Skip to main content

Posts

Showing posts with the label Israel History

ઈઝરાયલનો ૪૦૦૦ વર્ષ પુરાણો રક્તરંજિત ઈતિહાસ.

 ઈઝરાયેલ પર પેલેસ્ટાઈનના  હમાસે કરેલા અચાનક આક્રમણ બાદ વિશ્વભરના મીડિયામાં આ યુદ્ધ હેડલાઈન્સ બની ગયું છે. ત્યારે ઈઝરાયેલનો યુદ્ધ ઇતિહાસ આજે અહીં પ્રસ્તુત છે. આમ તો આ દેશ ભારતની આઝાદીના એક વર્ષ પછી સ્વતંત્ર થયો હતો, પરંતુ એનો રક્તરંજિત પણ રોમાંચક ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે, પહાડીઓ, સફેદ પથ્થરો,ખીણો અને સમુદ્રોથી ઘેરાયેલો આ દેશ નહિવત્ વરસાદ ધરાવે છે. બાઈબલની આ પવિત્ર ભૂમિ છે.  વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ ને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ પણ યહૂદી હતા. ઈશ્વરના દસ આદેશો ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ' આપનાર મૉસીસ પણ યહૂદી હતા, જેના પરથી રોમન લૉનો પાયો નંખાયો. ઈંગ્લેન્ડ,અમેરિકા અને ભારતનો કૉમન લૉ પણ રોમન લૉ પર આધારિત છે.  સમગ્ર  વિશ્વને પ્રેમ અને  દયાનો સંદેશ આપનાર જિસસ ક્રાઈસ્ટનો પણ જન્મ અહીં બેથલેહામમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં સામ્યવાદની થિયરી આપનાર કાલ માર્કસ યહૂદી હતા. માનવીનાં તમામ વર્તનનું કેન્દ્ર સેક્સમાં છે તેવી વિવાદાસ્પદ થિયરીનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક ડૉ. સિગમંડ ફોઈડ પણ યહૂદી હતા. વિજ્ઞાનનો ક્ષણભરમાં નાશ કરી શકાય એવા સાપેક્ષતાવાદ-રિલેટિવિટ...