ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે
ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે ૧૦૪ પ્રજાતિના 36 હજાર દેશી વૃક્ષોનું મિયાવાંકી પદ્ધતિ દ્વારા વાવેતર કરી વનનું નિર્માણ કરાશે ગાંધીનગર,મંગળવાર ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વન વિભાગ અને ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસ થકી કલોલના નાસમેદ ગામ ખાતે ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૦૪ પ્રજાતિના ૩૬ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો આરંભ કરવામાં આવ્યો છે. 3૬ હજાર વૃક્ષો થકી તૈયાર થનારું આ વન સંપૂર્ણ મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવશે. જેને 'હરિતવન' નામ આપવામાં આવ્યું છે. આ હરિતવન ખાતે ગુજરાતી મૂળના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડો, વડ, પીપળો, કદંબ, પલાશ, શિમળો, ગરમાળો, અરીઠા, ગુંદા, બોરસલી, આસોપાલવ, ગુલમહોર જેવા વૃક્ષો સામેલ કરાયા છે. આ અંગે વિશેષ માહિતી આપતા ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જાગૃતીબેને જણાવ્યું હતું કે મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસી રહેલા આ તમામ વૃક્ષો ત્રણ વર્ષની માવજત પછી આપોઆપ વૃદ્ધિ પામે છે અને માત્ર ૧૦ મ...