Posts

ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે

Image
 ગાંધીનગરઃ લોક સહયોગથી કલોલના નાસમેદ ખાતે 'હરિતવન'નું નિર્માણ કાર્ય થશે ૧૦૪ પ્રજાતિના 36 હજાર દેશી વૃક્ષોનું મિયાવાંકી પદ્ધતિ દ્વારા વાવેતર કરી વનનું નિર્માણ કરાશે ગાંધીનગર,મંગળવાર ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વન વિભાગ અને ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસ થકી કલોલના નાસમેદ ગામ ખાતે ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ૧૦૪ પ્રજાતિના ૩૬ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો આરંભ કરવામાં આવ્યો છે. 3૬ હજાર વૃક્ષો થકી તૈયાર થનારું આ વન સંપૂર્ણ મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવશે. જેને 'હરિતવન' નામ આપવામાં આવ્યું છે. આ હરિતવન ખાતે ગુજરાતી મૂળના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડો, વડ, પીપળો, કદંબ, પલાશ, શિમળો, ગરમાળો, અરીઠા, ગુંદા, બોરસલી, આસોપાલવ, ગુલમહોર જેવા વૃક્ષો સામેલ કરાયા છે. આ અંગે વિશેષ માહિતી આપતા ક્રેડાઈ ગ્રુપ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જાગૃતીબેને જણાવ્યું હતું કે મિયાવાકી પદ્ધતિ દ્વારા વિકસી રહેલા આ તમામ વૃક્ષો ત્રણ વર્ષની માવજત પછી આપોઆપ વૃદ્ધિ પામે છે  અને માત્ર ૧૦ મ...

Dahod :બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Image
  Dahod :બાળકોને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો દાહોદ : સમાજમાં દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે. એમાંય વિશેષ કરીને બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઇએ. બાળકોનાં અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ. બાળલગ્ન પ્રતિબંધક અઘિકારીશ્રી એચ.એમ.રામાણી, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી એસ. કે.તાવિયાડના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રિન્સીપાલશ્રી એમ. ડી.ભુરીયા ના સહયોગથી ગરબાડા તાલુકાના અભલોડ ગામ ખાતે આવેલ શ્રી વિવકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, અભલોડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા બાળ સુરક્ષા એકમના ઓ. આર. ડબલ્યુ. શ્રીતેજસ બારીઆ દ્વારા બાળકોને બાળકોના અધિકારો વિશે સુરક્ષા અઘિકારી (બિન સંસ્થાકિય સંભાળ), શ્રીમતિ આર.પી.ભુરીયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ વિશે તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી એ. જી. કુરેશી દ્વારા પોકસો એક્ટ -૨૦૧૨ વિશે માહિતી આપવામાં આપવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશ નશામુકત થાય તેવું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના અંતે નશા મુકત ભારત અભિયાન અંતર્ગત બાળકોએ નશા નાબૂદી...

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

Image
આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું. આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા) પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ ** ( આલેખન:ભાવિન પાટીલ ) (નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી ક...

Valsad:વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂ. ૧ કરોડથી વધુના સાધનો અપાયા

Image
    Valsad:વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીઓ માટે રૂ. ૧ કરોડથી વધુના સાધનો અપાયા  ઉમરસાડી સ્થિત સ્કોટ પુનાવાલા, મુંબઈ દ્વારા સી.એસ.આર. અંતર્ગત વિવિધ જરૂરી સાધનો અપાતા દર્દીઓને સુદઢ સેવા મળશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ  વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ સારી સુવિધા મળી રહે તે માટે પારડી તાલુકાના ઉમરસાડી ખાતે ફેકટરી ધરાવતા SCHOTT POONAWALL, MUMBAI દ્વારા સી.એસ.આર. અંતર્ગત રૂ. ૧ કરોડથી વધુની કિંમતના સાધનો હોસ્પિટલમાં આપવામાં આવ્યા હતા. જેમાં અતિ ગંભીર દર્દીઓને સ્ફીટ કરવા માટે એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ, રેડિયોલોજી વિભાગમાં ડિજિટલ રેડિયોગ્રાફી મશીન ડીજીટલ એક્સ-રે માટે જેને કારણે એક્સ-રેની ગુણવત્તા વધુ સારી થશે અને એક્સ-રે ની ફિલ્મ મેળવવાના સમયમાં ઘટાડો થશે અને કલર ડોપલર સોનોગ્રાફી મશીન કે જે હોસ્પિટલ ખાતે આવતા સોનોગ્રાફીના દર્દીઓના વેઇટીંગ ટાઇમમાં ઘટાડો થશે. ઓર્થોપેડિક વિભાગમાં સી-આર્મ મશીન મળતા  હોસ્પિટલ ખાતે વધુ એક મશીનનો ઉમેરો થતા ફેક્ચર થયેલા દર્દીઓના ઓપરેશન સરળતાથી થવામાં મદદરૂપ થશે. આમ...

Valsad :વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો

Image
Valsad :વલસાડની કોમર્સ કોલેજમાં ન્યુ સ્પોર્ટસ અંગે અધ્યાપકોનો રાજ્ય સ્તરીય સેમિનાર યોજાયો  કોલેજમાં ભણતરની સાથે સ્પોટર્સનું પણ વિશેષ મહત્વ હોવાથી યુવાનોની જરૂરીયાતને પહોંચી વળવા ખાતરી અપાઈ  NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં બદલાતા આયામો અંગે અધ્યાપકોને જાગૃત કરવા સેમિનારનું આયોજન કરાયુ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ   વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના એક્ટીવીટી હોલમાં ‘‘INTRODUCTION OF NEW GAMES AND SPORTS AWARENESS AND INFORMATION’’ વિષય ઉપર રાજ્ય સ્તરીય ફીઝીકલ એજ્યુકેશનના અધ્યાપકોના સેમિનારનું આયોજન કરાયું હતું.  વલસાડ નૂતન કેળવણી મંડળના સેક્રેટરી કિર્તીભાઈ દેસાઈએ સેમિનારનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, સ્પોર્ટ્સનું મહત્વ યુવાનો માટે ઘણું છે. દરેક કોલેજના પ્રાધ્યાપકોએ યુવાનોને કોઈપણ જરૂરિયાત સ્પોર્ટ્સ માટે હોય તો મંડળને જણાવવા અનુરોધ કર્યો હતો જેથી મદદ કરી શકાય.  શાહ એન. એચ. કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન.રાણાએ સ્પોર્ટ્સમાં બદલાતા આયામોને લક્ષમાં રાખી સેમિનારનું આયોજન કર્યું હોવાનું જણાવી વધુમાં NEP-2020 પ્રમાણે સ્પોર્ટ્સમાં પણ ...

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

Image
 નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવત...

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
  Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દ...