ખેરગામના ભૈરવી ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ; ૧૫૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ ભૈરવી, ખેરગામ : નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ભૈરવી ગામે શનિદેવ મંદિરના પ્રાંગણમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે રૂ. ૩૫ લાખના ખર્ચે નિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રના નિર્માણથી ગ્રામજનોને સામાજિક, ધાર્મિક અને સામૂહિક કાર્યક્રમોના આયોજન માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બન્યું છે. પંચવટી વિકાસ કેન્દ્રમાં અંદાજે ૧૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સામૂહિક કાર્યક્રમો દરમિયાન ઉપયોગી થઈ શકે તે માટે વાસણ કીટ અને ખુરશીઓ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્ર ગામના સામાજિક પ્રસંગો, મેળાવડા અને વિવિધ જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. લોકાર્પણ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવા માટ...
તાલીમ ભવન નવસારી ખાતે CTT ખારેલ દ્વારા બે દિવસીય AI આધારિત પ્રદર્શન યોજાયું. ગૌરી પ્રાથમિક શાળાની અંજનાબેનની ‘મારા ટિફિનમાં શું છે?’ કૃતિએ મેળવ્યો પ્રથમ ક્રમ નવસારી, તા. 30 સપ્ટેમ્બર 2026: CTT ખારેલ દ્વારા તાલીમ ભવન, નવસારી ખાતે તા. 29 અને 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન બે દિવસીય વિશિષ્ટ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અસરકારક ઉપયોગ કરી શિક્ષણ પ્રક્રિયાને વધુ રસપ્રદ, સરળ અને ગુણવત્તાસભર બનાવવાના હેતુથી આ પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનમાં ખેરગામ અને ચીખલી તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ હાઈસ્કૂલના શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ AI આધારિત શૈક્ષણિક કૃતિઓ તથા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. ખેરગામ તાલુકામાં ગૌરી પ્રાથમિક શાળાના શિક્ષિકા અંજનાબેન દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને ટેકનોલોજી સાથે સાંકળતી ‘મારા ટિફિનમાં શું છે?’ કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિએ સમગ્ર પ્રદર્શનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગૌરી પ્રાથમિક શાળા તથા ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. આ ...