Posts

Showing posts from July, 2024

Dang|Ahwa|Saputara:ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

Image
 રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે : ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ': (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું.  શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી.  સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ અન...

Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ

Image
 Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ  આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હ...

Chhota Udaipur|Chhotaudepur, Pavijetpur|Kawant|Naswadi|Sankheda |Bodeli taluka: છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓનો શુભારંભ

 Chhota Udaipur|Chhotaudepur, Pavijetpur|Kawant|Naswadi|Sankheda |Bodeli taluka :છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓનો શુભારંભ છોટાઉદેપુર, મંગળવાર :: છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત તા.૩૦/૦૭/૨૦૨૪ થી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં શાળાકીય અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ-બહેનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૩૦/૦૭/૨૦૨૪ થી ૦૭/૦૮/૨૦૨૪ દરમિયાન તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટીક્સ જયારે તા.૦૮/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૪ દરમિયાન જિલ્લા કક્ષાએ ચેસ, ફુટબોલ, લોન ટેનિસ, કરાટે, આર્ચરી, સાયકલીંગ(રોડ), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકટ, જીમ્નાસ્ટીક, ટેકવોન્ડો, હેન્ડબોલ, કુસ્તી, સ્વિમિંગ અને ડાઇવીંગ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, યોગાસન, હોકી, જુડો, સાયકલીંગ રોડ (ટ્રેક), બોક્સિંગ, ફેન્સીંગ, શૂટિંગ, વેઈટ લીફટીંગ, સોફ્ટ ટેનિસ, સ્ક્વોશ, નેટબોલ, મલખમ્બ, થાંગતામાર્શલઆર્ટ, ગટકા, ક્લારીપયાટુ, વોટરપોલો, મોર્ડનપેન્ટાથ્લોન, વુશુ, બેઝબોલ, ...

Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ :

Image
Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ : (ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા: ૩૦:  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કલા પ્રદર્શિત કરી કાર્યક્રમને અલંકૃત કર્યો હતો.   સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પૈકી પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી.

Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા

Image
 Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા  “રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેડે પાણી પડે" “સાપુતારા મેઘ મલ્હાર પર્વ ઉજવાય ડાંગના ગિરિમથકે ખળ-ખળ ઝરણા વહ્યા કરે” *“લીલી વનરાજી ખીલી ઉઠી ખેતરે ખેતરે હરિયાળી લહેરાય”* ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. તા.૨૯ જુલાઇ થી ૨૮ ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનારા ફેસ્ટિવલનો લોકોત્સવ અને રંગારંગ કલાકારો દ્વારા શાનદાર અને યાદગાર લોકમાનસ પટલ પર અમી છાપ છોડવામાં આવી છે. અને વરસતા વરસાદમાં યુવાનો અને પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિની એક સે બઢકર એક ઝાંખી અને ગુજરાતનો ગ્લોબલ ગરબો તથા મેર તલવાર નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય આબેહૂબ અને આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. અને ઉપસ્થિત જનમેધનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.  ખુશનુંમા અને આહલાદક વાતાવરણમાં રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેઠે પાણી પડે ગ...

Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો

Image
  Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો  જાપાનનો શૈક્ષણિક પ્રવાસ કરી ઉમરગામના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાનો વિદ્યાર્થી પરત ફર્યો  આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા જાપાનની સૌથી જૂની યુનિવર્સિટીના રિસર્ચ રૂમ એડવાન્સ ટેકનોલોજી નિહાળી વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રોજેક્ટ- સકુરા એક્સચેન્જ પ્રોગામ અંતર્ગત ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થી જૈનિલ યોગેશભાઈ માંગેલાના ‘‘બિચ ક્લિનર’’ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જે સંદર્ભે તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે.    જાપાનના શૈક્ષણિક પ્રવાસમાં જુદા જુદા રાજ્યમાંથી...

Valsad:વલસાડ જિલ્લામાં કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થવા ‘આપદા મિત્રો’ની રિફ્રેશર તાલીમ યોજાઈ

Image
  Valsad:વલસાડ જિલ્લામાં કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થવા ‘આપદા મિત્રો’ની રિફ્રેશર તાલીમ યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ જુલાઈ             ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા સંભવિત કુદરતી આપત્તિના સમયે ઉપયોગી થઈ શકે તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા તથા તાલુકાના હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના કુલ ૩૫૬ જવાનો (આપદા મિત્રો) માટે તા. ૨૭ અને ૨૮ જુલાઈના રોજ સવારે ૯-૩૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મોગરાવાડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમમાં પુરના સમયે પાણીમાંથી બચાવ, સર્ચ ઓપરેશન,  પ્રાથમિક સારવાર, આગ સલામતી, આગના સમયે રાખવાની સાવધાની, આગના પ્રકાર, આગ લાગવાના કારણો, આગ સામે લડવાની પધ્ધતિ, ફાયર સેફ્ટીના સાધનોની વિસ્તૃત સમજ, ફાયર ફાઇટિંગનું ડેમોન્સ્ટ્રેશન, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા ઈઆરકે અને ઈઈઆરઆર કિટનું ડેમોન્સ્ટ્રેશન, હેલ્થ અને રેડક્રોસ સોસાયટીના વિશેષજ્ઞ દ્વારા સીપીઆર તાલીમ અને રિસોર્સ વિશેષજ્ઞ દ્વારા પ્...

Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ.

Image
  Umargam|Valsad: ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મશરૂમ ખેતીની તાલીમ યોજાઈ. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કૉલેજના પ્રિન્સીપલ ડૉ. દિપક ધોબી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસીના કો-ઓર્ડિનેટર ડૉ. ફાલ્ગુની શેઠ અને SQACના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય આધારિત "મશરૂમ ખેતી" તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઈનોવેશન હબના જુનિયર માર્ગદર્શક ગાયત્રી બિષ્ટે વિષય નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને થિયરી તેમજ પ્રેક્ટિકલ દ્વારા તાલીમબદ્ધ કર્યાં હતાં. મશરૂમ ખેતી એ એક એવી તકનીક છે જે ઉદ્યોગસાહસિકતા તરફ દોરી જાય છે અને તે "Earn while learn" શિર્ષક હેઠળ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક હોવાનું કોલેજના આચાર્ય ડો.દિપક ધોબીએ જણાવ્યું હતું. 

About ktuch| Kutch| Bhuj| Mandavi| Mundra|Abdasa|Lakhpat| Nakhatrana| Rapar|Bhachau|Anjar and Gandhidham

About ktuch| Kutch| Bhuj| Mandavi| Mundra|Abdasa|Lakhpat| Nakhatrana| Rapar|Bhachau|Anjar and Gandhidham ktuch વિશે | કચ્છ | ભુજ | માંડવી | મુંદ્રા|અબડાસા|લખપત| નખત્રાણા | રાપર|ભચાઉ|અંજાર અને ગાંધીધામ  ભારતનો સૌથી મોટો જિલ્લો, કચ્છ (કચ્છ), ગુજરાત રાજ્યની સૌથી પશ્ચિમ છેડે આવેલો છે. કચ્છ (કચ્છ)નો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેમાં સિંધુ નદી (3500-1500 બીસી)ના કાંઠે વિકસેલી હરરાપાન સંસ્કૃતિનો સમાવેશ થાય છે. સદીઓથી ઘણી સંસ્કૃતિઓ સિંધ (હવે પાકિસ્તાન), પર્શિયા (હવે ઈરાન), મારવાડ (રાજસ્થાન) અને ગુજરાત જેવા સ્થળોએથી કચ્છ (કચ્છ)માં સ્થાયી થઈ છે. આ પ્રદેશમાં ઘાસના મેદાનો, સારા પાણી હતા અને ખેડૂતો, પશુપાલકો અને ભરવાડોને આકર્ષિત કરતા હતા. આજે કચ્છ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, વિવિધ સમુદાયો અને સુંદર હસ્તકલા માટે જાણીતું છે. કચ્છનો ભૂમિ સમૂહ 45,612 ચોરસ કિમીને આવરી લે છે અને તેનો કિનારો અરબી સમુદ્રમાં 300 કિમીથી વધુ ફેલાયેલો છે. કચ્છની લગભગ 50% જમીન કચ્છ (કચ્છ) નું મહાન રણ (મીઠું રણ) છે. એક સમયે શકિતશાળી સિંધુ નદીનું નદીમુખ હતું તે હવે સપાટ અને ઉજ્જડ છે પરંતુ તે 'કંઈપણ'નો સૌથી સુંદર પ્રદે...

Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod

Image
Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod દાહોદનો ઇતિહાસ | દાહોદમાં શ્રેષ્ઠ સ્થળો | દાહોદનું ઐતિહાસિક મહત્વ  દાહોદ એ ભારતના ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દૂધમતી નદીના કિનારે આવેલું નાનું શહેર છે. એવું કહેવાય છે કે તેનું નામ સંત દધીચી પરથી પડ્યું છે, જેમનો દધુમતી નદીના કિનારે આશ્રમ હતો. દાહોદ પ્રદેશ બાવકાનું ઘર છે, જે દાહોદથી અગિયાર કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત પુરાતત્વીય અજાયબી છે. એવું કહેવાય છે કે પત્થરોથી બનેલું અને કામસૂત્રોના કોતરવામાં આવેલા દ્રશ્યોથી સુશોભિત આ માળખું એક વેશ્યાએ બાંધ્યું હતું. આ આર્કિટેક્ચરલ અજાયબી ચાંપાનેરના મહારાજાના સમૃદ્ધ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેને દાહોદ જિલ્લાના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાન મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત 1093 માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું, અને પછીના બાર વર્ષ સુધી દાહોદમાં પડાવ નાખ્યો. સિદ્ધરાજની પ્રચંડ સેનાએ એક જ રાતમાં છાબ તલાવ (ટોકરી તળાવ)નું નિર્માણ કર્યું. તેની સેનાના દરેક સૈનિકે રાતોરાત એક ત...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj @InfoNavsariGoG @InfoGujarat pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav) July 26, 2024

સાપુતારાનું આકર્ષણ: સાપુતારા ગાર્ડન

સાપુતારાનું આકર્ષણ: સાપુતારા ગાર્ડન   સાપુતારા એ ગુજરાત, ભારતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે. દર વર્ષે ઘણા લોકો રજાઓમાં પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે અહીં આવતા હતા. સાપુતારામાં ઘણા બધા આકર્ષણો છે જ્યાં લોકો તેમનો સમય વિતાવી શકે છે અને ઘણો આનંદ માણી શકે છે. સાપુતારાના બગીચાઓ પણ સાપુતારાના પ્રખ્યાત આકર્ષણો છે. અહીં આ લેખમાં હું તમને સાપુતારાના બગીચા વિશે થોડી માહિતી આપીશ. સાપુતારામાં કુલ 3 બગીચા છે જેમાં લેક ગાર્ડન, રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન છે. તમે આ ત્રણ બગીચા જોવા માટે અડધો દિવસ અથવા આખો દિવસ પસાર કરી શકો છો. રોઝ ગાર્ડન:  શું તમે ફૂલો જેવા છો? જો હા તો તમને આ બગીચો ખૂબ જ ગમશે. ગુલાબનો બગીચો ફૂલોથી ભરેલો છે. ખાસ કરીને તમને આ બગીચામાં વિવિધ પ્રકારના ગુલાબ જોવા મળશે. જેના કારણે આ બગીચાને રોઝ ગાર્ડન નામ આપવામાં આવ્યું છે. આ બગીચાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળામાં અને ઉનાળાની શરૂઆતમાં છે. લેક ગાર્ડન:  લેક ગાર્ડન સાપુતારા તળાવની આસપાસ આવેલ છે. તે સાપુતારામાં ખૂબ જ પ્રખ્યાત પિકનિક સ્પોટ છે. બાળકો માટે લેક ​​ગાર્ડનમાં થોડી રાઈડ છે. તળાવના બગીચામાં ફૂડ કોર્ટ પણ...

સાપુતારા સનરાઈઝ પોઈન્ટ

  સાપુતારા સનરાઈઝ પોઈન્ટ  શું તમે તમારા ઘરમાંથી ઉગતો સૂર્ય જોયો છે? આપણામાંથી ઘણાને સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો જોવાનું ગમે છે. જો તમે તેમાંથી એક છો જેમને આ પ્રકારના સુંદર દ્રશ્યો જોવાનું પસંદ હોય તો સાપુતારા સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યોનો આનંદ માણવા માટે યોગ્ય સ્થળ છે. અહીં આ પોસ્ટમાં હું તમને સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ વિશે જણાવીશ. તમને માહિતી મળશે કે સાપુતારામાં સૂર્યોદય માણવાનો યોગ્ય સમય કયો છે? તમારે સૂર્યોદય સમયે કઈ વસ્તુઓ જોવી જોઈએ? પર્વતની ટોચ પરથી ઉગતા સૂર્યના સુંદર દ્રશ્યનો આનંદ માણવા માટે તમારે સવારે 5:30 વાગ્યે ઉઠવું પડશે અને સૂર્યોદય બિંદુ પર પહોંચવું પડશે. સાપુતારા તળાવથી તમારે 2-3 કિમી સુધી વાહન ચલાવવું પડશે અને પછી તમારી કાર ત્યાં પાર્ક કરવી પડશે. સનરાઈઝ પોઈન્ટથી સૂર્યોદયની સુંદરતાનો આનંદ માણો એટલું સરળ નથી કે ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે તમારે ત્યાંથી 1 કિમી ચાલવું અથવા ટ્રેક કરવાની જરૂર છે. એકવાર તમે પર્વતની ટોચ પર પહોંચી જશો, તમને એવું લાગશે કે તમે સ્વર્ગમાં છો. ત્યાંથી તમે આખા સાપુતારાને પક્ષીની આંખના આકારમાં જોઈ શકો છો. તે એક શ્રેષ્ઠ સ્થળ છે જ્યાંથી...

સાપુતારા તળાવ એ સાપુતારાના સુંદર આકર્ષણોમાંનું એક

સાપુતારા તળાવ એ સાપુતારાના સુંદર આકર્ષણોમાંનું એક સાપુતારા તળાવ એ સાપુતારાના સુંદર આકર્ષણોમાંનું એક છે. તે સાપુતારાની મધ્યમાં આવેલું છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો સાપુતારા તમારી રજાઓનો આનંદ માણવા માટે યોગ્ય સ્થળ છે. અહીં આ લેખમાં તમને સાપુતારા તળાવમાં બોટિંગ વિશેની માહિતી મળશે. અમે બોટિંગ વિશે વાત કરવાનું શરૂ કરીએ તે પહેલાં, તમને જણાવી દઈએ કે સાપુતારા તળાવ એ સાપુતારાનું મુખ્ય આકર્ષણ છે જે સુંદર ઉદ્યાનો અને બગીચાઓથી ઘેરાયેલું છે. સાપુતારામાં નૌકાવિહાર કરવો એ પ્રવાસીઓ માટે અદ્ભુત અનુભવ છે. રજાઓ અને તહેવારોમાં બોટિંગ કરવા માટે તમારે 2-3 કલાક કતારમાં રહેવું પડે છે. સાપુતારા તળાવમાં નજીવા શુલ્ક સાથે બે પ્રકારની બોટીંગ આપવામાં આવે છે. પેડલ બોટિંગ અને સેઇલ બોટિંગ એ બે પ્રકારની બોટિંગ છે. પેડલ બોટમાં માત્ર 2 થી 8 વ્યક્તિઓની ક્ષમતા હોય છે. પેડલ બોટીંગમાં હોડીનું નિયંત્રણ તમારા હાથમાં રહેશે અને હોડી તમારા દ્વારા તળાવમાં પેડલ દ્વારા ચલાવવામાં આવશે. સેઇલ બોટિંગ એક બોટમાં 15 થી 20 વ્યક્તિઓનો ઉપયોગ કરે છે. સેઇલ બોટિંગમાં, બોટિંગનું નિયંત્રણ તમારા હાથમાં રહેશે નહીં. યુગલો અને પરિવારો માટે બોટ દીઠ 2...

નિપુણ વર્ગ સાધન સહાયક સાધન સામગ્રી (ધોરણ ૧,૨)નાં ઉપયોગ માટેનાં ઉપયોગી વિડિયો

Image
   નિપુણ વર્ગ સાધન સહાયક સાધન સામગ્રી (ધોરણ ૧,૨)નાં ઉપયોગ માટેનાં ઉપયોગી વિડિયો _______________________________________ ______________________________________ _______________________________________ _______________________________________ _______________________________________

Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ :

Image
 Dang: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઇ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુર્ણા ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે બ્રહ્મવાદિની સુશ્રી ડો. હેતલ દીદીએ જીવન ઘડતર માટે પાંચ ગુરુઓ વિશેની મહત્તા વિશે સમજણ આપી હતી. જેમાં પ્રથમ માતા પિતા, ગુરુજન, શાસ્ત્રો, પ્રકૃતિ, અને અંત:કરણના અવાજ વિશે ઉડાણપુર્વક સમજ આપી હતી.  ગુરુપુર્ણિમાની ઉજવણી પ્રસંગે આગાખાન સંસ્થાના સહયોગથી વડ,  પીપળા, લીમડા, આમળાં, જાંબુ વિગેરે ૫૦૦ જેટલાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ પૂજનની પહેલ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી કેતન દાદા, શ્રી ધનસુખભાઇ, શ્રી હરિભાઇ, શ્રી કીર્તીભાઇ સહિત ગૃપના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :

Image
ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે : જાહેર હિસાબ સમિતિએ પ્રથમ દિવસે ભેંસકાત્રી, મહાલની મુલાકાત લીધી (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૨૪:  ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તારીખ ૨૪ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે.  ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ભેંસકાત્રી અને મહાલનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.  આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, દક્ષિણના નાયબ...

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

Image
  નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ. તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી. રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ ત...