Mukhymantri Gyansetu Scholarship Yojana 2023 / મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજના 2023 CM જ્ઞાન સેતુ મેરિટ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓને મળશે? રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધી સતત અભ્યાસ કરેલ અને ધોરણ 5 પૂર્ણ કર્યું હોય અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી સામાન્ય પરીક્ષામાં મેરીટ મેળવ્યું હોય તેવા કુલ 30,000 વિદ્યાર્થીઓ લાભ મેળવવાને પાત્ર થશે. આ યોજનામાં સરકારના ધારાધોરણો મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અને દરેક વર્ગમાં 60% લાભાર્થી કન્યાઓનો સમાવેશ કરવામાં આવશે. CM જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં વિદ્યાર્થીઓ કઈ શાળાઓમાં પ્રવેશ મેળવી શકે છે? નિયામક, શાળાઓ, ગાંધીનગર દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર સ્વ-સહાયક શાળાઓ અથવા સહાયિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં. જે વિદ્યાર્થીએ અનુદાનિત શાળામાં ધોરણ 5 સુધીનો સતત અભ્યાસ પૂરો કર્યો હોય અને કોમન એસ ટેસ્ટમાં CM જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ માટે લાયક જણાયો હોય અને તેની જૂની અનુદાનિત શાળામાં ધોરણ 6 માં પ્રવેશ લેવા માંગતો હોય, તો તે પ્રવેશ મેળવી શકે છે અને તેનો ...