વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રેઝી આહિરે જીત્યો કાંસ્ય ચંદ્રક. ખેરગામ, તા. 29 સપ્ટેમ્બર 2026: ગોવાના બામ્બોલિમ ખાતે આવેલા અટલ એથ્લેટિક્સ સ્ટેડિયમ માં તા. 27થી 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલી 37મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026 માં ગુજરાતની યુવા એથ્લીટ પ્રેઝી ધનસુખભાઈ આહિરે શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ચેમ્પિયનશિપની **Girls Under-16, 600 મીટર IG Pent – Finals (Event No. 128)**માં પ્રેઝી આહિરે 3064 પોઈન્ટ સાથે તૃતીય ક્રમ મેળવી કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધામાં ગોવાની આર્ચી કટકર એ 3539 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ, જ્યારે ગોવાની શાયલા નાઈક એ 3256 પોઈન્ટ સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. ગુજરાતની અન્ય ખેલાડી ગાવલી સ્નેહલબેન અનિલભાઈ એ પણ સ્પર્ધામાં સારો દેખાવ કરતાં 2580 પોઈન્ટ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. પ્રેઝી આહિરની આ સિદ્ધિથી બહેજ શાળા પરિવાર તેમજ સમગ્ર નવસારી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની મહેનત અને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પરિવારજનો, કોચ, બહેજ શાળા પરિવાર, નવસારી જિલ્લા...