Skip to main content

Posts

Showing posts from February, 2023

ચીખલી તાલુકાનાં કાકડવેલ ખાતે પ્રો.નિરલ પટેલે GPSC પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

     ખેરગામ :  ચીખલી તાલુકાના કાકડવેલ ખાતે વલસાડ પોલીટેકનિક કોલેજમાં ફરજ બજાવતા અને ખેરગામ ભવાની નગર સોસાયટીના રહીશ પ્રો.નિરલ પટેલે GPSC પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.  તારીખ: 25-02-2023નાં રોજ ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલય કાકડવેલ, ચીખલી ખાતે આગામી સમયમાં આવનાર જુનીયર ક્લાર્ક, તલાટી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ગામના સરપંચ નટુભાઈ, ડે. સરપંચ નિલેશભાઈ, ગામના સમાજસેવી અગ્રણી એવા રણજીતભાઇ, દૂધ ડેરી સંચાલક મહેન્દ્રભાઈ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બધા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સેમિનારમાં  પ્રો. નિરલ પટેલને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ મળતાં ઉમેદવારો સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઘણા બધા ઉમેદવારોની વેદના પણ સાંભળી અને ભવિષ્યમાં ન માત્ર સરકારી નોકરી પર નિર્ભર રહેવાના બદલે કોઈપણ પ્રકારના ધંધા રોજગાર કરી પગભર થવા માટે પણ સલાહ સૂચનો આપ્યા હતાં. રસપ્રદ વાત તો એ હતી કે એક નાનકડું ગામ હોવા છતાં પણ ગામના અગ્રણીઓ દ્વારા આર્થિક રીતે પછાત ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ફ...

નવસારી જિલ્લા આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ તાલુકાની મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો.

  ખેરગામ  : તારીખ-24-02-2023ના દિને સરપોર ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેરગામ તાલુકાની મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ સામે ભવ્ય વિજય મેળવ્યો.  પ્રથમ દાવમાં ચીખલી તાલુકાની ટીમે 5 ઓવરમાં 5 વિકેટે 30 રન બનાવ્યા હતા. તેની સામે ખેરગામ તાલુકાની ટીમ વિના વિકેટે 3.1 ઓવરમાં 35 રન બનાવી જીત મેળવી હતી. થોડા દિવસની પ્રેક્ટીસ બાદ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ તમામ ખેલાડીઓમાં જીત મેળવવાનો જુસ્સો હતો. જેમનાં કારણે તેમણે જીત મેળવી હતી.  આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરિશભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ નાંધઈ પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી જીતુભાઈ પટેલ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારી જિલ્લા પંચાયતના અઘ્યક્ષ શ્રીમતી દર્શનાબેન પટેલનાં હસ્તે ક્રિકેટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 

નવસારી જિલ્લાની આંતર તાલુકા પુરૂષ અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

    તારીખ:૨૩-૦૨-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લાની આંતર તાલુકા પુરૂષ અને મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. નવસારી જિલ્લા પંચાયતના અઘ્યક્ષ શ્રીમતી દર્શનાબેન પટેલનાં હસ્તે ક્રિકેટ મેચનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી  ભગીરથસિંહ પરમાર, નવસારી  તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, નવસારી જિ. નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલ, ખેરગામ અને ગણદેવી તાલુકા પ્રાથમિક  શ્રી મનિષભાઈ પરમાર, વાંસદા તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી હરિશભાઈ પટેલ, ચીખલી તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ પટેલ, નવસારી જિ. પ્રા. શિ. સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, નવસારી તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી વિશાલસિંહ જલાલપોર તા. પ્રા. શિક્ષણાધિકારી શ્રી ગોવિંદભાઈ દેશમુખ, નવસારી, જિ.પ્રા.શિ.સંઘનાં પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી શ્રી હેમંતસિંહ ચૌહાણ, કોષાધ્યક્ષ શ્રી હરિસિંહ પરમાર, સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, નવસારી તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌધરી, ખેરગામ તા. પ્રા. શિ. સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ચીખલી તા. પ્રા. શિ. સંઘના પ...