સતત શીખતાં રહેવું અને તેના થકી પોતાને કે પોતાની કંપનીને કે કંપનીમાં જે પ્રક્રિયાઓ માટે તમે જવાબદાર હોવ તેને સુધારતા રહેવું એક સારા મેનેજરની નિશાની છે. એક પ્રચલિત કહેવત ‘વી રિપીટ વ્હોટ વી ડોન્ટ રિપેર’ - જે ભૂલોની સુધારણા આપણે નથી કરતા તેનું હંમેશા આપણે પુનરાવર્તન કરીએ છીએ.
એક બાબત એ છે કે ભૂલ થતી હોય તે બાબતે સચેત રહેવું અને તેને થતી અટકાવવી અને બીજી તેનાથી આગળની બાબત એ છે કે આગળની ભૂલમાંથી શીખીને તેને ફરી ના દોહરાવવી. જો એકની એક ભૂલને દોહરાવતા રહીશું તો તેની નકારાત્મક અસરો તમારા વ્યક્તિત્વમાં અને પછી તમારા થકી લેવાતા નિર્ણયો અને થતી પ્રક્રિયાઓમાં પણ દેખાશે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મેનેજરે ભૂલો વિષે સતર્ક રહીને સક્રિયતાથી સુધારીને તેનું પુનરાવર્તન થતા અટકાવી જોઈશે.
મોટાભાગની નિષ્ફળતાઓ સંપૂર્ણ આફ્તોને બદલે કામચલાઉ આંચકો છે. જે લોકો મહાન વસ્તુઓ હાંસલ કરે છે તેઓને રસ્તામાં ઘણી વખત મોટી નિષ્ફળતા મળી હતી. નિષ્ફળતાનો સ્વીકાર વ્યક્તિત્વના વિકાસ માટે મહત્ત્વનો છે
અને હા તે સ્વીકાર હકારાત્મક હોવો જોઈએ કે જેમાંથી શીખીને આગળ વધવાની તૈયારી હોય. નિક્ળતા સ્વીકારવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ જો તમે તેનાથી ભાગશો, તો તમે તેમાંથી શીખવાની તક ગુમાવશો.
જો તમારી ભૂલોનો સામનો કરવાથી તમે બેચેન અથવા ગભરાઈ જાઓ છો, તો તમારી જાતને યાદ કરાવો કે આ એક સામાન્ય હકીકત છે કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે. તે જ રીતે તમે પણ ભૂલ કરી છે પરંતુ હવે તમે તેને રિપીટ - પુનરાવર્તન કરવાની જગ્યાએ રિપેર - સુધારવા માટે તૈયાર છો કે નહિ ?
રોજિંદી ભૂલો પર સહુથી પહેલા ધ્યાન આપવાની જરૂર છે કે અને તેમણે આદત બનાવતા અટકાવવાની છે. આ પ્રકારની ભૂલો પ્રમાણમાં નાની હોય છે અને અસરો પણ ઓછી પરંતુ જ્યારે તે આદત બને છે ત્યારે તેનું સંચિત મૂલ્ય ઘણું વધી જાય છે. બીજી ભૂલો શરૂઆત કરનારની હોય છે જે વ્યક્તિ નવી શરૂઆત કરે છે ચોક્કસપણે તે ઘણી ભૂલો કરે છે અને તે ભૂલો એવી હોય છે કે તેને તેના પ્રારંભિક તબક્કામાં ઘણા પાઠ શીખવાડે છે અને ભવિષ્ય માટે તેને તૈયાર કરે છે.
જો પ્રારંભિક તબક્કે જ ભૂલ સુધારણા કરીને તેનું પુનરાવર્તન અટકાવવાની એક આદત પડે તો આગળની સર મક્કમતાથી સફ્ળતા તરફ વધારશે. ધીરે ધીરે તે લીડરના વ્યક્તિત્વમાં અને તેના થકી કંપનીમાં પણ એક ભૂલોને પહેલાથી જ ઓળખી તેનો સ્વીકાર કરી એક એવું વાતાવરણ બનશે કે ભૂલો થતી જ અટકશે અને તેની અસરો ટળશે. અને ત્યાર બાદ જે ભૂલો થશે તે જૂની ભૂલોનું પુનરાવર્તન નહિ હોય અને કદાચ નવી ભૂલો હશે અને નવા પાઠ શીખવા મળશે.
ઘણી ભૂલો જિંદગીમાં કદાચ એકાદવાર થાય છે પરંતુ તે જિંદગીનો કોઈક અતિમહત્ત્વનો પાઠ શીખવાડી જાય છે અને તેમાંથી શીખવા મળેલો એ પાઠ તમારી ભવિષ્યની કોઈ મહત્ત્વની સફ્ળતાનો પાયો પણ હોઈ શકે. લીડર તરીકે તમારે ભૂલો પ્રત્યે સજાગ રહીને તેને સતત સુધારી - રિપેર કરીને તેને પુનરાવર્તિત - રિપીટ થતા અટકાવવાની છે.
દરેક વ્યક્તિ ભૂલ કરે છે અને આગળ તે વધે કે જે તે ભૂલની અસરોની નોંધ લઇને તે પ્રક્રિયા કે ભવિષ્યમાં કરવાની પ્રવૃત્તિઓને તે ભૂલોની અસરોમાંથી મુક્ત કરે છે અને તો જ તેના ભવિષ્યમાં સારા પરિણામો મળી શકે છે. દરેક મોટી વ્યક્તિઓ કે કંપનીની જેના આજે ઉદાહરણો અપાય છે તેમણે પણ ભૂતકાળમાં ભૂલો તો કરી જ હોય છે.
ફેસબુકના સહ- સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ તેમના નવીન વિચારો અને ઉદ્યોગસાહસિક ભાવના માટે જાણીતા છે. જોકે, ઝુકરબર્ગે સફ્ળતાના રસ્તામાં ભૂલો પણ કરી છે. ૨૦૦૭માં બીકન નામનું ફીચર શરૂ કરવું તેની સૌથી મોટી ભૂલોમાંની એક હતી.
બીકનનો હેતુ વપરાશકર્તાઓની ખરીદી અને અન્ય પ્રવૃત્તિઓ તેમના ફેસબુક મિત્રો સાથે શેર કરવાનો હતો. જો કે, વપરાશકર્તાઓની ગોપનીયતાના ઉલ્લંઘન માટે ગુણવત્તાની ટીકા કરવામાં આવી હતી અને સબુકને આ સુવિધા બદલવાની ફરજ પડી હતી.
ઝુકરબર્ગે પાછળથી ભૂલ માટે માફી માંગી અને કહ્યું કે ફેસબુકે યૂઝર પ્રાઈવસીના મહત્ત્વ વિશે મૂલ્યવાન પાઠ શીખ્યા છે. જો તેમને તેમની સહુથી સફ્ળ ફેસબુકમાંથી આ ફીચરને રિપેર ના કર્યું હોય તો આજે તે સફ્ળતાના આ મુકામ પર ના હોત. મહત્ત્વનું છે કે જેને સુધારવાનું છે તે સાચા સમયે ધ્યાન પર આવે અને તેના પર તરત જ સુધારાત્મક પગલાં લેવાય -રિપેર થાય તો જ તેની ભવિષ્યની તેની નકારાત્મક અસરો કંપની કે તેના ઉત્પાદનો કે સેવામાં પુનરાવર્તિત - રિપીટ નહિ થાય.
બર્કશાયર હેથવેના સીઈઓ અને અત્યાર સુધીના સૌથી સફ્ળ રોકાણકારોમાંના એક વોરેન બફ્ટે પણ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ભૂલો કરી છે. ૧૯૬૦ના દાયકામાં કાપડ ઉદ્યોગમાં રોકાણ કરવું તેની સૌથી મોટી ભૂલોમાંની એક હતી.
બક્કે સંઘર્ષ કરતી ટેક્સ્ટાઇલ કંપની બર્કશાયર હેથવે ખરીદી અને તેને સફ્ળ બનાવવાનો પ્રયાસ કર્યો. જો કે, કંપની સતત પડતી જ રહી, અને બફ્ટને આખરે સમજાયું કે તેણે ખરાબ રોકાણ કર્યું છે. શેરધારકોને તેમના વાર્ષિક પત્રમાં, તેમણે પાછળથી લખ્યું હતું કે બર્કશાયર હેથવેને ખરીદવું "એક મૂર્ખામી ભરેલો નિર્ણય હતો." જો કે, બટ્ટે આ ભૂલમાંથી મૂલ્યવાન પાઠ પણ શીખ્યા, જેમ કે સ્પર્ધાત્મક લાભ સાથેના વ્યવસાયોમાં રોકાણનું મહત્ત્વ અને ઝડપથી નુકસાન ઘટાડવાની જરૂરિયાત. ભૂલનો સ્વીકાર કરી તરત જ ભૂલ સુધારી - રિપેર કરી અને નુકસાનને પુનરાવર્તિત - રિપીટ થતા અટકાવ્યું.
ભૂલો એ શીખવાની પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે, અને બિઝનેસ લીડર્સ આ નિયમમાં અપવાદ નથી. તેમની ભૂલોમાંથી શીખીને, બિઝનેસ લીડર્સ સુધારી શકે છે અને જબરદસ્ત રીતે સફ્ળ થઈ શકે છે અને થયા છે.
વોરેન બફ્ટ, માર્ક ઝુકરબર્ગ અને એવા ઘણા ઉદાહરણો દર્શાવે છે કે સૌથી સફ્ળ બિઝનેસ લીડરોએ પણ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ભૂલો કરી છે. જો કે, શું આ નેતાઓને અલગ પાડે છે તે તેમની ભૂલોમાંથી શીખવાની અને તે પાઠનો ઉપયોગ વધુ સારા નેતાઓ બનવા માટે કરવાની ક્ષમતા છે.
સ્રોત : સંદેશ ન્યૂઝ (નયન કોઠારી)
nayan.r.kothari(t gmail.com