શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્વારા રચવામાં આવેલી સામાજિક વિજ્ઞાન માટેની ઉચ્ચ-સ્તરીય સમિતિએ તમામ ધોરણો માટે શાળાના પાઠ્યપુસ્તકોમાં ‘ઈન્ડિયા’ને ‘ભારત’ સાથે બદલવાની ભલામણ કરી છે.
પેનલે પાઠ્યપુસ્તકોમાં ‘ઈન્ડિયા’ નામની જગ્યાએ ‘ભારત’ લખવાનું સૂચન કર્યું છે, અભ્યાસક્રમમાં અને ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (આઈકેએસ) સહિત તમામ વિષયોના અભ્યાસક્રમમાં ‘એન્સિયન્ટ હિસ્ટ્રી'ના બદલે ‘ક્લાસિકલ હિસ્ટ્રી' દાખલ કરવા સૂચન કર્યું છે, એમ સમિતિના અધ્યક્ષ સી આઈ ઈસાકે જણાવ્યું હતું.
એનસીઈઆરટીના અધ્યક્ષ દિનેશ સકલાનીએ જણાવ્યું હતું કે પેનલની ભલામણો ૫૨ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
‘નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં સુધારાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી અને તે હેતુ માટે એનસીઈટી દ્વા૨ા નિષ્ણાતોની વિવિધ અભ્યાસક્રમ માટે કમિટિ બનાવવામાં આવી છે. તેથી, અત્યારે ટિપ્પણી કરી શકાય નહીં, એમ એનસીઈઆરટી દ્વારા પોસ્ટ કરાયું હતું. ‘સમિતિએ સર્વસંમતિથી ભલામણ કરી છે કે તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે પાઠયપુસ્તકોમાં ‘ભારત’ નામનો ઉપયોગ કરવો જોઈએ.
અમે પાઠ્યપુસ્તકોમાં ‘એશિયન્ટ હિસ્ટ્રી'ના બદલે ‘ક્લાસિકલ હિસ્ટ્રી’ દાખલ કરવાની પણ ભલામણ કરી છે’, એમ આઈઝેકે જણાવ્યું હતું. ‘ભારત એ વર્ષો જૂનું નામ છે. ભારત નામનો ઉપયોગ પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેમ કે વિષ્ણુ પુરાણ, જે 7,000 વર્ષ જૂનું છે', એમ આઇઝેકે કહ્યું.
ભારત નામ પ્રથમ વખત સત્તાવાર રીતે દેખાયું જ્યારે સરકારે જી-20 સંમેલનના આમંત્રણોને ‘પ્રેઝિડેન્ટ ઓફ ઈન્ડિયા'ના બદલે ‘પ્રેઝિડેન્ટ ઓફ ભારત’ના નામે મોકલ્યા હતા.
બાદમાં, નવી દિલ્હીમાં શિખર સંમેલન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે મૂકેલી નેમપ્લેટમાં પણ ઈન્ડિયાને બદલે ‘ભારત’ લખવામાં આવ્યું હતું. આઇઝેકે જણાવ્યું હતું
કે સમિતિએ પાઠ્યપુસ્તકોમાં વિવિધ લડાઇઓમાં ‘હિન્દુ વિજયો'ને હાઇલાઇટ કરવાની ભલામણ પણ કરી છે. ‘અમારી નિષ્ફળતાઓનો હાલના પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખ છે. પણ મુઘલો અને સુલતાનો પરની અમારી જીતનો નથી', એમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના સભ્ય ઈસાકે કહ્યું. ‘બ્રિટિશ શાસકોએ ભારતીય ઇતિહાસને ત્રણ તબક્કામાં વિભાજિત કર્યો હતો, પ્રાચીન,મધ્યકાલીન અને આધુનિક. તેમાં
ભારતને અંધકારમાં, વૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રગતિથી અજાણ દેશ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. તેથી, અમે. સૂચવ્યું છે કે ભારતીય ઇતિહાસનો ક્લાસિકલ સમયગાળો મધ્યયુગીન અને આધુનિક સમયગાળા સાથે શાળાઓમાં ભણાવવામાં આવે, એમ તેમણે ઉમેર્યું. કમિટિની ભલામણોની વિરોધ પક્ષોએ ટીકા કરી હતી.