Valsad:વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂ. ૧ કરોડથી વધુના સાધનો અપાયા

SB KHERGAM
0

    Valsad:વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂ. ૧ કરોડથી વધુના સાધનો અપાયા 


ઉમરસાડી સ્થિત સ્કોટ પુનાવાલા, મુંબઈ દ્વારા સી.એસ.આર. અંતર્ગત વિવિધ જરૂરી સાધનો અપાતા દર્દીઓને સુદઢ સેવા મળશે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ 

વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પારડી તાલુકાના ઉમરસાડી ખાતે ફેકટરી ધરાવતા SCHOTT POONAWALL, MUMBAI દ્વારા સી.એસ.આર. અંતર્ગત રૂ. ૧ કરોડથી વધુની કિંમતના સાધનો હોસ્પિટલમાં આપવામાં આવ્યા હતા. જેમાં અતિ ગંભીર દર્દીઓને સ્ફીટ કરવા માટે એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ, રેડિયોલોજી વિભાગમાં ડિજિટલ રેડિયોગ્રાફી મશીન ડીજીટલ એક્સ-રે માટે જેને કારણે એક્સ-રેની ગુણવત્તા વધુ સારી થશે અને એક્સ-રે ની ફિલ્મ મેળવવાના સમયમાં ઘટાડો થશે અને કલર ડોપલર સોનોગ્રાફી મશીન કે જે હોસ્પિટલ ખાતે આવતા સોનોગ્રાફીના દર્દીઓના વેઇટીંગ ટાઇમમાં ઘટાડો થશે. ઓર્થોપેડિક વિભાગમાં સી-આર્મ મશીન મળતા  હોસ્પિટલ ખાતે વધુ એક મશીનનો ઉમેરો થતા ફેક્ચર થયેલા દર્દીઓના ઓપરેશન સરળતાથી થવામાં મદદરૂપ થશે. આમ, ઉપર જણાવેલ સાધનોનો ઉમેરો જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ વલસાડ ખાતે થતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને તેનો બહોળો લાભ મળશે. 

 આ પ્રસંગે SCHOTT POONAWALL, MUMBAI ના એમ.ડી. અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ, વલસાડના તબીબી અધિક્ષક અને હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્કોટ પુનાવાલાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.  



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top