વ્યક્તિની યોગ્યતાનો માપદંડ કયો હોઈ શકે ?
ચિંતનઃ આપણા વડીલોનો અભ્યાસ કાંઈ ખાસ નહોતો, પરંતુ તેમનું વ્યવહારું જ્ઞાન અદ્ભુત હતું વ્યક્તિની યોગ્યતાનો માપદંડ કયો હોઈ શકે ? બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જોઈને હરખાતાં માતા - પિતાએ જરા એ પણ જોઈ લેવું જોઈએ કે એની પાસે સામાન્ય વ્યવહારું જ્ઞાન કેટલું છે. - ડો. જય વશી ઘણીવાર પ્રશ્ન થાય માણસની યોગ્યતાનો માપદંડ કયો ? એની ડિગ્રી કે પછી એનું પદ ? જેની પાસે પદ અને પૈસો છે એને લાયક માનવું કે પછી જે શિક્ષિત છે જેની પાસે ઉચ્ચ અભ્યાસની ડિગ્રી છે એને લાયક માનવું. બાહ્ય રીતે યોગ્ય લાગતો માણસ લાયક ન પણ હોય શકે. શિક્ષિત વ્યકિત યોગ્ય હોય જ એ માની લેવું ભૂલભરેલું છે. શૈક્ષિણક લાયકાત અને માણસની માણસ તરીકેની યોગ્યતાને એકબીજા સાથે કોઈ જ લેવાદેવા નથી.સમાજે થોપી દીધેલા આધારોને લઈને માણસને લાયક કે નાલાયક ઘણી લેવો એ વાત સાવ ભૂલભરેલી છે. સામાન્ય રીતે નોકરી વખતે જે તે કામના અનુસંધાનમાં શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે. જેવું કે જો હિસાબકિતાબનું કામ કરવાનું હોય તો કોમર્સ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. એ જ રીતે ઈજનેરી ક્ષેત્રે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ અને એ અભ્યાસને લગતા...