તારીખ :૨૪-૧૦-૨૦૨૩ના દિને ડેબરપાડા પ્રાથમિક શાળા તા.ખેરગામના શિક્ષકનું શ્રી ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ડેબરપાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડી. પરમાર એક ઉત્સાહી શિક્ષક છે. જેઓ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે દર વર્ષે યોજાતી યોગની તાલીમમાં ભાગ લઈ શિક્ષકો અને બાળકોને તેનો લાભ આપવાનો પ્રયત્ન કરે છે. સાથેસાથે તેઓ વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી ઇવેન્ટમાં પણ ભાગ લે છે.
જેમાં પારનેરા ડુંગર, આરોહણ અવરોહણ સ્પર્ધાની પદવી ઉત્તીર્ણ કરી વિશેષ સિધ્ધિ તેમજ પતંજલિ યોગ સમિતિ આયોજિત ૧૦૮ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ ચાપલધરા રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજની ઊગતી પેઢીઓ માટે પ્રેરક, પથદર્શક અને ઉપકારક બની સમાજનું નામ ગૌરવવિન્ત કરવા બદલ તેમને ‘સન્માનપત્ર’અને શિલ્ડ પ્રદાન કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું.
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષક સમાજ દિગ્વિજયસિંહ પરમારને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.