જોડાયા હતા. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઇડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સાપુતારા ના લોકોનું એવું કહેવું છે કે આજદિન સુધી ક્યારેય અહીં ઘાટ વિસ્તારની સફાઈ કરવામાં આવેલ નથી.   નોટીફાઇડ એરિયા...

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમન...

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

Image
     પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો. ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.  ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે  "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી  અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી  રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર  પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં  આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે.  ડૉ. ચિંત...

Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું.

Image
             Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું. 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024 શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બાલેવાડી પૂના મહારાષ્ટ્ર ખાતે 13 ફેબ્રુઆરી થી 17 ફેબુઆરી 2024 દરમિયાન યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકામાંથી મણીલાલ એલ. પટેલ તથા બાબુભાઈ એસ પટેલ નિવૃત્ત S.T. કર્મચારીએ ભાગ લીધો હતો. બંને દોડવીરોએ  ઉત્કૃષ્ટ પ્રશંસનીય દેખાવ કરતાં રાષ્ટ્રીય  કક્ષાએ મેડલ વિજેતા બન્યા હતા.  ખેરગામ તાલુકાના નાંધઈ વાળી ફળિયાના રહેવાસી તથા એસ.ટી નિવૃત્ત કર્મચારી  બાબુભાઈ સામજીભાઈ પટેલે તારીખ 13/02/2024 ના મંગળવારે  સુંદર પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ 70 વર્ષથી ઉપરની કેટેગરીમાં 800મી દોડમાં આખા ભારત દેશના દોડવીરોને પછાડી  રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે તા. 14/02/2024 નો દિવસ પણ બાબુભાઈ માટે સોનાનો સૂરજ ઉગ્યો. 400મી દોડમાં પણ આ બુઝુર્ગ યુવાને યુવાનોને પણ શરમાવે એવું પ્રદર્શન કરી ભારત દેશના ૨૮ રાજ્યો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી...

Khergam (Vadpada School): ખેરગામ તાલુકાના વડપાડા પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

Image
    Khergam (Vadpada School): ખેરગામ તાલુકાના વડપાડા પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો. નવસારી જિલ્લા પંચાયત  શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી વડપાડા પ્રાથમિક શાળામાં આજે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન ગ્રામ પંચાયતના સભ્યશ્રી શોભનાબેન પટેલને હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા.  જેમાં કુલ ૧૪ જેટલી વાનગીઓનો  સમાવેશ થાય છે. અને શાળામાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ પટેલ અને  રંજનબેન પટેલે બાળકોના સ્ટોલ પરથી અવનવી વાનગીઓની  ખરીદી કરી સ્વાદની મજા માણી હતી. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ અને ગ્...

Khergam (Vadpada School): વડપાડા પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Image
     Khergam (Vadpada School): વડપાડા પ્રાથમિક શાળા  શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ : ૧૧-૦૨-૨૦૨૪નાં દિને વડપાડા પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં કુલ ૩૦ બાળકો અને શિક્ષકો જોડાયા હતા. શાળાનાં તમામ બાળકો ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી તેઓ લાંબા અંતરનો પ્રવાસ કરી શકવાને અસમર્થ હોય શાળા પરિવારનો આર્થિક સહયોગ અને બાળકો પાસેથી નજીવી ફી ઉઘરાવી નજીકના સ્થળોનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. જેમાં વૈષ્ણોદેવી મંદિર ધમડાચી, જલારામ મંદિર ગણેશ મંદિર સાઈ મંદિર ફલધરા, વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર સ્થળોનો સમાવેશ થાય છે. શાળા પરિવાર તરફથી બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી વિજયભાઈ પટેલનો ગરીબ બાળકોનાં શિક્ષણ પાછળ તન મન ધનથી હંમેશાં યોગદાન આપવાનો પ્રયાસ રહ્યો છે. જે  સ્થાનિક આગેવાનો અને વાલીઓના સંપર્કથી માહિતી સાંપડી હતી.

Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન.

Image
     Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન. ખેરગામ સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં સોમવારના રોજ ડૉ.એસ.એમ. પટેલના અધ્યક્ષતામાં સપ્તધારા, રાષ્ટ્રીય સેવા યોજના, ઉદિશા, રમત-ગમત તેમજ આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગ દ્વારા થયેલી શૈક્ષણિક અને વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ જુદી જુદી પ્રવૃતિઓમાં સહભાગી બનવા બદલ તેમને સન્માનિત કરવા માટે ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નક્કી છે કે, વિદ્યાર્થીને પ્રોત્સાન મળે અને ઉતરોત્તર પ્રગતિ કરી જીવનમાં આગળ વધે તેમજ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે હેતુથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ને ૫૦૦ અને દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરનારને ૩૫૧ અને તૃતીય થયેલ અને ક્રમ પ્રાપ્ત કરનારને ૨૫૧ લેખે રોક્ડ પુરસ્કાર અને ૭૫ ટ્રોફી અને ૧૪૯ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.  જે નિમિત્તે વાલી પ્રતિનિધિ મંડળના પ્રમુખ અને ખેરગામના સામાજિક કાર્યકર્તા અમ્રતભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને ખેરગા...

Navsari (Jamalpor school): જમાલપોર પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

Image
     Navsari (Jamalpor school): જમાલપોર પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો. નવસારી જિલ્લા પંચાયત  શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી જમાલપોર  પ્રાથમિક શાળામાં આજે ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા.  જેમાં કુલ ૨૫ જેટલી વાનગીઓનો  સમાવેશ થાય છે. અને શાળામાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ શાળાનાં આચાર્યશ્રી ફુલચંદ ભગતાણી અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ અને શાળા પરિવાર સહિત બાળકોના સ્ટોલ પરથી જાતે નાસ્તાની ખરીદી કરી વાનગીઓની લિજ્જત માણી હતી. શાળાના મુખ્ય શિક્ષકશ્રી ફુલચંદ ભગતાણીએ ભાગ લીધેલા બાળકોને, ઉપસ્થિત વા...

Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
   Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની  ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ : ૧૧-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિકમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ પહાડ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓની બે ટીમ પાડવામાં આવી હતી.જેમાં એક ટીમનું નામ જયશ્રી મહાકાલ અને બીજી ટીમનું નામ જય શ્રી રામ રાખવામાં આવ્યું હતું આ બંને ટીમના મુકાબલામાં  જયશ્રી મહાકાલ ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમ આચાર્યશ્રી બબીતાબેનનાં હસ્તે જ્યારે  રનર્સ ટીમને ધર્મેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ પણ બાળકોને ક્રિકેટમાં પહેલેથી રસ ધરાવતા હોય છે. ત્યારે શાળામાં ટુર્નામેન્ટ યોજવાથી તેમનો આનંદ બેવડાયો હતો.        રનર્સ ટીમ, જયશ્રી રામ          વિજેતા ટીમ, જયશ્રી મહાકાલ View this post on Instagram A post shared by Suresh Patel (@sbkhergam)