ભારતના મહાન વૈજ્ઞાનિકનો જન્મ 30 ઑક્ટોબર 1909માં મુંબઇના પારસી પરિવારમાં થયો હતો.
ભારતના મહાન પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઑક્ટોબર 1909ના રોજ મુંબઇના એક સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો. તેમણે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના જનક કહેવામાં આવે છે. તેમણે દેશના પરમાણુ કાર્યક્રમના ભવિષ્યનો પાયો નાંખ્યો જેના કારણે ભારત આજે વિશ્વના અગ્રણી પરમાણુ સમૃદ્ધ દેશોની લાઇનમાં આવી ગયું છે.
ભારતીય વૈજ્ઞાનિકોને દેશ પરત આવવાની અપીલ કરી હતી.
ભાભાએ જેઆરડી ટાટાની મદદથી મુંબઇમાં 'ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ'ની સ્થાપના કરી અને વર્ષ 1945માં તેના ડાયરેક્ટર બન્યા. દેશના આઝાદ થયા બાદ તેમણે દુનિયાભરમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકોને ભારત પરત આવી જવા માટેની અપીલ કરી હતી.
ભારતીય પરમાણુ ઉર્જા કમિશનના સ્થાપક હતા.
વર્ષ 1948માં ડૉક્ટર ભાભાએ ભારતીય પરમાણુ ઉર્જા કમિશનની સ્થાપના કરી અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.
શાંતિપૂર્ણ કાર્ય માટે પરમાણુ ઉર્જાના ઉપયોગના હિમાયતી હતા
હોમી જહાંગીર ભાભા 'શાંતિપૂર્ણ કાર્ય માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ' ના હિમાયતી હતા. 60ના દશકમાં વિકસિત દેશોનો તર્ક હતો કે પરમાણુ ઉર્જા સંપન્ન થતા પહેલા વિકાસશીલ દેશના બીજા પાસાઓ પર ધ્યાન આપવું જોઇએ. ડૉક્ટર ભાભાએ તેનું જોરદાર ખંડન કર્યુ અને તેઓ વિકાસ કાર્યોમાં પરમાણુ ઉર્જાના ઉપયોગની વકાલત કરતા હતા.
ડૉ.હોમી ભાભા કળાના વિશેષ જાણકાર હતા.
બહુમુખી પ્રતિભાથી નિપુણ ડૉક્ટર ભાભાને નોબેલ પારિતોષિકથી સન્માનિત સર સીવી રામન ભારતના લિયોનાર્દો ધ વિંચી બોલાવતા હતા. ભાભા ન માત્ર મહાન વૈજ્ઞાનિક હતા પરંતુ તેઓ શાસ્ત્રીય, સંગીત, નૃત્ય અને ચિત્રકળામાં વિશેષ રસ ધરાવતા હતા અને આ કળાઓના જાણકાર પણ હતા.
નોબેલ પુરસ્કાર ન મળી શક્યુ.
ડોક્ટર ભાભાને 5 વખત ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ વિજ્ઞાનની દુનિયાના સૌથી મોટું સન્માન આ મહાન વૈજ્ઞાનિકને મળી શક્યુ નહીં. તેમને ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.
ભાભા ભારતને પરમાણુ શક્તિથી સમૃદ્ધ બનાવવા ઇચ્છતા હતા.
ઑક્ટોબર 1965માં ભાભાએ ઑલ ઇન્ડિયા રેડિયો મારફતે ઘોષણા કરી હતી કે જો તેમને છૂટ મળે તો ભારત 18 મહિનામાં પરમાણુ બૉમ્બ બનાવી શકે છે. તેમના અનુસાર ઉર્જા, કૃષિ અને મેડિસિન જેવા ક્ષેત્રો માટે શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જા કાર્યક્રમ શરૂ થવા જોઇએ. તેમણે પંડિત નહેરૂને પરમાણુ કમિશનની સ્થાપના માટે રાજી કર્યા હતા.
ડૉક્ટર ભાભા વ્યવહારમાં સાદગી પસંદ કરતા હતા.
ભાભા 1950થી 1966 સુધી પરમાણુ ઉર્જા કમિશનના અધ્યક્ષ હતા ત્યારે તેઓ ભારત સરકારના સચિવ પણ હતા. કહેવાય છે કે સાદગી ધરાવતા ભાભા ક્યારેય પણ પોતાના પટાવાળા પાસે પોતાનો સામાન ઉચકવા દેતા ન હતા.
વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતુ.
ડૉક્ટર ભાભાનું અવસાન 24 જાન્યુઆરી 1966ના રોજ વિમાન દુર્ઘટનામાં થયુ હતુ. ભારત સરકારે આ મહાન વૈજ્ઞાનિકના યોગદાનને જોતા ભારતીય પરમાણુ રિસર્ચ સેન્ટરનું નામ ભાભા પરમાણુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખ્યુ છે. ડોક્ટર ભાભાના અવસાનને લઇને કેટલાય અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે એર ઇન્ડિયાના જે બૉઇંગ 707 વિમાનમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેને અમેરિકન એજન્સી CIAના ઇશારે ક્રેશ કરાવવામાં આવ્યુ હતુ.