રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ ક્વિઝ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તાલુકા કક્ષાએ લેવાયેલ ક્વિઝ સ્પર્ધામાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યાં. KHERGAM : 20-06-2023 તારીખ ૧૯-૦૬-૨૦૨૩નાં દિને જી-20 અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલ સરકારી શાળાનાં બાળકો માટે "નાણાંકીય સાક્ષરતા" ક્વિઝ સ્પર્ધામાં તાલુકા દીઠ ૧૦ જેટલી માધ્યમિક શાળા /પ્રાથમિક શાળાઓ પસંદ કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક વિભાગમાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં નેન્સી વિમલભાઈ ગાંવિત અને મોહિતકુમાર નરેન્દ્રભાઈ ગાયકવાડની ટીમ પ્રથમ ક્રમાંકે આવી હતી.જ્યારે બીજા ક્રમાંકે ક્ન્યા શાળાની તનુશ્રી જિતુભાઈ રાઠોડ અને શેલી સંજયકુમાર પટેલની ટીમ દ્વિતિય ક્રમાંકે અને કુમાર શાળા ખેરગામનાં મીતકુમાર પરેશભાઈ પટેલ અને સુમિતકુમાર રાજેશભાઈ પટેલની ટીમ તૃતિય ક્રમાંકે આવી હતી. ઉપરોક્ત પ્રથમ ક્રમાંક મેળવેલ તોરણવેરા પ્રાથમિક શાળાની ટીમનાં બાળકોને ૫૦૦૦/- રુપિયા , દ્વિતિય ક્રમાંક મેળવેલ ક્ન્યા શાળાનાં બાળકોને ૪૦૦૦/- અને તૃતિય ક્રમાંક મેળવેલ કુમાર શાળાનાં બાળકોને ૩૦૦૦/- રુપિયા ઇનામ સ્વરુપે તેમનાં એકાઉન્ટમાં જમા થશે. ...