Posts

Showing posts from October, 2024

વાંસદાના ચેતનભાઈ ભગરિયા: કચ્છ-ભૂજમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા બાદ હવે નેશનલ સ્પર્ધામાં જીતના સપના.

Image
 વાંસદાના ચેતનભાઈ ભગરિયા: કચ્છ-ભૂજમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા બાદ હવે નેશનલ સ્પર્ધામાં જીતના સપના. વાંસદા તાલુકાના કેલીયા ગામનાં આદિવાસી ખો-ખો પ્લેયર  ચેતનભાઈ ભગરિયાએ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કચ્છ-ભૂજ ખાતે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.  વાંસદાના આદિવાસી યુવાન ચેતનભાઈ ભગરિયાની આ સિદ્ધિ તેમના માટે અને સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. ચેતનભાઈની આ સફર અને મહેનત એ બતાવે છે કે આદિવાસી સમાજના યુવાનોમાં પ્રતિભા અને ક્ષમતાનો અભાવ નથી, તેમણે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતા આગળ વધવાની અપાર તકો છે. કચ્છ-ભૂજમાં યોજાયેલ રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ચેતનભાઈએ લાંબીકુદમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર તથા 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા. તેમની આ સિદ્ધિથી વાંસદાના આદિવાસી યુવાનોને પ્રેરણા મળી છે અને તે યુવા પેઢી માટે ઉદાહરણરૂપ બની છે. તેઓ હવે નેશનલ સ્તરે દિલ્હીમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે, જ્યાં આ ક્ષેત્રના નમ્રતાના ઝંડી લહેરાવી શકે તેવી આશા છે. તેમની આ સિદ્ધિ માટે કોચ એફ.બી. મિર્ઝા અને ગામના રહેવાસીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Image
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

ખેરગામના દોડવીરોની નાસિક નેશનલ ચેમ્પિયનશીપમાં સિદ્ધિ: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન.

Image
 ખેરગામના દોડવીરોની નાસિક નેશનલ ચેમ્પિયનશીપમાં સિદ્ધિ: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન. તા 25/10/2024 થી તથા 27/10/2024 દરમિયાન મહારાષ્ટ્ર  નાસિકના મીનાતાઈ બાલ ઠાકરે સ્ટેડિયમ ખાતે 3rd NATIONAL VETERANS SPORTS CHAMPIONSHIP 2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ તથા ઈન્ટરનેટ નેશનલના ખેલાડીઓએ ભાગ લીધો હતો . જેમાં ખેરગામ તાલુકામાંથી બાબુભાઈ સામજીભાઈ પટેલ ST નિવૃત કર્મચારી (વાળી ફળિયા નાધઈ) 800મી.દોડમા પ્રથમ નંબર મેળવી એક ગોલ્ડ મેડલ, 1500મી દોડ-તથા  400મી દોડ મા બીજો નંબર મેળવી બે સિલ્વર મેડલ -200મી- દોડમાં ત્રીજો નંબર મેળવી એક બ્રોન્ઝ મેડલ , મણિલાલ લલ્લુભાઈ પટેલ નિવૃત શિક્ષક ગાંધીનગર સોસાયટી ખેરગામ (ભૈરવી) 5000મી.દોડ બીજો નંબર (નં -2) મેળવી એક સિલ્વર મેડલ તથા પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ (પોમાપાળ) નગીનદાસનગર ખેરગામ(બહેજ પ્રા.શા.) 400મી તથા 800મી દોડમાં પ્રથમ નંબર મેળવી બે ગોલ્ડ મેડલ તથા લાંબી કૂદ તથા ત્રિપલજંપમા ત્રીજો નંબર મેળવી  બે બ્રોન્ઝ મેડલ મેળવી ખુબ જ સુંદર દેખાવ કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું. પ્રવિણભાઈ પટેલે બે ગોલ્ડ મેડલ, બે ...

સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે - 'બરડા વન્યજીવ અભયારણ્ય'

Image
સાસણ ગીર સિવાય હવે 'એશિયાઈ સિંહો'નું બીજું નવું રહેઠાણ એટલે - 'બરડા વન્યજીવ અભયારણ્ય' દેશભરના પ્રવાસીઓ માટેના નવીન આકર્ષણ એવા 'બરડા જંગલ સફારી' ફેઝ-૧નો વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાના હસ્તે ધનતેરસના પાવન પર્વે કરાશે શુભારંભ- વાઈલ્ડલાઈફ પી.સી.સી.એફ શ્રી એન. શ્રીવાસ્તવ દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે તા. ૨૯.૧૦ના રોજ બપોરે ૨.૦૦ કલાકે યોજાશે લોકાર્પણ કાર્યક્રમ આ પ્રસંગે જામનગર સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરના ધારાસભ્યશ્રીઓની રહેશે પ્રેરક ઉપસ્થિતિ બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર- ટેકરીઓથી સુસજ્જિત  આશરે ૧૯૨ ચોરસ કિ. મી  વિસ્તાર અભયારણ્ય માટે આરક્ષિત *• આ અભયારણ્યમાં ૩૬૮  વનસ્પતિની પ્રજાતિ જેમાં સૌથી વધુ ૫૪ ટકા ક્ષુપનું પ્રમાણ જોવા મળે છે* • સિંહની સાથે દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી, સસલા વગેરે વન્યજીવોનું રહેઠાણ ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણું ઉમેરવા જ‌ઈ રહ્યું છે.આગામી ધનતેરસના દિવસે તા.૨૯ ઓકટોબરના રોજ મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ ...

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

Image
 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Surat news : ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો.

Image
Surat news : ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ યોજાયો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને આયોજિત પદવીદાન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને આચાર્યશ્રી મહાશ્રમણજીની પ્રેરક ઉપસ્થિતિ ----- ૧૫ વિદ્યાશાખાઓના ૨૬૧૧ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત --------  જીવનમાં હંમેશા પ્રથમ આવવું એ જ મહત્વનું નથી, પરંતુ શ્રેષ્ઠ બનવું, સક્ષમ, જવાબદેહ અને વ્યાવહારિક બનવું એ લક્ષ્ય હોવું જોઈએ: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ --------  યુનિવર્સિટીમાં મેળવેલા જ્ઞાન અને સફળતાને સમાજ અને રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગી બનાવવાનો અનુરોધ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા -----  વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં યુનિ.સંલગ્ન ૧૫ કોલેજોના આર્કિટેક્ચર, રિસર્ચ (પીએચડી), વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ, એજ્યુકેશન (એમડી), એજ્યુકેશન (બી.એડ), એન્જિયરીંગ, આર્ટસ, મેનેજ...

Rajpipla news : શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ DLSS ની વિદ્યાર્થીનીઓએ વોલીબોલ ટુર્નામેન્ટ થકી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

Image
Rajpipla news : શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ DLSS ની વિદ્યાર્થીનીઓએ વોલીબોલ ટુર્નામેન્ટ થકી જિલ્લાનું ગૌરવ વધાર્યું. મહેસાણા ખાતે (પાંચોટ) યોજાયેલ SGFI રાજ્ય કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં અન્ડર-U-17 નર્મદા ગર્લ્સએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. રાજપીપલા, શનિવાર:- નર્મદા જિલ્લાનાની શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ DLSS વડીયા રાજપીપલામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલની રમતમાં શાળા કક્ષાએ પગરવ માંડતા-માંડતા તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની રમતમાં પસંદગી પામીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ખૂબ જ ઉજ્જવળ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તા.૨૫ ઓક્ટોબરના રોજ મહેસાણા (પાંચોટ) ખાતે યોજાયેલ  SGFI રાજ્ય કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં અન્ડર-U-17 નર્મદા ગર્લ્સએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. વિજેતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ તાલીમ District level sports school (DLSS) કોચ લતાબેન અને ટ્રેનર્સશ્રી આશિષભાઈ પાસે મેળવી છે. આ સિધ્ધિ બદલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલશ્રી, શાળાના આચાર્યશ્રી જીગેશભાઈ પટેલે અભિનંદન પાઠવી ભવિષ્યમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છા...

Dang news : ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગે વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસની ઉજવણી કરી.

Image
 Dang news : ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગે વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસની ઉજવણી કરી. (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના (WCSI) સંયુકત ઉપક્રમે તા ૨૪ ઓકટોબર ૨૦૨૪ ના રોજ કિલાદ કેમ્પસાઇટ ખાતે વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસની ઉજવણી કરી હતી.  દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા અધિક્ષક શ્રી બોટાનિકલ ગાર્ડન-વઘઇ શ્રી ડી.કે.રબારીના માર્ગદર્શન હેઠળ વાંસદા નેશનલ પાર્કના કાર્ય વિસ્તારમાં આવેલ કિલાદ કેમ્પસાઇટ ખાતે Forest Owlet Conservation Day (વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસ) ની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગનો સ્ટાફ તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના (WCSI) પ્રોજેક્ટ મેનેજર શ્રી કૌશલભાઇ પટેલ તથા બર્ડ વોચરના નિષ્ણાંત શ્રી મિતુલ દેસાઇ, શ્રી મહમદભાઇ તથા આસપાસના વિસ્તારના બર્ડ વોચરો ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક બર્ડ વોચરોએ પોતાના અનુભવો તથા બર્ડ વોચીંગની સમજુતી આપી હતી. કાર્યક્રમના અંતે ડાંગ...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Image
 Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામો...

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

Image
 રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગ...

Dang news : ડાંગ જિલ્લા સંકલન સમિતિમા કલેકટરશ્રીએ ‘પ્રોજેકેટ દેવી’ અને ‘પ્રોજેક્ટ સંવેદના’ના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો :

Image
 Dang news : ડાંગ જિલ્લા સંકલન સમિતિમા કલેકટરશ્રીએ ‘પ્રોજેકેટ દેવી’ અને ‘પ્રોજેક્ટ સંવેદના’ના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો : સંવેદનશીલ અભિગમ સાથે કલેક્ટર શ્રી મહેશ પટેલે પ્રજાજનો સાથે સંવાદ સાધી સમસ્યા નિવારણ સાથે આસ્વસ્ત કર્યા : - ભોગ બનાર વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમા લાવી પ્રજા સાથે સરકારનો હકારાત્મક અભિગમ પ્રસ્થાપિત કરવાનો કરાયો પ્રયાસ : - ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા દ્વારા શરૂ કરાયેલ ‘પ્રોજેકટ દેવી’ ને રાષ્ટ્રિય કક્ષાના સ્કોચ એવોર્ડથી સ્માનિત કરાયો છે. : - ગુજરાત વિધાનસભામા રજુ થયેલા કાળો જાદુ અટકાવવા અને તેના નિર્મૂલન વિધેયકમા ડાંગના ‘પ્રોજેકટ દેવી’ ની મહત્વની ભુમિકા : - (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા:૧૯ : ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંકલન સમિતિની બેઠકમા, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે ‘પ્રોજેકેટ દેવી’ અને ‘પ્રોજેક્ટ સંવેદના’ અંતર્ગત પ્રજાભિમુખ સંવેદનશીલ અભિગમ દાખવી, જિલ્લાના અલગ અલગ વિસ્તારના ભોગ બનનારા લોકો સાથે સિધો સંવાદ સાધી, તેમની આપવિતી જાણી હતી. અસરગ્રસ્ત લોકોના દુ:ખ અને પ્રશ્નો જાણી કલેક્ટરશ્રીએ, ત્વરિત પ્રશ્નોનુ નિરાકરણ લાવી,...

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

Image
                  Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે. મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપ...

Khergam news: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
 Khergam news: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું. જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું. તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખેર...

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા(ખેરગામ) ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવાયો.

Image
શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા(ખેરગામ) ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ 18-10-2024નાં દિને આ શાળાનો 41મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ શાળાની સ્થાપના તારીખ 18-10-2024નાં દિને સ્વ.રમણભાઈ દેવજીભાઈ પટેલ(પૂર્વ સરપંચ) ના હસ્તે થઈ હતી. આજના દિને તેમને અચૂક યાદ કરવા પડે કારણ કે આ ફળિયાનાં બાળકોને અવાવરું પગદંડી રસ્તે વેણ ફળીયા પ્રાથમિક શાળામાં જવું પડતું હતું.જે તેમના ધ્યાને આવતા તેમણે વેણ ફળિયામાં જ (પહાડ ફળીયા પ્રાથમિક શાળા નામે) બીજી વર્ગ શાળા શરૂ કરાવી હતી. આજે આ શાળામાં 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને ત્રણ શિક્ષકોનું મહેકમ છે.જેમાં મુખ્ય શિક્ષક તરીકે બબીતાબેન પટેલ સહિત ધર્મેશભાઈ પટેલ અને નીલમબેન પટેલ ફરજ બજાવે છે.  View this post on Instagram A post shared by @khergam_news_updates  શાળા સ્થાપના દિવસની ઉજવણીમાં એસએમસી અધ્યક્ષ શ્રીમતી શીતલબેન પટેલના હસ્તે કેક કાપી  કરવામાં આવી હતી. જેમાં વેણ ફળિયાનાં નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી.પટેલ, નિવૃત્ત કેન્દ્ર શિક્ષકશ્રી જેસિંગભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ,વેણ ફળીયા વર્...

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...