Posts

Showing posts from August, 2024

Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.

Image
Dang news : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અતંર્ગત ખોવાયેલ મોબાઈલ અને સાયબર ક્રાઇમ ફ્રોડમાં ફ્રિઝ થયેલ રકમ પરત અપાવતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા. તેરા  તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/-  તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રીનાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા. ‘‘ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમમાં મોબાઇલ ફોન નંગ-12, કિ.રૂ.,2,00,920/- તથા સાયબર ફ્રાઇમ ફોર્ડમાં ફીજ થયેલ રકમ કુલ રૂ.1,82,057/- અરજદારશ્રી નાઓને પરત અપવાતી એલ.સી.બી.ડાંગ-આહવા અને સાયબર પોલીસ સ્ટેશન આહવા.  @CMOGuj   @sanghaviharsh   @dgpgujarat   @GujaratPolice   pic.twitter.com/snNtyR6SRj — SP DANG (@SPDangAhwa)  August 31, 2024

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો.

Image
ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો. કમિશનર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા,  શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ  કારોબારી સભ્ય હર્ષદભાઈ  ઉપસ્થિત રહ્યા હતા  સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો  તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ  નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીએ પ્ર...

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહ...

તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર

તાપી જિલ્લાના માનનીય નિવાસી અધિક કલેકટર શ્રી આર. આર. બોરડ સાહેબ  - તાપી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ઉદભવનારી ભાવિ પરિસ્થિતિને ધ્યાને લઈને ટીમ તાપી તૈયાર  - જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર  ન છોડવા તાકીદ   - પોલીસ વિભાગની ટીમ, એસ. ડી. આર. એફ. અને અંદાજિત ૨૫૦ આપદા મિત્રો ખડેપગે  - ઉકાઈ ડેમમાંથી ૧૫ દરવાજા ખોલીને ૨,૪૭, ૦૦૦ ક્યુસેક પાણી છોડાયું   - ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી કોઈ નુકસાન નથી થયું  - જરૂર જણાય તો સ્થળાંતર કરવા અધિકારીઓને સૂચના અપાઈ   Posted by  Info Tapi GoG  on  Monday, August 26, 2024

તાપી જિલ્લાના સમાચાર : તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયેલ અસરગ્રસ્ત પરિવારોનું સર્વે કરી તુરંત સહાય માટે મામલતદારશ્રીઓ દ્વારા તલાટી કમ મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓને અનુરોધ કર્યો.

Image
  તાપી જિલ્લાના સમાચાર : તાપી જિલ્લામાં ભારે વરસાદથી નુકશાન થયેલ અસરગ્રસ્ત પરિવારોનું સર્વે કરી તુરંત સહાય માટે મામલતદારશ્રીઓ દ્વારા તલાટી કમ મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓને અનુરોધ કર્યો. તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓના  અસરગ્રસ્ત વિસ્તારો  તેમજ વરસાદના કારણે જેમના ઘરોને નુકશાન થયું છે એવા પરિવારોનું મામલતદારશ્રીઓએ  મુલાકાત કરી, તલાટી-સરપંચશ્રીઓ દ્વારા સર્વે કરી સહાય માટે તુરંત કાર્યવાહી કરવા અનુરોધ કર્યો. તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓના અસરગ્રસ્ત વિસ્તારો તેમજ વરસાદના કારણે જેમના ઘરોને નુકશાન... Posted by  Info Tapi GoG  on  Tuesday, August 27, 2024

નવસારી જિલ્લા રેડ એલર્ટને પગલે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો

Image
નવસારી જિલ્લા રેડ એલર્ટને પગલે નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરાયો નવસારી,તા.૨૬: આજરોજ ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ એ બપોરે ૦૨ વાગ્યા બાદ પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈને ૨૮ ફૂટ અને તેનાથી પણ વધારે થનાર છે. આથી શાંતાદેવી, તસકંદ નગર, રૂસ્તમવાડી, બંદર રોડ, રામલામોરા, જલાલપોર, કાલીયાવાડી, કાછીયાવાડી, મિથિલાનગરી તથા બીજા નીચાણવાળા વિસ્તારના રહીશોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા પાણી ભરાવવાનું શરૂ થાય તે પેહલા સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત થઈ જવા અનુરોધ કરાયો છે. નાગરિકો નજીકના આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થવા માટે ફ્લડ ટીમ/નગરપાલિકાના કર્મચારીનો સંપર્ક કરવો. તથા જો આપ નાગરિકો આજુ બાજુમાં અથવા બીજા-ત્રીજા માળ પર સ્થળાંતર થવાના હોવ તો આવતીકાલ બપોર સુધી ખાવાનું અને પીવાનું પાણીની પૂરતી વ્યવસ્થા કરી રાખવી જણાવાયુ છે. આ ઉપરાંત કોઇ પણ પ્રકારની તકલીફ હોય કે પાણી ભરાવવા થી ફસાઈ ગયા હોવ તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૧૦૦ પર તાત્કાલિક સંપર્ક કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે. #TeamNavsari #rainfallingujarat

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

Image
 વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ર...

Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.

Image
Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  @dgpgujarat   @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/2nq7FrSYTY — SP NAVSARI (@SP_Navsari)  August 23, 2024

કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Image
કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. @CMOGuj   @revenuegujarat   @InfoNavsariGoG   pic.twitter.com/zWAWgZenNm — Collector & DM Navsari (@CollectorNav)  August 25, 2024

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

Image
  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત   ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા. ખેરગામ તાલુકામાં પણ પૂર ના પાણી લોકોના ઘર માં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે... Posted by  Naresh Patel  on  Sunday, August 25, 2024