Skip to main content

Posts

Showing posts with the label khergam news

KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

 KHERGAM|BAHEJ PR.SCHOOL:  ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા. 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પા...

Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Khergam news : ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન  યોજાયું. તારીખ 12-09-2024નાં દિને ખેરગામ તાલુકાની  ખેરગામ કુમાર શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં ખેરગામ સી.આર.સી.માં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ ૨ પરિવહન અને સંચાર, વિભાગ 3 પ્રાકૃતિક ખેતી, વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનની કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિજેતા કૃતિઓમાં ખેરગામ કુમાર શાળા, ખેરગામ કન્યા શાળા, વાડ મુખ્ય પ્રાથમિક શાળા, ખાખરી ફળિયા પ્રાથમિક શાળા  અને વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.  આ  ગણિત વિજ્ઞાન  પ્રદર્શનમાં ખેરગામ સીઆરસી/HTAT કિરીટભાઇ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, કન્યાશાળા HTAT ભરતભાઈ સુથાર, બહેજ સીઆરસી/HTAT અલ્પેશભાઈ પટેલ, ખેરગામ સીઆરસીના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલ તમામ કૃતિના બા...