ખેરગામના નિવૃત્ત સૈનિક અને આદિવાસી સમાજના પ્રમુખ દ્વારા સૈનિકોનું ભાવભીનું સ્વાગત.

   



ખેરગામના નિવૃત્ત સૈનિક અને આદિવાસી સમાજના પ્રમુખ દ્વારા સૈનિકોનું ભાવભીનું સ્વાગત.

 ખેરગામના સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સમાજસેવક અને 17 વર્ષ સરહદો પર દેશની સેવા કર્યા બાદ નિવૃત આર્મીમેન મુકેશભાઈ પોતાના પારિવારિક કામસર વલસાડ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન આર્મીના જવાનો અન્ય રાજ્યમાંથી ટ્રેનિંગ પૂરી કરી પોતાની હાલની ફરજના સ્થળે આર્મીના વાહનોમાં પસાર થઇ રહ્યા હતા. તે જોઈને નિવૃત ફૌજી મુકેશભાઈ પોતાના સાથીમિત્રો આર્મીમેનોને જોઈને ભાવુક થયા હતા અને એમણે તાત્કાલિક આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલને બોલાવી સૈનિકોને ખેરગામની રેસ્ટોરન્ટમા જમાડીને ફૂલોથી સ્વાગત કરીને લાગણીશીલ વિદાય આપી હતી. આ પ્રસંગે મનીષ ઢોડિયા, મયુર ચૌધરી,દલપત પટેલ,મિન્ટેશ પટેલ,કીર્તિ પટેલ,કાર્દિક પટેલ સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

પાટણનો ઈતિહાસ| History of Patan

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka