વર્લ્ડ ટુરિઝમ દિવસ' ઉજવવાનો ઇતિહાસ.
'વર્લ્ડ ટુરિઝમ દિવસ' ઉજવવાનો ઇતિહાસ. Don hill station Dang આમ તો પ્રવાસ એટલે ફરવું, સ્થાનાંતર, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ઘરથી દૂર જવું વગેરે. તેને મુસાફરી કે યાત્રા પણ કહી શકાય. માનવજીવનમાં એકધારી, એકસરખી પ્રવૃત્તિઓને કારણે કંટાળો ઊપજે ત્યારે તેનાથી અળગા થઈને મનને તરોતાજા, પ્રફુલ્લિત જો કોઈ બનાવતું હોય તો તે પ્રવાસ-પર્યટન છે. આબાલવૃદ્ધ સૌને મનગમતા સ્થળે જવું ગમતું હોય છે.જીવનઘડતરમાં અને શિક્ષણમાં પ્રવાસ-પર્યટનનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રવાસ-પર્યટનથી નવો ઉત્સાહ,નવું જોમ આવે અને કાર્યદક્ષતામાં વધારો થાય છે. આથી જીવનમાં પ્રવાસ કે પર્યટનની મજા માણવી જરૂરી છે. Girmal waterfall પ્રવાસ એટલે કોઈ પણ સ્થળને જોવું, જાણવું અને મન ભરીને માણવું. જીવનની સઘળી ચિંતાઓ થોડો સમય વિસારે મૂકી,મિત્રો સાથે કે પરિવાર સાથે મોજ,મસ્તી,આનંદપૂર્વક મુકત મને વિહરવું એટલે પ્રવાસ-પર્યટન.દરેક વ્...