Posts

Showing posts from January, 2026

નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની તાલુકા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ

Image
નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની તાલુકા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત  નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25)  અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ તાલુકા કક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ  ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા  તાલુકા કક્ષાએ  પ્રથમ ક્રમાંક  પ્રાપ્ત કર્યો છે, જ્યારે  વાવ પ્રાથમિક શાળા  એ  દ્વિતીય ક્રમાંક  મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય  નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવ...

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

Image
 ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન

Image
  ગુજરાત સારસ્વત સન્માન–2026માં નાની ઢોલડુંગરીના શાળાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું ગૌરવપૂર્ણ સન્માન. ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તથા નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત આયોજન હેઠળ રાજ્યમાં ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન – 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ધરમપુર તાલુકાની નાની ઢોલડુંગરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ડૉ. વિરેન્દ્ર ગરાસિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. વિરેન્દ્ર ગરાસિયા શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી. પદવી પણ ધરાવે છે અને શિક્ષણની સાથે- સાથે સામાજિક ઉત્થાન માટે પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ કાકડવેરી તથા નાની ઢોલડુંગરી ખાતે **“સાકાર વાંચન કુટિર લાઇબ્રેરી”**નું સંચાલન કરે છે, જ્યાંથી કાકડવેરી લાઇબ્રેરીમાંથી ૧૧ તથા નાની ઢોલડુંગરીમાંથી ૧૧ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ રેમ્બો વોરિયર્સ ના સક્રિય સભ્ય પણ હોય વર્ષમાં ત્રણ થી ચાર બ્લડ ડોનેશન કેમ્પોનું અવાર નવાર આયોજન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા રહે છે. તેમની આ તમામ...

શિક્ષણક્ષેત્રે દાયકાઓની સેવા બાદ ખેરગામ તાલુકાની રૂઝવણી (પટેલ ફળિયા) પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી અશોકભાઈ પટેલ અને દક્ષાબેન પટેલ નિવૃત્ત.

Image
      શિક્ષણક્ષેત્રે દાયકાઓની સેવા બાદ ખેરગામ તાલુકાની રૂઝવણી (પટેલ ફળિયા) પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી અશોકભાઈ પટેલ અને દક્ષાબેન પટેલ નિવૃત્ત. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા, તા. ખેરગામ ખાતે શાળાના મુખ્ય શિક્ષક શ્રી અશોકભાઈ નાનાભાઈ પટેલ તથા ઉપ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન સોમાભાઈ પટેલના નિવૃત્તિ પ્રસંગે સન્માન સમારંભ યોજાયો હતો. શ્રી અશોકભાઈ પટેલે ૩૮ વર્ષથી વધુ સમય શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. તા. ૨૦-૦૮-૨૦૧૫ના રોજ રૂઝવણી પટેલ પ્રાથમિક શાળામાં જોડાયા બાદ તેમના માર્ગદર્શન અને મહેનતથી શાળાની શૈક્ષણિક ગુણવત્તા તથા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી. તેઓ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી પણ સન્માનિત થયા છે. ઉપ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન સોમાભાઈ પટેલે ૩૯ વર્ષથી વધુ સમય સેવા આપી ધોરણ ૧ થી ૨ના બાળકોના સંસ્કારઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. શૈક્ષણિક કાર્ય ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવાર, ગ્રામજનો અને વાલીઓ દ્વારા બંને શિક્ષકોને શાલ, સ્મૃતિચિહ્ન તથા સન્માનપત્ર અર્પ...

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
    ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્ર...

તોરણવેરા ગામના અને ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાન ભાવેશ વાઢુને જન્મ દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ

Image
 તોરણવેરા ગામના અને ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાન ભાવેશ વાઢુને જન્મ દિવસની શુભકામના સાથે શુભેચ્છાઓ

ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

Image
 ખેરગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ