Posts

ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો.

Image
             ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ : ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ખેરગામ તાલુકાના એથ્લેટીકસ ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા.

Image
               ખેરગામ તાલુકાના એથ્લેટીકસ  ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. તારીખ : 16/17/12/2023 ના રોજ વડોદરા માંજલપોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ત્રણ મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં બહેજ પ્રા. શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલ નાધઈ વાળી ફળિયાના નિવૃત્ત ST કર્મચારી શ્રી બાબુભાઈ એસ પટેલ તથા ખેરગામ કુમારશાળાના નિવૃત્ત શિક્ષક શ્રી મણિલાલભાઈ લલ્લુભાઈ પટેલે ભાગ લીધો હતો.  જેમાં પ્રવિણભાઈ પટેલે 400 મી. દોડ 800 તથા લાંબીકૂદની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તથા બાબુભાઈ પટેલે 400 મી. દોડ તથા 800મી દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી  બે ગોલ્ડ મેડલ તથા લાબીકૂદમા 3 નંબરે વિજેતા બની બોન્ઝ મેળવ્યા હતા.  મણિલાલ ભાઈ પટેલે  પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી  ત્રણે રમતમાં ચોથો નંબર મેળવ્યો હતો. આમ ત્રણે ખેલાડીઓએ ખૂબ જ સુંદર દેખાવ કરી ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું. હવે ફેબ્રુઆરી મહિનામાં નેશનલ લેવલે રમવા પૂના જ...

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

Image
     નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની  પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.  ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ ન્યુ દિલ્હી ખાતે  ડિસેમ્બર 2023-2024 વર્ષમાં તારીખ15-12-2023 થી 17-12-2023  દરમિયાન યોજાયેલ તરણ સ્પર્ધામાં 25 જેટલા રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ધ્રુવીનીબેન બળવંતરાય પટેલ રહે. વૃંદાવન સોસાયટી ડુંગરી (તા.જી. વલસાડ) એ પણ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે તારીખ : 6-12-2023 થી 12-12-2023 સુધી 7 દિવસની ટ્રેનિંગનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ધ્રુવીની બી પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી...

નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત.

Image
 નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત. આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને વનદુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રસંશનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાબેલેદાદ કામગીરી કરી રહ્યા છે.  આસામના ગુવાહાટીમાં ગત તા.પમી ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિં ગવુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  વન દુર્ગા પુરસ્કારો વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે. પોતાને મળેલા વન દુર્ગા એવોર્ડ વિશે હીના પટેલે જણાવ્યુ હતું કે, વ્યક્તિની ક્ષમત...

નાગધરા ખાતે સાઉથ ગુજરાત (R&B) માર્ગ અને મકાન વિભાગના ઈજનેર એસોસિયેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                                           (R&B) chikhli Er.Mayur Patel with trophy  નાગધરા ખાતે સાઉથ ગુજરાત (R&B) માર્ગ અને મકાન વિભાગના  ઈજનેર એસોસિયેશનની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ :૧૦-૧૨-૨ ૦૨૩નાં દિને નાગધરા ખાતે સાઉથ ગુજરાત માર્ગ અને મકાન વિભાગ (R&B) ઈજનેર એસોસિયેશન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ  ટૂર્નામેન્ટમાં કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં  (R&B) માર્ગ અને મકાન વિભાગ સુરત અને  (R&B)માર્ગ અને મકાન વિભાગ નવસારી વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં નવસારી (R&B) ટીમ ચેમ્પિયન થઈ હતી.

વલસાડની સેગવી સર્વોદય હાઇસ્કૂલમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ.

Image
    વલસાડની સેગવી સર્વોદય હાઇસ્કૂલમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ. --- કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષયનું જીવનમાં મહત્વ સમજાવ્યું.  ગાંધીનગર જીસીઈઆરટી પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને સેગવીની સર્વોદય હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્દઘાટન વલસાડ જિલ્લાના સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતા શાળાઓના ૫૦ પ્રોજેક્ટ આ પ્રદર્શનમાં રજૂ થનાર છે અને એમાં વિજેતા શાળાઓ ઝોન કક્ષાએ રજૂ થશે.   સમારોહમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી. ભૂસારા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ સુનિલભાઈ એન. પટેલ તથા રીતેશભાઈ પટેલ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ ઘટક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મનન લાલભાઇ ફાઉન્ડેશન, સુરતના ટ્રસ્ટી અંજનાબેન મનન લાલભાઇ, સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલ તથા જિલ્લા આચાર...

પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના અંતર્ગત દેશમાં વૃક્ષો માટે પેન્શન આપનારું પ્રથમ રાજ્ય હરિયાણા.

Image
    પ્રાણવાયુ  દેવતા પેન્શન યોજના અંતર્ગત દેશમાં વૃક્ષો માટે પેન્શન આપનારું પ્રથમ રાજ્ય હરિયાણા. હરિયાણા સરકારે હરિયાણા પ્રાણ વાયુ દેવતા પેન્શન યોજના લાગુ કરી છે, જે અંતર્ગત રૂ. 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃક્ષોની જાળવણી અને જાળવણી માટે દર વર્ષે 2500 આપવામાં આવે છે.  હરિયાણા સરકારે હરિયાણા પ્રાણ  વાયુ દેવતા પેન્શન યોજના  લાગુ કરી છે, જે હેઠળ રૂ. 75 વર્ષ અને તેથી વધુ વયના વૃક્ષોની જાળવણી અને જાળવણી માટે દર વર્ષે 2500 રૂપિયા આપવામાં આવે છે. આ માહિતી આપતાં એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે આ પેન્શનની રકમ વૃદ્ધાવસ્થા પેન્શનની જેમ દર વર્ષે પ્રમાણસર વધશે. હરિયાણા દેશનું પહેલું રાજ્ય છે જે આ પ્રકારની યોજના અમલમાં મૂકે છે, જેનો ઉદ્દેશ્ય વૃદ્ધ વૃક્ષોનું સંરક્ષણ અને રક્ષણ કરવાનો છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિના ઘરના આંગણામાં 75 વર્ષ કે તેથી વધુ ઉંમરનું ઝાડ હોય તો તે તેમના સંબંધિત જિલ્લામાં વન વિભાગની ઓફિસમાં જઈને પેન્શન માટે અરજી કરી શકે છે. અરજીનું મૂલ્યાંકન સમિતિ દ્વારા કરવામાં આવશે, અને તમામ શરતોની ચકાસણી કર્યા પછી, લાભાર્થીને પેન્શન આપવામાં આવશે. તેમણે જણાવ્...