Posts

Showing posts from March, 2023

ખેરગામ તાલુકાના સાત વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળક્યા.

Image
ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી  (૧)  જૈમિની પટેલ   ૧૨૫ ગુણ સાથે ૪૫મો રેન્ક, કન્યા શાળા ખેરગામની (૨) રીમા સુથાર  ૧૨૧ ગુણ સાથે ૬૭મો રેન્ક, તથા (૩)  નિધિકુમારી પટેલ  ૧૨૧ ગુણ સાથે ૭૦મો રેન્ક, નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી (૪)  રોનકકુમાર પટેલ   ૧૨૦ ગુણ સાથે ૭૬મો રેન્ક, વિદ્યામંદિર પણંજનાં (૫)  રિધ્ધિ પટેલ  ૧૧૯ ગુણ સાથે ૮૫મો રેન્ક તથા (૬)  યશકુમાર પટેલ  ૧૧૮ ગુણ સાથે ૯૧મો રેન્ક અને શામળા ફળિયા ખેરગામની વિદ્યાર્થિની (૭)  ખુશી પટેલ  ૧૧૭ ગુણ સાથે ૯૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવી    ₹48000/- ( માસિક 1000 રૂપિયા લેખે 48 માસ સુધી)  શિષ્યવૃતિની પાત્રતા મેળવી  શાળા અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે.              'NMMS' પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રા...

પોરબંદરનાં દાદીમાએ એવું કામ કર્યું કે સૌને સલામ કરવાનું મન થશે!

Image
    પોરબંદરમાં ભેળ-રગડાની લારી ચલાવતા હતા એવા મોહનલાલ રાણાના અવસાન બાદ એમના પત્ની મણીબેન રાણા એકલા રહે છે અને સીઝનમાં પતંગ બનાવીને તથા કેટરિંગમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અતિ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા આ દાદીમાએ એક એવું કામ કર્યું છે કે આપણને સૌને એમના ચરણોમાં વંદન કરવાનું મન થાય. વાત જાણે એમ છે કે પોરબંદરના વિદ્યુત સ્મશાન ગૃહમાં વીજળીનું બિલ બચાવવા અને સૌર ઊર્જાનો ઉપયોગ કરવા સોલાર પેનલ લગાવવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. આ માટે અંદાજીત ૧૨ લાખ જેટલી રકમની જરૂર હતી. મણીબેનને આ વાતની જાણ થઈ એટલે મોટા મનના મણિબહેને વિદ્યુત પેનલ માટે દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી. લોકોને એમ થાય કે કેટરિંગનું કામ કરીને પેટિયું રળતા આ માજી વળી શું દાન આપે ? મોહનભાઈ અને મણિબહેને મહેનત કરીને ભેગી કરેલી રકમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકતા જતા હતા. પતિના અવસાન બાદ આ ફિક્સ ડિપોઝિટ પાકી અને કુલ ૧૨લાખ અને ૭૦હજાર રૂપિયા મળ્યા. મરણમૂડી સમાન આ રકમમાંથી મણિબહેને ૧૨ લાખ સોલાર પેનલ માટે દાનમાં આપવાનું નક્કી કર્યું. સ્મશાનની વ્યવસ્થા સંભાળતા લોકોએ કહ્યું પણ ખરું કે તમે બધું આપી દેશો તો પછી તમાર...

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમનાં ઉપક્રમે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં જૂની ભૈરવી પ્રા શાળાની દીકરી પૂજા પટેલ જિલ્લા કક્ષાએ આઠમો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું.

Image
     જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (WASMO ) નવસારી દ્વારા 'સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સપ્તાહની' ઉજવણી દરમિયાન ધોરણ 5થી 8ના બાળકોની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જૂની ભૈરવી પ્રાથમિક શાળાની ધોરણ 5ની વિદ્યાર્થીની પૂજા કલ્પેશભાઈ પટેલ જે ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ આઠમો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમનાં ઉપક્રમે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં ખેરગામ શામળા ફળિયા પ્રા શાળાની દીકરી ખુશી પટેલ જિલ્લા કક્ષાએ ચોથો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું.

Image
    જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો)-નવસારી ભારત સરકારનાં જળશક્તિ મંત્રાલયની પ્રેરક સુચનાનાં સંદર્ભે માર્ચ-૨૦૨૩ દરમ્યાન આયોજીત ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સપ્તાહની’ ઉજવણી દરમ્યાન કુમારી ખુશી ભુપતભાઇ પટેલ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, તાલુકો-ખેરગામ અને જિલ્લો-નવસારીએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ ચોથો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.  

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા દરમ્યાન સ્થળ પર જ હોદ્દેદારો દ્વારા ૩૯૩૦૦ રૂપિયાનો ફાળો નોંધાવ્યો.

Image
    બહેજ પ્રાથમિક  શાળા ખાતે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મળી હતી.           જેમાં ગણદેવી તાલુકાનાં માછીઆવાસણ ખાતે મળેલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કારોબારી સભાને અનુસંધાને  તારીખ -૨૧-૦૩-૨૦૨૩નાં દિને શાળા સમય પહેલાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા બહેજ પ્રાથમિક શાળા ખાતે  મળી હતી. જેમાં  અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક અધિવેશન અને રામકથા માટે સ્વૈરિછક ફાળાની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સભા દરમ્યાન જ  સંઘનાં હોદ્દેદારો દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો નોંધાવ્યો હતો. આ સભા દરમ્યાન દરેક કેન્દ્રનાં ગૃપમંત્રીઓને કેન્દ્રનાં શિક્ષકોને આ સેવા કાર્યમાં જોડવા માટે સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી હતી.  આ સભામાં કેન્દ્રનાં ગૃપમંત્રીઓ, સંઘનાં હોદ્દેદારો તેમજ જિલ્લા સંઘનાં સભ્યો હાજર રહ્યા હતાં.                 અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક અધિવેશન અને રામકથા માટે સ્વૈચ્છિક યોગદાન આપનાર તમામ હોદ્દેદારોને   પ્રમુખશ્...

ધોરણ 6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક.

Image
  ધોરણ 6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ શરુ થઇ રહી છે. જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ રક્ષાશક્તિ સ્કુલ્સ આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે. ઉપરોક્ત શાળાઓમાં તેમજ  મોડેલ સ્કુલ્સમાં 2023-24ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા  મા...

ગણદેવીના માછીઆવાસણ પ્રાથમિક શાળા ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

Image
    તારીખ 19-03-2023નાં દિને ગણદેવીના માછીઆવાસણ પ્રાથમિક શાળા ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલનાં અઘ્યક્ષ સ્થાને કારોબારી સભા યોજાઈ હતી. આ કારોબારી સભામાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તેમજ નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી,ખેરગામ અને વાંસદા તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારો હાજર રહ્યા હતાં. જેમાં જિલ્લા અને રાજ્ય સંઘનો અહેવાલ વાંચન, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશન અને રામકથા આયોજન, તારીખ 12 અને 13 મે 2023 નાં રોજ યોજાનાર અધિવેશનમાં ભાગ લેવા બાબત, રામકથામાં ભાગ લેનાર શિક્ષકો બાબતે આયોજન, અધિવેશન અને રામકથામાં સ્વંયવસેવક તરીકે સેવા આપવા બાબત, 12મી મે 2023નાં દિને યોજાનાર મહિલા સંમેલનમાં ભાગ લેવા બાબત અને પ્રમુખ સ્થાનેથી થતાં કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી.

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને તેમની ટીમ દ્વારા બહેજ પ્રાથમિક શાળાનાં એથ્લેટિકસ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.

Image
       ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાનું નામ નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સીટી એથ્લેટિક ચેમ્પિયનશીપ 2023માં રોશન કરનાર પાંચ વિદ્યાર્થીઓનું સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.  નડિયાદ ખાતે રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સીટી એથ્લેટિક ચેમ્પિયનશીપ 2023માં ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ પ્રિતેશ પટેલ, રોહન પટેલે અને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટી ખાતે યોજાયેલ ગુજરાત એથ્લેટિક ચેમ્પિયનશિપમા 3 વિદ્યાર્થીઓ તરુણ બોરછા, મીનાક્ષી માછી અને ચૈતશ પટેલ એમ કુલ 5 વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં મેડલો મેળવી શાળાનું અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું.                        આ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી, શ્રી મુકેશભાઈ આર્મી, રાહુલ ડેની, કાર્તિક, શીલાબેન દ્વારા પાંચ બાળકો અને તેમના વાલીઓનું ઇનામ આપી અને આદિવાસી પરંપરાગત ફાળિયા ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ બાળકો...

ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ.

Image
     ખેરગામ, તા. 13-03-2023 ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળાનું ગૌરવ ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાએ નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૩મા ધો. ૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રિતેશકુમાર જિજ્ઞેશભાઈ પટેલ ૨૦૦મી.દોડમા છઠ્ઠો ક્રમ મેળવી ૧૬૦૦/-રૂપિયાનુ ઈનામ /ધો.૬ના વિદ્યાર્થી રોહન સતિષભાઈ પટેલે ૪૦૦મી દોડમાં ચોથો ક્રમ મેળવી ૨૫૦૦/-રૂપિયાનું ઈનામ મેળવ્યું હતું. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ધો.૮ના વિદ્યાર્થી તરુણ રાજુભાઈ બોરછા ઊંચી કૂદમાં પ્રથમ, ધો.૪મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિનાક્ષી માછી ૪૦૦મી.દોડમા પ્રથમ, ચૈતશ સ.પટેલ લાંબી કૂદમા તૃતીય,ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગંગેશ્વરી માહલા લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું. વિજેતા હવે પછી નેશનલ ચેમ્પિયનશિપ રમવા જશે.

તારીખ-૦૭-૦૫-૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ દ્વારા ૨૫ (પચ્ચીસમાં) સમૂહલગ્નનું કરવામાં આવેલ આયોજન.

Image
    શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ આયોજીત ૫ (પચ્ચીસમા) સમૂહલગ્ન પ્રસંગે, પરિવર્તનના પડકારે, પ્રવર્તમાન પરિતાર્થાતના પ્રવાહે, સંગઠનના સહિયારે, તૂર-થાળીના નાદે, આનંદ ઉત્સાહના હિલોળે સૌ જ્ઞાતિજનોને આ પવિત્ર પ્રસંગે સફળતાના સહભાગી બનવા હાર્દિક આમંત્રણ. શ્રી જ્ઞાનકિણ ધોડિયા જ્ઞાતિમંડળ, સુરખાઇ દ્વારા ૨૫ (પચ્ચીસમાં) સમૂહલગ્નનું આયોજન આગામી  તા.૦૭-૦૩-૨૦૨૩ના રવિવારના રોજ  શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન ખાતે યોજેલ છે.  આ  પ્રસંગે મંડળ આપની સમક્ષ નીચેના વિચારો પ્રગટ કરે છે.  શ્રી જ્ઞાનકિરણ મંડળ આજે ૨૫ માં સમૂહલગ્નનું આયોજન કરી રહેલ છે એ આદિવાસી સમાજ માટે એક ગૌરવની વાત છે. આયોજનમાં સમાજના દરેક સ્તરના સમાજબંધુ ભગીનીઓના સહકાર અને સહયોગથી જ આ પ્રસંગ દીપી ઉઠેલ છે. આજની કાળઝાળ મોંધવારીમાં આંધળુ અનુકરણ કરી દેવાદાર બની ભાવિ પેઢીનું ભાવિ અંધકારમય બનાવવા કરતાં પરીવર્તનશીલ પ્રગતીના પંથના રાહબર બની સમાજને નવો રાહ ચીંધી એક પ્રેરક ઉદાહરણ બની શકીએ એ આપણા દ્રઢ નિશ્ચયની વાત છે.  સમૂહલગ્ન અંગેની ફી બન્ને પક્ષ તરફથી રૂા. ૫૦૦૦/- નક્કી કરેલ છે.   મંડળ તરફથી ...

સાકાર વાંચન કુટીર કાકડવેરી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

Image
  સાકાર વાંચન કુટીર કાકડવેરી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. ખેરગામ તાલુકાના કાકડવેરી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ખાતે  Rainbow warriors  ધરમપુર તથા ગ્રામ પંચાયત કાકડવેરીના સંયુક્ત ઉપક્રમે 8 મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમાજ માટે વિશિષ્ઠ યોગદાન  આપનાર તથા ગામની ઉચ્ચ શૈ.સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન ગરાસીયાના હસ્તે  કરવામાં આવ્યું.             આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ તથા સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મયુરી રાજેશભાઈ થોરાટ (ગ્રામસેવક), ઉન્નતિબેન મકનભાઈ પટેલ (બી.એ.એમ.એસ) અંજલી સુરેશભાઈ ગરાસીયા (એમ ફાર્મ)નું શાલ ઓઢાડી પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત  ઉર્મિલાબેન હરિલાલભાઈ  પટેલ (નિવૃત્ત પ્રોગ્રામ ઓફિસર) સુમિત્રાબેન ગરાસીયા (જિલ્લા પંચાયત સદસ્ય) મંજુલાબેન ગરાસીયા (ટીચર) કલ્પનાબેન ગરાસીયા (ટીચર) હેમીનાબેન ગરાસીયા (ટીચર) ચંદ્રિકાબે...