Posts

Showing posts from January, 2024

Khergam: ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન.

Image
      Khergam:  ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન. ખેરગામ તાલુકાના વાડ ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં દિને  ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ કરણસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. ખેરગામ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વિરાણીએ સન્માન કર્યું હતું. ખેરગામના અગ્રણીઓએ પ્રભાતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Khergam: ખેરગામ ખાતે મીની ફાયર ફાઇટરનું ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ.

Image
     Khergam: ખેરગામ ખાતે મીની ફાયર ફાઇટરનું ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ.  તારીખ :૨૭-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ દશેરા  ટેકરી(મહાત્મા ગાંધી સર્કલ ) ખાતે મીની ફાયર ફાઇટરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેની કિંમત ₹ ૩૦ લાખની આસપાસ જાણવા મળી હતી. મીની ફાયર ફાઇટરની ફાળવણી થતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. "હવે પછી ખેરગામના વિસ્તાર આગજની બનાવમાં સત્વરે મદદ મળી શકશે.અને આગજની બનાવને અટકાવી શકાશે." તેવું ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, ખેરગામ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, અગ્રણી ચુનીભાઈ, શૈલેષભાઈ ટેલર, નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ રક્ષાબેન પટેલ, ભૌતેશભાઈ કંસારા ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પ...

Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો.

Image
     Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો. તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો. જેમાં આ શાળામાં શિક્ષણ મેળવેલ દિકરી સંજના પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ દિકરી સદર શાળામાં અભ્યાસ કરી નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જે શાળા માટે ગર્વની બાબત છે. જેમને આજના રાષ્ટ્રીય પર્વના દિને તેમનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  આ રાષ્ટ્રીય પ્રસંગે શામળા ફળિયાનાં આગેવાન શંકરભાઈ પટેલ,એસ.એમ. સીના અધ્યક્ષ કૌશાબેન પટેલ, આશિકીબેનપટેલ,હિતેશભાઈ પટેલ,  સહિત અન્ય સભ્યો, અરવિંદભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, બચુભાઈ પટેલ, અંબુભાઈ પટેલ સહિત અને યુવા આગેવાનોમાં મનોજભાઈ પટેલ, ભાવુ ધોડિયા, અંકિતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચા અને નાસ્તાની સગવડ શાળા તરફથી કરવામાં આવી હતી.

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Image
    Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા ...

Chikhli : રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ BLO ની પસંદગી થવા બદલ વાંઝણાનાં શિક્ષકને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

Image
     Chikhli : રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ BLO ની પસંદગી થવા બદલ વાંઝણાનાં શિક્ષકને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. ચીખલી તાલુકાની  ( રા. વિ. કુમાર વાંઝણા)નાં ઉપ શિક્ષકશ્રી મહેશભાઈ ભગુભાઈ પટેલ રાજ્યભરના તમામ બુથ લેવલ ઓફિસરમાં તેઓ "રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ બુથ લેવલ ઓફિસર" (BLO) તરીકેની પસંદગી થવા પામ્યા છે. જે નવસારી જીલ્લાના તમામ શિક્ષકો માટે ગૌરવની બાબત ગણાય છે. જે માટે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ શ્રી મહેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

National Girl Child Day 2024: રાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ ઉજવવામાં આવે છે?

Image
  National Girl Child Day 2024: રાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ ઉજવવામાં આવે છે? આજે રાષ્ટ્રીય કન્યા દિવસ ભારતમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ૨૦૦૮માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા ભારતીય સમાજમાં છોકરીઓને જે અસમાનતાનો સામનો કરવો પડે છે તે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો ઊજવવામાં આવે છે. જેમાં બાલિકા બચાવો, જાતિ ગુણોત્તર અને છોકરીઓ માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણની રચના વિશે જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં આ દિવસની ઉજવણી ‘એમ્પાવરિંગ ગર્લ્સ ફોર એ બ્રાઇટર ટુમોરો'થીમ સાથે કરવામાં આવી હતી. તેનો હેતુ દેશમાં છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી, કન્યાઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી તથા સ્ત્રી શિક્ષણ, આરોગ્ય અને પોષણના મહત્ત્વ અંગે જાગૃતિ વધારવી. આ દિવસે વિવિધ રાજ્યોમાં બાળ કન્યાને પુરસ્કૃત પણ કરવામાં આવે છે.

Gandhinagar : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગર દ્વારા ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ પારિતોષિકની યાદી જાહેર કરવામાં આવી.

Image
    Gandhinagar : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગર દ્વારા ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ પારિતોષિકની યાદી જાહેર કરવામાં આવી. તારીખ ૧૬-૦૧-૨૦૨૪નાં રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 'ચાણક્ય', ગુ.રા.પ્રા.શિ.સંધ, શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, ગાંધીનગર  દ્વારા ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ પારિતોષિકની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 'ચાણક્ય', ગુ.રા.પ્રા.શિ.સંધ શૈક્ષણિક સંશોધન કેન્દ્ર, દ્વારા પરમ પૂજ્ય વંદનીય મોરારીબાપુની સેવામાં સાદર સાષ્ટાંગ પ્રણામ સહ   નીચે દર્શાવેલ કુલ ૩૫ શ્રેષ્ઠ શિક્ષકોની ચિત્રકૂટ પારિતોષિક-૨૦૨૩ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના લાખો પ્રાથમિક શિક્ષકોને આપશ્રી અને ચિત્રકૂટ આશ્રમ દ્વારા જે રીતે પ્રોત્સાહિત કરો છો તે શિક્ષકો માટે ગૌરવ સમાન લેખાવીએ છીએ. આપશ્રીના આશીર્વાદ ગુજરાતના પ્રાથમિક શિક્ષણના વિકાસમાં અમીને મોટુ પ્રેરકબળ પુરૂ પાડે છે. પ્રભુ શિક્ષકોની શક્તિઓમાં વધારો કરે અને આપશ્રીએ કંડારેલી કેડીથી પ્રેરણા લઈ અમો પ્રત્યેક બાળકમાં "રામ" અને "કૃષ્ણ"નું દર્શન કરતા કરતા વશિષ્ઠ અને સાંદિપની બની જવાની વાત ગુજર...

Khergam: ખેરગામ રામજી મંદિર ખાતે અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો.

Image
 Khergam: ખેરગામ રામજી મંદિર ખાતે અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો.  તારીખ : ૨૨-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ રામજી મંદિર ખાતે અયોધ્યા ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્રીરામના દર્શન કરી  મહાપ્રસાદના આયોજન અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત તમામ પક્ષના હોદ્દેદારો સાથે મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા હતા. જેમાં ખેરગામ ગામના અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને આ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. જેવું માનનીય વડાપ્રધાનશ્રીનું  લાઈવ પ્રસારણ થયું કે લોકોએ તરત તાળીઓથી વધાવી લીધું હતું અને જય શ્રીરામના નારા સાથે આ કાર્યક્રમને  હર્ષોલ્લાસથી વધાવ્યો હતો.પૂરા પ્રસારણ દરમ્યાન લોકોએ આ કાર્યક્રમને શાંતિથી નિહાળ્યો હતો.  ખેરગામના તમામ ઘરોની આગળ શ્રીરામનો ધ્વજ લગાવી શ્રીરામની પધરામણીને દિવાળીના પર્વની જેમ ઉજવ્યો હતો.  આજના આ પ્રસંગે મહાપ્રસાદન...

Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા.

Image
  Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા. નવસારી જિલ્લા ખેલ મહાકુંભ 2024 ખેરગામ તાલુકાનું એથ્લેટીકસ રમતનું આયોજન જનતા માધ્યમિક હાઇસ્કુલ ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. અંડર ઈલેવન ભાઈઓની 50 મીટર દોડમાં અંશ મનોજભાઈ પટેલ પ્રથમ ક્રમ અને બહેનોની 50 મીટર દોડમાં કાવ્યા વિજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને બ્રોડ જમ્પમાં આયુષી સંજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે અંડર નાઈન 30 મીટર દોડમાં આર્યન વિજયભાઈ પટેલ તૃતીય ક્રમ મેળવી ખેલાડીઓએ શાળાને સિદ્ધિ અપાવી હતી.  ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર,ખેરગામ બીટ  નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, શાળાનાં આચાર્યશ્રી અશોકભાઈ પટેલ અને શાળાના સ્ટાફ મિત્રોએ ખેલાડીઓના રમતના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ.

Image
                        Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ. " સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ " વસરાઈ તા. મહુવા ખાતે પ્રથમ વખત ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગનું આયોજન દિશા ધોડિયા સમાજ ના સ્પોર્ટસ યુનિટદ્વારા કરવામાં આવ્યુ હતું. ધોડિયા સમાજ નાં સુરત તાપી નવસારી વલસાડ વ્યારા વાંસદાના શ્રેષ્ઠ દસ ટીમના ખેલાડીઓ નું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન ટીમો દ્વારા થયું હતું જેમાં બોરીયા ગામનાં પ્લેયર વિશાલ શંકર ભાઈ પટેલનું સ્વિમિંગમાં નેશનલ સુધી બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરાયું હતું . મહુવા તાલુકાનું બોરીયા એક એવું ગામ છે. જે સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ ગામમાંથી સ્પોર્ટ્સ ટેલેન્ટ થકી કેટલાય યુવાનોને નોકરી લાગી છે. અને સ્પોર્ટસ કલ્ચર વિકસાવવામાં બહુ મોટો ફાળો છે. એવી યુવા પ્રતિભાનું સન્માન થયું હતું. ટુર્નામેન્ટમાં સાગર કોસંબા ની ટીમ ચેમ્પિયન અને સુપર પાવર ખરોલીની ટીમ રનર્સ અપ બની હતી મોન્ટુ કોસંબા બેસ્ટ શુટર અને બેસ્ટ ડીફેન્ડર જીગ્નેશ બોરીયા થયા હતા. આટીમ અને પ્લેયરને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારનાં આગેવાનો શ્રી રાકેશભાઈ ...

Gandevi : અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

Image
   અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ. અમલસાડ સરી કન્યાશાળા-૧ એ શિક્ષણ જગતમાં આગવી પહેલ પહેલ શરૂ કરી છે. જેઓ એક વર્ષથી 'પારિજાત' નામનું સામયિક ચલાવે છે. જેના સંપાદક મંડળના સભ્યો  શાળાનાં બાળકો છે. જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે.  શાળાનાં આચાર્યશ્રી અજુવેન્દ્રભાઇ પટેલનાં જણાવ્યા અનુસાર  'પારિજાત'  ઈ- સામાયિક અને સોફ્ટ કોપી (અંક)  એમ બન્ને પ્રકારે વાચકો‌ સુધી પહોંચાડવામાં આવે છે.  આ સામાયિકની સોફ્ટ કોપી(અંક)ના  માસિક લવાજમ ફી ૨૦ રુપિયા પ્રમાણે ૧૦ માસની વાર્ષિક ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ૧૦ અંક માસવાર છાપવામાં આવે છે આ સામયિકના કુલ આઠ(૮) પેજ છે. કુલ 50 હાર્ડ કોપી શાળાના એસએમસી સભ્યો, વાલીઓ તાલુકાના અન્ય શાળાના મુખ્ય શિક્ષકશ્રી તાલુકા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને હાર્ડ કોપી દર માસે મોકલવામાં આવે છે.સભ્ય સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને વધતી જાય છે સૌપ્રથમ 25 અંક થી શરૂઆત કરી હતી જે આજે 50 અંક સુધી પહોંચી છે. આ સામયિક...

મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું.

Image
 મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું. 74 ગામોમાં વસવાટ કરતા પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મરલા (ભાવજી ફળિયા) ગામે ધોડિયા સમાજના વળવી ગરાસિયા કુળનું 25મું (રજત જયંતિ વર્ષ) વાર્ષિક સ્નેહ મિલન સંમેલન કુળના પુત્રવધુ ડૉ. અમીયાબેન અર્પણભાઈ- પ્રમુખ અને ગોલ્ડમેડલ મેળવનાર ધનુબેન નિમલભાઈ- ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયું.  કુળના મહાનુભાવોનું સ્વાગત શૈલેશભાઈ રણછોડભાઈના ઘરેથી સંમેલનના સ્થળ સુધી વાજતે ગાજતે અને કુળ પરિવારના સભ્યોનું સ્વાગત બાળાઓએ ગીત અને આદિવાસી નૃત્ય દ્વારા સૌને અભિભૂત કરી દીધા હતા.આ સંમેલન વળવી ગરાસિયા કુળના પ્રમુખ બાલુભાઈ નવલાભાઈ, ઉપપ્રમુખ અમ્રતભાઈ નિછાભાઈ ગોપાળભાઈ નારણભાઇ સંમેલન સફળ રીતે યોજાયું હતું.આ સંમેલનમાં વળવી ગરાસિયા કુળના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વ્યક્તિઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતાં. સમગ્ર વળવી ગરાસિયા કુળના 74 ગામોમાં વસવાટ કરતા પરિવારોએ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

Image
    સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.  વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા, બંને વિદ્યાર્થી જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પારડીના ખેરલાવની શાળાના વિદ્યાર્થીના ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ અને ઉમરગામના ફણસાના વિદ્યાર્થીના ‘‘બીચ ક્લિનર’’ પ્રોજેક્ટની દિલ્હીથી પસંદગી થઈ.    હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે લાઈફ સેવિંગ વિન્ડો અને સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ માટે બીચ ક્લિનર ઉપયોગી થઈ શકે   સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી, વલસાડના બે અને મહેસાણાના એક વિદ્યાર્થીનો સમાવેશ. ‘‘એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે’’. આ વિધાનને વલસાડ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બે બાળકોએ યથાર્થ ઠેરવ્યુ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જિયાંશ અને ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરા જૈનિલની કેન્દ્ર સરકારના ‘‘ઈન્સ્પાયર એવોર્ડ’’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના પ્રોજેક્ટની પસંદગી થઈ છે. આ બંને બાળકો આગામી મે માસમાં જ...

સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઇ.

Image
      સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી  કરાઇ. ૧૩-૧ -૨૦૨૪ શનિવારના દિને સુરત જિલ્લાના વસરાઇ તા.મહુવા મુકામે દ્વિતિય આદિવાસી સાંસ્કૃતિક વારસાનાં નૃત્યોની ઝલક દ્વારા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પચાસ હજારથી વધારે માણસોની હાજરીએ યોજાયેલ કાર્યક્રમમાં આસામ -લેહ લદાખ - છત્તીસગઢ - રાજસ્થાન- મહારાષ્ટ્ - મધ્યપ્રદેશ -તેલંગાણા - ગુજરાતની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો.  પારંપરીક વસ્ત્રો પરિધાન વાદ્યો અને ટ્રેડીશનલ નૃત્યો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેશભરના ટ્રાઇબલો ની સ્થિતિ અને સામુદાઇક સ્વાવલંબન થીમ પર યોજાએલ કાર્યક્રમ માં રાજસ્થાન દિલ્હી પશ્ચિમ બંગાળા ઓરિસ્સા તેલંગાના મધ્યપ્રદેશ જેવા ૧૪ રાજ્યોના પ્રતિનિધિમંડળો વચ્ચેનો સંવાદ અને વકતવ્યો દ્વારા સંસ્કૃતિક  આદાનપ્રદાન  દ્વારા આદિમ જીવનમૂલ્યો  કેન્દ્રમાં આખો કાર્યક્રમ આદિવાસીઓનાં શાંત અલગ અને સંઘર્ષપૂર્ણજીવન સાથે જીવન વિતાવે છે. અને ભવિષ્યનાં પડકારો આ વિષય સંવાદસાથે કાર્યક્રમપૂર્ણ થયો હતો. કાર્યક્રમનાં સ્થળે એકદિવસ માટે માત્ર ટ્રેડીશનલ ખાવાનું એ ભ...

ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું.

Image
    ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા  ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું. ખેરગામ દાદરી ફ. ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મયુર બ્લાસ્ટર  અને દિપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો  જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી  આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલી બા દાંત દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઇલ તરફથી ફાઇનલમાં આવેલા દરેક ખેલાડીને ગીફ્ટ  આપવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા  બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટીશર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવ્યેશભાઈ પટેલ અને ઝલર્ક સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને પ્રસર્ગોની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મોલ શ્રી હરી ડેરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાન દિપક પટેલ  જણાવ્યું હતું જેટલા ભાવી મિત્રોએ આ ટુર્નામેન્ટમાં સા...