Skip to main content

Posts

Showing posts with the label GROUP MARRIGE

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. તારીખ :૦૭/૦૫/૨૦૨૩નાં દિને  શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં  સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. આદિવાસી ધોડિયા સમાજની આર્થિક સ્થિતિ બગડતી હોય છે ત્યારે ધોડિયા સમાજના વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાઈ તેવા સમાજના અગ્રણીઓના અને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા મંડળના સહિયારા પ્રયાસથી રાનકુવા સુરખાઈ  ગામે ૨૫માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું.  જેમાં ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવાહ સંપન્ન કરાયા હતા. સુરત કડોદરાનાં પી.એસ. આઇ. શ્રી રાકેશભાઈ પટેલ તથા તેમનાં ધર્મપત્ની દ્વારા કલશપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમાજના સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા સમૂહ લગ્નમાં યોગદાન આપનારા તમામ દાતાઓનુંસન્માન કરવામાં આવ્યું હતું. તથા સમાજનાં દાતાશ્રીઓના હસ્તે યુગલોને કન્યાદાન કરવામાં આવ્યું હતું. સમાજના દાતાઓશ્રી તરફથી અંદાજિત  ત્રણ લાખ જેટલી રકમ દાન સ્વરૂપે  મળેલ જે બાબત 'સમાજ પ્રગતિ તરફ છે, તેની ઓળખ ઊભી કરે છે.'  ...