Posts

વ્યક્તિની યોગ્યતાનો માપદંડ કયો હોઈ શકે ?

   ચિંતનઃ આપણા વડીલોનો અભ્યાસ કાંઈ ખાસ નહોતો, પરંતુ તેમનું વ્યવહારું જ્ઞાન અદ્ભુત હતું વ્યક્તિની યોગ્યતાનો માપદંડ કયો હોઈ શકે ? બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જોઈને હરખાતાં માતા - પિતાએ જરા એ પણ જોઈ લેવું જોઈએ કે એની પાસે સામાન્ય વ્યવહારું જ્ઞાન કેટલું છે. - ડો. જય વશી  ઘણીવાર પ્રશ્ન થાય માણસની યોગ્યતાનો માપદંડ કયો ? એની ડિગ્રી કે પછી એનું પદ ? જેની પાસે પદ અને પૈસો છે એને લાયક માનવું કે પછી જે શિક્ષિત છે જેની પાસે ઉચ્ચ અભ્યાસની ડિગ્રી છે એને લાયક માનવું. બાહ્ય રીતે યોગ્ય લાગતો માણસ લાયક ન પણ હોય શકે.  શિક્ષિત વ્યકિત યોગ્ય હોય જ એ માની લેવું ભૂલભરેલું છે. શૈક્ષિણક લાયકાત અને માણસની માણસ તરીકેની યોગ્યતાને એકબીજા સાથે કોઈ જ લેવાદેવા નથી.સમાજે થોપી દીધેલા આધારોને લઈને માણસને લાયક કે નાલાયક ઘણી લેવો એ વાત સાવ ભૂલભરેલી છે.  સામાન્ય રીતે નોકરી વખતે જે તે કામના અનુસંધાનમાં શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે. જેવું કે જો હિસાબકિતાબનું કામ કરવાનું હોય તો કોમર્સ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. એ જ રીતે ઈજનેરી ક્ષેત્રે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ અને એ અભ્યાસને લગતા...

ભૂલો એ શીખવાની પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે. : નયન કોઠારી

  સતત શીખતાં રહેવું અને તેના થકી પોતાને કે પોતાની કંપનીને કે કંપનીમાં જે પ્રક્રિયાઓ માટે તમે જવાબદાર હોવ તેને સુધારતા રહેવું એક સારા મેનેજરની નિશાની છે. એક પ્રચલિત કહેવત ‘વી રિપીટ વ્હોટ વી ડોન્ટ રિપેર’ - જે ભૂલોની સુધારણા આપણે નથી કરતા તેનું હંમેશા આપણે પુનરાવર્તન કરીએ છીએ.  એક બાબત એ છે કે ભૂલ થતી હોય તે બાબતે સચેત રહેવું અને તેને થતી અટકાવવી અને બીજી તેનાથી આગળની બાબત એ છે કે આગળની ભૂલમાંથી શીખીને તેને ફરી ના દોહરાવવી. જો એકની એક ભૂલને દોહરાવતા રહીશું તો તેની નકારાત્મક અસરો તમારા વ્યક્તિત્વમાં અને પછી તમારા થકી લેવાતા નિર્ણયો અને થતી પ્રક્રિયાઓમાં પણ દેખાશે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મેનેજરે ભૂલો વિષે સતર્ક રહીને સક્રિયતાથી સુધારીને તેનું પુનરાવર્તન થતા અટકાવી જોઈશે. મોટાભાગની નિષ્ફળતાઓ સંપૂર્ણ આફ્તોને બદલે કામચલાઉ આંચકો છે. જે લોકો મહાન વસ્તુઓ હાંસલ કરે છે તેઓને રસ્તામાં ઘણી વખત મોટી નિષ્ફળતા મળી હતી. નિષ્ફળતાનો સ્વીકાર વ્યક્તિત્વના વિકાસ માટે મહત્ત્વનો છે  અને હા તે સ્વીકાર હકારાત્મક હોવો જોઈએ કે જેમાંથી શીખીને આગળ વધવાની તૈયારી હોય. નિક્ળતા સ્વીકાર...

એનસીઈઆરટીની પેનલે પાઠ્યપુસ્તકોમાં ‘ઈન્ડિયા’ના બદલે ‘ભારત’ લખવાની ભલામણ કરી

 શાળાના અભ્યાસક્રમમાં સુધારો કરવા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) દ્વારા રચવામાં આવેલી સામાજિક વિજ્ઞાન માટેની ઉચ્ચ-સ્તરીય સમિતિએ તમામ ધોરણો માટે શાળાના પાઠ્યપુસ્તકોમાં ‘ઈન્ડિયા’ને ‘ભારત’ સાથે બદલવાની ભલામણ કરી છે. પેનલે પાઠ્યપુસ્તકોમાં ‘ઈન્ડિયા’ નામની જગ્યાએ ‘ભારત’ લખવાનું સૂચન કર્યું છે, અભ્યાસક્રમમાં અને ઈન્ડિયન નોલેજ સિસ્ટમ (આઈકેએસ) સહિત તમામ વિષયોના અભ્યાસક્રમમાં ‘એન્સિયન્ટ હિસ્ટ્રી'ના બદલે ‘ક્લાસિકલ હિસ્ટ્રી' દાખલ કરવા સૂચન કર્યું છે, એમ સમિતિના અધ્યક્ષ સી આઈ ઈસાકે જણાવ્યું હતું. એનસીઈઆરટીના અધ્યક્ષ દિનેશ સકલાનીએ જણાવ્યું હતું કે પેનલની ભલામણો ૫૨ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ‘નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં સુધારાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી અને તે હેતુ માટે એનસીઈટી દ્વા૨ા નિષ્ણાતોની વિવિધ અભ્યાસક્રમ માટે કમિટિ બનાવવામાં આવી છે. તેથી, અત્યારે ટિપ્પણી કરી શકાય નહીં, એમ એનસીઈઆરટી દ્વારા પોસ્ટ કરાયું હતું. ‘સમિતિએ સર્વસંમતિથી ભલામણ કરી છે કે તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે પાઠયપુસ્તકોમાં ‘ભારત’ નામનો ઉપયોગ કરવો જોઈએ.  અમે પાઠ્યપુસ્તકો...

લોકગીત એ સમાજ શિક્ષણનું અગત્યનું માધ્યમ છે, સમાજ જીવનનો વારસો છે.

  લોકગીત એ સમાજ શિક્ષણનું અગત્યનું માધ્યમ છે, સમાજ જીવનનો વારસો છે. “ગરબો...જેના ગર્ભમાં પ્રકાશ છે તે..છિદ્રો વાળા માટીના ઘડા માં દીવો મુક્યો છે તેને આપણે “ગરબો’કહીએ છીએ. આ ગરબો એ અભિવ્યક્તિનું પ્રતિક છે. જો નિયમો બંધનો વાળું સમાજ જીવન એ માટીનો ઘડો છે તો તેમાં રહેલા છીદ્રો એ આપણા તહેવારો છે. આ છિદ્રો આપણી લાગણી, આપણી અભિવ્યક્તિ ને પ્રગટ થવાની તક આપે છે. વિજ્ઞાનની રીતે અગ્નિ એટલેકે દીવાને પ્રજ્વલિત રહેવા માટે ઓક્સીજન એટલે કે હવા જોઈએ અને પ્રકાશને બહાર લાવવા માટે જગ્યા જોઈએ આ બન્ને પ્રમાણસર હોવું જરૂરી. ઘડો હવા થી દીવાને ઓલવાઈ જતો બચાવે છે અને છિદ્રો દીવાને જરૂરી હવા મળી રહે તે વ્યવસ્થા પૂરી પાડે છે દીવાનો પ્રકાસ છિદ્રો દ્વરા બહાર આવે છે એટલે એક મોહક આકૃતિ બને. સમાજ જીવનમાં આવતા આવા પરમ્પરાગત તહેવારો,ઉત્સવ માણસને અભિવ્યક્ત થવાની તક પૂરી પાડે છે. આ લોક સમૂહની અભિવ્યક્તિ સમાજજીવનનું પ્રતિબિંબ જીલે છે. જો કોઈ સમાજને સમજવો હોય તેની મર્યાદાઓ અને ખૂબીઓ જાણવી હોય તો તેના પરમ્પરાગત ઉત્સવો.વ્યવહારો ગીતો કથાઓ વાચવા સમજવા જોઈએ. “ગરબો” એ ગુજરાતનું લોક- અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે. તે સાહિત્ય ન...

વિજ્યા દશમી

 આપણાં દેશમાં ઘણાં પર્વો એવા છે જે વિવિધ પ્રાંતોમાં અલગ અલગ રીતે ઉજવાય છે. દશેરા તેમાંનો એક છે. આ દિવસને નરસા પર સારપના વિજય તરીકે ઉજવવામાં આવતો હોવાથી તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.પરંતુ તેની સૌથી શાનદાર ઉજવણી મૈસૂર ખાતે કરવામાં આવે છે. વાસ્તવમાં પંદરમી સદીમાં વિજયનગરના રાજાઓએ દશેરાની ભવ્ય ઉજવણી કરવાનો આરંભ કર્યો હતો.વિજયનગરના રાજાઓના પતન પછી શાસનકર્તા વાડ્યાર રાજાઓએ નોરતાંના દસમા દિવસે (નવરાત્રિ પૂરી થયાના બીજા દિવસે)ચામુંડી ટેકરીઓ પર બિરાજતા ચામુંડેશ્વરી માતાની પૂજા કર્યા પછી દશેરાના પર્વની ઉજવણીનો આરંભ કર્યો હતો.તે દિવસે માતા ચામુંડેશ્વરીની મૂર્તિને હાથી પર શણગારેલી સુવર્ણ અંબાડી પર પધરાવીને નગરયાત્રા કરાવવામાં આવે છે.મૈસૂર મહેલથી શરૂ થયેલી આ શોભાયાત્રા પ્રાચીન ખીજડાના વૃક્ષની પૂજા સાથે વિરામ પામે છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે મહાભારતની કથા મુજબ પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન આ ખીજડાના વૃક્ષમાં પોતાના શસ્ત્રોઅસ્ત્રો સંતાડ્યા હતાં .દશેરાના દિવસે અજ્ઞાતવાસ પૂરો થતાં તે બહાર કાઢીને તેની પૂજા કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી વિજયા દશમીના દિવસે હથિયારોની પૂજા કરવાન...

ભારતનાં એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિકની આશાસ્પદ યાત્રા પાટા પરથી કેવી રીતે ઉતરી ગઈ?

Image
    Image credit : Facebook.com વશિષ્ઠ નારાયણ સિંહ બિહારના એક અજાણ્યા ગામમાંથી વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા પરંતુ પછી આ પ્રતિભાશાળીની આશાસ્પદ યાત્રા પાટા પરથી ઉતરી ગઈ. જેઓ તેમના જીવન વિશે જાણે છે તેમના માટે, વશિષ્ઠ નારાયણ સિંહ ભારતના ઇતિહાસના સૌથી તેજસ્વી દિમાગમાંના એક છે. 1942 માં બિહારના બસંતપુર જિલ્લાના એક નાનકડા જાણીતા ગામમાં જન્મેલા, તે એક બાળ ઉત્કૃષ્ટ વ્યક્તિ હતો જેણે પછી BSc અને પછી MSc માં ટોચના સ્થાને ખ્યાતિ મેળવી. ત્યારબાદ તેણે નાસા, IIT, બર્કલે જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કામ કર્યું. માનસિક બીમારી આશાસ્પદ પ્રતિભાશાળીની કારકિર્દીને પાટા પરથી ઉતારી દે તે પહેલા તે આગામી રામાંજુન બનવા માટે તૈયાર હતો. તે વર્ષોની અંદર 'હોઈ શકતો' બની ગયો અને વર્ષો સુધી ગુમ પણ થઈ ગયો. વશિષ્ઠ નારાયણ બિહારના સિવાન જિલ્લાના એક અજાણ્યા ગામમાંથી વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા. તેમણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પ્રખ્યાત સિદ્ધાંતને પડકાર્યો હોવાનું કહેવાય છે. તેમના વિશે એક પ્રખ્યાત દંતકથા દાવો કરે છે કે જ્યારે પ્રીમિયર સ્પેસ એજન્સીના કમ્પ્યુટર્સ તૂટી ગયા ત્યારે તેમને નાસા દ્વારા ગણતરી માટે બોલાવવામાં આવ્યા હતા. બ...

જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ અને આરતી ડીશ સજાવટની હરિફાઈ યોજાઈ.

Image
તારીખ :૨૩-૧૦-૨૦૨૩નાં દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ અને આરતી ડીશ સજાવટની હરિફાઈ યોજાઈ. જેમાં શાળાના ધોરણ ૨થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ ફૂલના સજાવટ દ્વારા ડીશ સજાવી હતી. દરેક બાળકની આવડત અને કૌશલ્ય અનુસાર સજાવટ કરી હતી. ત્યારબાદ બાળકોએ ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. શાળા એવું સ્થાન છે, જ્યાં બાળક કશા રોકટોક વગર મન મૂકી પોતાની કળા પ્રદર્શિત કરી શકે છે. શિક્ષકો દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.