Skip to main content

Posts

Showing posts with the label shala sthapna divs

ખેરગામ કુમાર શાળાનો ૧૩૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

    આજ રોજ તારીખ ૦૧-૦૮-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાની સ્થાપના તારીખ ૦૧-૦૮-૧૮૮૫નાં દિને કરવામાં આવી હતી. આ શાળા માટે માટે ખેરગામ ગામનાં વતની મગનભાઈ કુંવરજી કંસારા દ્વારા ભૂમિનું દાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ શાળાના ૧૩૮ વર્ષ પૂર્ણ થયા છે. આ શાળામાંથી શિક્ષણ લઈ શિક્ષકો, સી. એ. ઇજનેર, ડૉકટર, પ્રોફેસર, બન્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી સ્થાયી થયા છે.              શાળા સ્થાપનાના શુભ અવસરે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા એક નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર કૃતિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો તથા ગ્રામજનો દ્વારા શાળાએ કરેલ પ્રગતિની ઝાંખી રજૂ કરી હતી.શાળાના બાળકો શાળામાં નિયમિત હાજરી આપીને ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને અંતે કેક કાપી  અને તિથીભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી. તેમજ શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ...

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસ ઉજવાયો.

    આજરોજ તા.01/08/23 ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં  આવી જેમાં શાળાને શણગારવામાં આવી હતી અને  આ કાર્યક્રમમાં એસ.એમ.સી માં સભ્યો .ગ્રામજનો. તાલુકા પંચાયતના સભ્ય, શિક્ષકમિત્રો તથા બાળકો સૌ સાથે મળી 83 મો શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી...શાળાના દરેક બાળકો , વાલીગણ ,મહેમાનો માટે  શિક્ષક મિત્રો તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી.... આમ આજરોજ શાળા સ્થાપના દિવસની ખૂબ ઉત્સાહથી રંગેચંગે ઉજવણી કરવામાં આવી.....