Skip to main content

Posts

Showing posts with the label આત્મનિર્ભર શિક્ષક

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્ઠ દૃષ્ટાંત

  દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્ઠ દૃષ્ટાંત. સતત સાત વર્ષ સુધી શિક્ષક તરીકે પુરા ખંતથી નોકરી કરી છેવટે ૨૦૨૧માં પાણીચું મળતાં દાનહના આદિવાસી શ્રમજીવી પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી આફતની સ્થિતિનું થયેલું નિર્માણઃ  હિંમત હાર્યા વગર હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ ધર્મેશભાઈ ભોયાએ સ્વાવલંબી બનવા પોતાના જ્ઞાનનો શરૂ કર્યો ઉપયોગ. આજે સમસ્ત દાદરા નગર હવેલીના આત્મનિર્ભર બનવા થનગનતા યુવાનો માટે પ્રેરણાસ્રોત અને એમ્બેસેડર બની ચુક્યા છે. "જ્યાં ચાહ  ત્યાં રાહ હોય'' એ ઉક્તિને દાદરા નગર હવેલીના કલા ગામ પાસે પટેલપાડાના રહેવાસી શ્રી ધર્મેશભાઈ ભોયાએ અક્ષરશઃ સાચી સાબિત કરી છે. દાદરા નગર હવેલી પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૧૪માં પ્રાથમિક શિક્ષક તરીકે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થયેલા શ્રી ધર્મેશભાઈ  ભોયાને પ્રશાસનના એક આદેશથી ૨૦૨૧માં છૂટો કરાતા તેમના માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સાત સાત વરસ સુધી ખંતથી નોકરી કરી છેવટે પાણીચું મળતાં પોતાના માતા-પિ...