Skip to main content

Posts

Showing posts with the label shala praveshotsav 2023

રાઘવા ફળિયા વાવ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

    તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને રાઘવા ફળિયા વાવ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો. જેમાં વેણ ફળિયા પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થાય છે. રાઘવા ફળિયાના પાંચ બાળકો અને વેણ ફળિયા એક  બાળક મળી કુલ ૬ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય કિરણભાઈ પટેલ તરફથી  દરેક બાળકને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી બિન્નીબેન, રાઘવા પ્રા.શાળા smc અધ્યક્ષ શ્રી પંકજભાઈ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઉમેશભાઈ,  રાઘવા ફળિયા અને વેણ ફળિયાનાં SMC ના સભ્યો અને વાલીઓ હાજર રહ્યાં હતાં.

વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

    તારીખ :૧૨-૦૬-૨૦૨૩નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવસારી જિલ્લા અને શિક્ષણ ભવનનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના હસ્તે શૈક્ષણિક કીટ દ્વારા ૧૩ બાળકોને પ્રવેશ આપવાની શુભ શરૂઆત કરી ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.  એક દાતાશ્રી તરફથી શાળામાં ભણતા તમામ ૪૭ બાળકોને બેગ સ્વરૂપે અંદાજિત 16000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખેરગામ સી.આર.સી.કો-ઓર્ડનેટર ભાવિકાબેન પટેલ ગામનાં સરપંચશ્રી પંકજભાઈ  નાયક, ગ્રામ પંચાયતનાં સભ્યો, એસ.એમ.સી.નાં અઘ્યક્ષ અજયભાઈ નાયક તથા સભ્યો, આંગણવાડી કાર્યકરો,વાલીઓ હાજર રહ્યા હતાં. શાળા પરિવારે ઉપસ્થિત તમામ મહેમાનો અને દાતાશ્રીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવાયો.

                                    તારીખ 13.06.2023ના રોજ પ્રાથમિક શાળા વાડ મુખ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી...જેમાં વાડ ગામના પ્રથમ નાગરિક અંજલીબેન સરપંચની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં.. તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મચારી, ગામના અગ્રગણ્ય વ્યકિત અને જેને દાતાર કહી શકાય એવા દિનેશભાઈ તથા ચેતનભાઈ, આંગણવાડીના કાર્યકર તથા બાળકો...ની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો...  જેમાં સરપંચ શ્રી તરફથી બાલવાટિકામાં   પ્રવેશ પામેલ 16 બાળકો ને કીટ આપવામાં આવી તેમજ શાળાના સ્ટાફમાં બેન શ્રીમતી જાગૃતિબેન અને મનીષાબેન તરફથી બેગ આપવામાં આવી તેમજ ધોરણ 1થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવેલ બાળકોને શાળા સ્ટાફ તરફથી કીટ આપી અભિવાદન કરવામાં આવ્યું , તેમજ cet ની પરીક્ષામાં મેઘાબેન કમલેશભાઈ પટેલ ને મેડલ પેહરાવી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું,ત્યારબાદ દિનેશભાઈ તરફથી તમામ બાળકો ને મફત નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર વતી ત...

ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

   કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનાબીજા દિવસે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવે બાળકોના શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. શિક્ષકો બાળકોને પાયાનું શિક્ષણ મજબૂત બનેતેવા પ્રયત્નો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે.ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે બાળક સમાજના મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે. પ્રારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કિટ, કંપાસ બોક્સ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરી હતી. ખેરગામ તાલુકાની આછવણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૯ બાળકો, નીચલી બે...

ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

                                         તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને  ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.જેમાં  ગુજરાત રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,ગાંધીનગર વિભાગમાંથી  શ્રી આર. કે. મોદી સાહેબ , જિલ્લા કક્ષાએથી નવસારીનાં પી. આઈ.  શ્રી કે.એલ.પટની સાહેબ, ખેરગામ તાલુકાના પી.એસ.આઈ. શ્રી પઢિયાર સાહેબ ઉપસ્થિત રહી શાળાનાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આર. કે. મોદી સાહેબ બાલવાટિકાનાં બાળકો માટે સ્પેશિયલ ગાંધીનગરથી શૈક્ષણિક કીટ લાવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમમાં તા. પ.પ્રમુખશ્રી રક્ષાબેન  પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લીનાબેન, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, પત્રકાર મિત્રો, એસ,એમ,સી.સભ્યો,  લાયઝન  કિરીટભાઈ પટેલ, ખેરગામ બી,આર,સી. વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો.

પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

   તારીખ -૧૪-૦૬-૨૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. જેમાં બાલવાટિકાનાં ૧૦ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતી. તેમજ આંગણવાડી બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રક્ષાબેન પટેલ તથા નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ તરફથી પ્રવેશ પામેલા તમામ બાલવાટિકાનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા સંચાલનમાં પડતી અગવડતા વિશે ચર્ચા કરી તેના માટે ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી ઉમેશભાઈ પટેલ,  ગુલાબભાઈ પટેલ, ભગુભાઈ પટેલ,રાકેશભાઇ પટેલ, એસ.એમ.સીના સભ્યો, વાલીગણ વગેરે હાજર રહ્યાં હતાં.