Courtesy: ebird પક્ષીનો અવાજ સાંભળવા માટે અહીં ક્લિક કરો પીળક પક્ષી : ઈન્ડિયન ગોલ્ડન ઓરિઅલ બર્ડ મનેઘટાદાર વૃક્ષોની વનરાઈ त વચ્ચે સરસ મજાની સિસોટી સંભળાય તો માનજો કે તમે એક સદનસીબ છે, કારણ કે એ સિસોટી વગાડતું પીળક નામનું એ પક્ષી બહુ ઓછાઓને દેખાતું હોય છે. પીળક (ઇન્ડિયન ગોલ્ડન ઓરિઅલ) એ સોનેરી રંગનું ખુબ જ આકર્ષક પક્ષી છે. તે એક અલગ જ પ્રકારનો જાણે સિસોટી વગાડતું હોય એવો ટ્વિઉટુટુ ટુ..ટ્વિ ઉટુટુ ટુ.. ટ્વિઉટુટુ ટુ.. અવાજ કરે છે, જે સાંભળવો ગમે તેવો આહલાદક હોય છે. વચ્ચે વચ્ચે એ ફાટેલો ટવે..ટવે.. એવો પણ અવાજ કરે છે. પીળક એનો માળો બે-ત્રણ પતલી ડાળખીની વચ્ચે ઝુલતો વાડકા જેવો ગોળાકાર બનાવે છે. તે એનો માળો ઘાસ જેવા પાતળા અને સરળતાથી વાળી શકાય એવી સામગ્રીથી ગૂંથે (વણે) છે. પીળકનો માળો પીપળા જેવા ઊંચા ઘટાદાર વૃક્ષો પર હોવાને લીધે તે બહુ ઓછો દશ્યમાન થાય છે. આથી એનાં બચ્ચાં દેખાવાં દુર્લભ હોય છે. તેનો પ્રજનન સમય વસંતઋતુ (ઉનાળો) છે. એટલે કે એપ્રિલ થી ઓગસ્ટ સુધી. નર અને માદા બંને મળીને માળો બનાવે છે અને બચ્ચાને ઉછેરે છે. પીળક સામાન્ય રીતે જ્યાં ઘટાદાર વૃક્ષો હોય જેમ કે જંગલો, વ...