ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું.
ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું. તારીખ :૨૬-૦૮-૨૦૨૩ થી તારીખ : ૨૭-૦૮-૨૦૨૩ દરમ્યાન ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું હતું. આઝાદીના સ્વાતંત્રસંગ્રામના વીરશહીદો અને પ્રચંડ આદિવાસીત્વની જ્યોતિ જ્યાંથી સળગી એવા ઝારખંડ રાજયના પાટનગર રાંચીમાં રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન મધ્ય ભારતના અનેક આદિવાસી યુવાનોના મન પર રાજ કરનાર ડો.હિરાલાલ અલાવાજીની ટીમ જય આદિવાસી યુવા શક્તિ અને 77 વર્ષે પણ યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિ ધરાવતા સંયમ સાથે કાયદાકીય લડત લડવાના હિમાયતી યુવાન અશોકભાઈ ચૌધરીજીના રાષ્ટ્રીય આદિવાસી સમનવ્ય મંચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.મણિપુર હિંસા અને UCC સહિતના વિવિધ મુદ્દે દેશભરના રાજ્યોના આગેવાનોને ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું, ...