Skip to main content

Posts

Showing posts with the label Kutch News

સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે - 'બરડા વન્યજીવ અભયારણ્ય'

સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે - 'બરડા વન્યજીવ અભયારણ્ય' દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના હસ્તે ધનતેરસના પાવન પર્વે કરાશે શુભારંભ- વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ શ્રી એન. શ્રીવાસ્તવ દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે તા. ૨૯.૧૦ના રોજ બપોરે ૨.૦૦ કલાકે યોજાશે લોકાર્પણ કાર્યક્રમ આ પ્રસંગે જામનગર સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્યશ્રીઓની રહેશે પ્રેરક ઉપસ્થિતિ બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જિત  આશરે ૧૯૨ ચોરસ કિ. મી  વિસ્તાર અભયારણ્ય માટે આરક્ષિત *• આ અભયારણ્યમાં ૩૬૮  વનસ્પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ ૫૪ ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છે* • સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્યજીવોનું રહેઠાણ ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જ‌ઈ રહ્યું છે.આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ ...