Posts

Showing posts from March, 2024

Gandevi (amalsad) : ગણદેવી સરીસ્ટેશન કન્યાશાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Image
           Gandevi (amalsad) : ગણદેવી  સરીસ્ટેશન કન્યાશાળામાં  સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. Gandevi (amalsad) : ગણદેવી  સરીસ્ટેશન કન્યાશાળામાં તા.26/03/24ને મંગળવારે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન યોજવા પાછળનો મુખ્ય હેતુ સમાજિક વિજ્ઞાનમાં બાળકોને ઐતિહાસિક પાત્રો વિશે સરળતાથી પરિચિત થાય અને તેમણે કરેલા કાર્યો વિશે સવિશેષ જાણકરી મેળવવાનો રહેલો છે.  જેમાં ઐતિહાસિક પાત્રોની આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે વિધાર્થીનીઓએ વેશ પરિધાન કૃતિ રજૂ કરી હતી.ત્યારબાદ બીજા મણકામાં વિધાર્થીઓ એ પોતાની સર્જનાત્મકતા  સામાજિક વિજ્ઞાનના નાના મોટા મોડેલ્સ બનાવી સૌની સમક્ષ રજૂ કર્યા હતા. અંતે સામાજિક વિજ્ઞાનની ક્વિઝ રાખી વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરી શકાય? તે ત્રીજા મણકામાં સરળતાથી શીખવવામાં આવ્યું હતું. શાળ સ્ટાફ દ્વારા નિર્ણાયકની  કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન સા.વિ. શિક્ષક ગૌરવભાઈ ખલાસી દ્વારા થયું.. જેમને પ્રેરક બળ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ પુરું પાડ્યું. શાળા એસ.એમ.સી સભ્...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
     Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિ...

Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

Image
            Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. તારીખ:૨૩-૦૩-૨૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં કુદરતી રંગોથી ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા કેસૂડાનાં ફૂલો ભેગા કરવામાં આવ્યા હતા તેને ગરમ પાણીમાં ઉકાળીને રંગ વાવવામાં આવ્યો હતો. બાળકો  અને શિક્ષકો ઉત્સાહભેર આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.  શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ.

Image
      Khergam (vad):ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ. ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ને શુક્રવારના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિદા જે. પટેલ એ વિશ્વ જળ દિવસનો મહિમા તેમજ પાણીની ઉપયોગીતા અંગે માહિતી આપી આપી હતી આ ઉપરાંત વિશ્વ જલ દિવસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ જળનું મહત્વ દર્શાવતા ચિત્રો દોર્યા હતા.  વિશ્વ જળ દિવસની ઉજવણીની કરવા બદલ ખેરગામ તાલુકાના BRC Co.  વિજયભાઈ દ્વારા શાળા પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.

Image
                          Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૨૩-૦૩-૨૦૨૪નાં શનિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ઘરેથી રંગો અને પિચકારી લાવ્યા હતા. જેઓ એકબીજા પર રંગો લગાવી આનંદ માણ્યો હતો. જેમાં  બાલવાટિકા અને ધોરણ ૨થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો.તેમજ શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગ લગાવી ધુળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શામળા ફળિયા પ્રાથમિક શાળાનો દીકરો હેત્વિક પટેલ કે જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈ વર્ષે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એક હાથ અને એક પગ ગુમાવ્યો હતો. જે આજના ધૂળેટી પર્વમાં ભાગ લઈ અમારી ખુશી ઓર વધારો કર્યો હતો. શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા તેમનાં મુખે  રંગ લગાવી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. હેત્વિક પટેલ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં  ભાગ લઈ તે આજે ઘણો ખુશ જોવા મળ્યો હતો.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

Image
                 Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.  નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના મુ.શુ.શ્રીઓને ફુડ હેન્ડલીંગ, હાઇજીન સંદર્ભે અવેરનેસ તાલીમ સંદર્ભે મદદનીશ કમીશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી મારફત  તાલીમ આપવામાં આવી હતી.જે તાલીમમાં  ખેરગામ તાલુકાના તમામ મુ.શિ.શ્રીઓન અને મધ્યાહન ભોજન સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું સંચાલન જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગમાંથી ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેમાં ખેરગામ નાયબ મામલતદાર તેજલબેન અને mdm વિભાગના મિતુલભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તાલીમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત  52 શાળાનાં મુખ્ય શિક્ષકો જોડાયા હતા.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Image
                                     Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં ...

આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.

Image
        આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.  આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર-કન્યા-મિશ્ર) માં ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :-  તા. ૨૧/૦૩/૨૦૨૪  (બપોરે ૧૨.૦૦ કલાક) થી તા.  ૦૫/૦૪/૨૦૨૪  (સાંજે- ૬.૦૦ કલાક) ઓનલાઇન ફોર્મ ભરવા માટે official website    https://ans.orpgujarat.com ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:  હાલ વિધાર્થી જે તે શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા. • વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Size-20 KB ) jpg format )નો નમૂનો સાથે રાખવો જે અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. ઓનલાઈન ફો...

Gandevi: ગણદેવી પોલીસ મથકે ૨૪ વર્ષીય યુવા આઈપીએસ સિમરન ભારદ્વાજની અજમાયશી ધોરણે નિયુક્તિ.

Image
               Gandevi: ગણદેવી પોલીસ મથકે ૨૪ વર્ષીય યુવા આઈપીએસ સિમરન ભારદ્વાજની અજમાયશી ધોરણે નિયુક્તિ. ગણદેવી : ગણદેવી પોલીસ મથકે આઈપીએસ સિમરન ભારદ્વાજની આગામી ત્રણ માસ માટે અજમાયશી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે.તેમણે પદભાર સંભાળી લીધો હતો. આર્મી ઓફ્સિર પિતા મનોજ ભારદ્વાજની પુત્રી સિમરન ભારદ્વાજ (ઉ.વ.૨૪) વર્ષ ૨૦૨૨ ગુજરાત કેડર બેચ માં સૌથી નાની વયે આઇપીએસ ની સિદ્ધિ મેળવી છે. તમામ આઇપીએસ બેચ માં માત્ર ૨૨ વર્ષ ની વયે સિલેક્શન સાથે ઇતિહાસ રચાયો હતો. જેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનાં હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી. દરમિયાન ગૃહ વિભાગએ પ્રોબેશન તબક્કામાં આઇપીએસ અધિકારી તરીકે નિયુક્તિ આપી હતી.અહીં પ્રથમવાર મહિલા આઈપીએસ અધિકારી નિયુક્તિ થઈ છે. IPS ઓફિસર સિમરન ભારદ્વાજની વાર્તા અત્યંત પ્રેરણાદાયી અને પ્રેરક છે. આઈપીએસ ભારદ્વાજ હરિયાણાના એક ગામડાના છે. તેણી હંમેશા ભારતીય પોલીસ સેવા અધિકારી બનવાનું સપનું જોતી હતી. ભારદ્વાજે 2022 માં UPSC CSE ક્રેક કર્યું અને તેના પ્રથમ પ્રયાસમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 172 મેળવ્યો હતો. UPSC CSE ક્લીયર કરતા પહેલા, ભારદ્વ...

Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું.

Image
                                            Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું. આજરોજ તારીખ ૧૫-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા વર્ષો જૂની માંગણી વાળા નાંધઈ વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પર મેજર બ્રીજ કન્સ્ટ્રક્શનના અંદાજિત ₹5.78 કરોડ કરતાં વધુ રકમના કાર્યનું  પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની સાથે ખાતમૂહુર્ત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા. આ જ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના હોદ્દેદારો,ખેરગામ તાલુકાનાં હોદ્દેદારો,અધિકારીઓ, સામજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ.

Image
         Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ. મોબાઈલ વેટરનરી યુનિટનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ. ચિખલી તાલુકાના હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે. ( નવસારી :શુક્રવાર ) નવસારી જિલ્લા પંચાયતના પ્રાગણમાંથી ચીખલી તાલુકાના હોન્ડ ગામ માટે આજ રોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતું પશુ દવાખાનું)નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ ભાઈ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે. જેને અનુલક્ષીને  ગુજરાતના નવસારી જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લામાં નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ અપાઈ રહી છે.  નોંધનિય છે કે, આ નવા મોબાઇલ વેટરનરી યુનિટ હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે.  નવસારી જિલ્લામાં ૧૧ મોબાઈલ વેટરનરી યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. આજરોજ લોકાર્પણ થયેલ આ મોબાઇલ વેટરનરી યુનિટ જિલ્લાની ૧૨મી મોબાઇલ વેટર...

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

Image
                                               Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે. આ પ્રસંગે ગામના સરપંચ...