Skip to main content

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્ઠ દૃષ્ટાંત

 


દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્ઠ દૃષ્ટાંત.

સતત સાત વર્ષ સુધી શિક્ષક તરીકે પુરા ખંતથી નોકરી કરી છેવટે ૨૦૨૧માં પાણીચું મળતાં દાનહના આદિવાસી શ્રમજીવી પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી આફતની સ્થિતિનું થયેલું નિર્માણઃ 

હિંમત હાર્યા વગર હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ ધર્મેશભાઈ ભોયાએ સ્વાવલંબી બનવા પોતાના જ્ઞાનનો શરૂ કર્યો ઉપયોગ.

આજે સમસ્ત દાદરા નગર હવેલીના આત્મનિર્ભર બનવા થનગનતા યુવાનો માટે પ્રેરણાસ્રોત અને એમ્બેસેડર બની ચુક્યા છે.

"જ્યાં ચાહ  ત્યાં રાહ હોય'' એ ઉક્તિને દાદરા નગર હવેલીના કલા ગામ પાસે પટેલપાડાના રહેવાસી શ્રી ધર્મેશભાઈ ભોયાએ અક્ષરશઃ સાચી સાબિત કરી છે. દાદરા નગર હવેલી પ્રશાસનના શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૧૪માં પ્રાથમિક શિક્ષક તરીકે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી થયેલા શ્રી ધર્મેશભાઈ  ભોયાને પ્રશાસનના એક આદેશથી ૨૦૨૧માં છૂટો કરાતા તેમના માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સાત સાત વરસ સુધી ખંતથી નોકરી કરી છેવટે પાણીચું મળતાં પોતાના માતા-પિતાએ રાત-દિવસ કાળી મજૂરી કરી બી.એડ. સુધીના કરાવેલા અભ્યાસ ઉપર પાણી ફરી વળ્યું હોવાનું દેખાવા લાગ્યું હતું.

 કારણ કે, શ્રી ધર્મેશભાઈ ભોયા પરિવારના એક માત્ર શિક્ષિત અને કમાનાર વ્યક્તિ હતા. અચાનક આવેલી આફતથી નાસીપાસ થયા વગર શ્રી ધર્મેશભાઈ  ભોયાએ હવે નોકરી નહીં કરવાનું પ્રણ લઈ પોતાના શિક્ષણનો ઉપયોગ ધંધા માટે શરૂ કર્યા. શરૂઆતમાં થોડીઘણી નિષ્ફળતા-સફળતા મળતી ગઈ. પરંતુ હિંમત હાર્યા વગર પોતાના અંગત મિત્રો અને વિડિલોની પ્રેરણાથી તેમણે દાદરા નગર હવેલી ખાતે વિવિધ જગ્યાએ સપ્તાહના સાતેય દિવસ ભરાતા હાટ-બજારમાં રેડીમેડ કપડાંના વેચાણના ધંધાની શરૂઆત કરી. 

ધીરે ધીરે આ ધંધામાં ફાવટ પણ આવતી ગઈ અને કોલેજના શ્રી મેળવેલા શિક્ષણના અનુભવથી બેસ્ટ સેલ્સમેન તરીકે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી આજે શ્રી  ધર્મેશભાઈ ભોયા હજારો યુવાનોના પથદર્શક બન્યા છે. શ્રી ધર્મેશભાઈ ભોયાએ પોતાની જીંદગીમાં આવેલી તકલીફ અને સમસ્યા સાથે સમજૂતિ નહી કરી, પરંતુ દરેક પરિસ્થિતિનું સમાધાન કાઢવા માટે તેમણે પોતાના સ્વરોજગારનો રસ્તો શોધી લીધો.

આજે દાદરા નગર હવેલીમાં ધર્મેશભાઈ ભોયા આત્મનિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની ચુક્યા છે. કારણ દાદરા નગર હવેલીમાં શિક્ષક સહિતના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરાતા સેંકડો કર્મીઓને છૂટા કરાયા છે. જે પૈકીના કેટલાક જીવનથી કંટાળીને ન કરવાનું કરી બેઠા છે. તે તમામ માટે શ્રી ધર્મેશભાઈ ભોયા એક પ્રેરણારુપ બન્યા છે. 

તેઓ જણાવે છે કે, જીવનમાં ક્યારેય પણ હતાશ થવું નહીં અને એક બારી બંધ થાય તો ભગવાન બીજી ૧૦ બારીઓ ખોલી દેતો હોય છે. ફક્ત બારીની ઓળખ કરતાં આવડવું જોઈએ. પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ બની ચૂકેલા શિક્ષક શ્રી ધર્મેશભાઈ ભોયાની બેમિસાલ અને પ્રેરણાદાયી કહાણી બીજા અનેક યુવાનો માટે ફક્ત માર્ગદર્શક નહીં પરંતુ તેમના માટે જીવનરક્ષક પણ બની રહેશે.

( વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૦૬

Comments

Popular posts from this blog

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka

વ્યારા તાલુકાના ગામો | villages of vyara taluka વ્યારા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનો તાલુકો છે. વ્યારા નગર તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા સુરત-ભુસાવલ (ટાપ્ટી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત -ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે. વ્યારા તાલુકાનાં ગામો | villages of vyara taluka (૧) અંધારવાડીનજીક (૨) આંબાપાણી (વ્યારા) (૩) આંબીયા (૪) આરકુંડ (૫) ઇનદુ (૬) ઉંચામાળા (૭) ઉમરકુઇ (વ્યારા) (૮) ઉમરકુવા (૯) કણજા (૧૦) કણધા (વ્યારા) (૧૧) કપડવણ (૧૨) કપુરા (૧૩) કરંજવેલ (૧૪) કલમકુઇ (વ્યારા) (૧૫) કસવાવ (૧૬) કાંજણ (૧૭) કાટકુઇ (૧૮) કાટગઢ (૧૯) કાટસવાણ (૨૦) કાટીસકુવાદુર (૨૧) કાટીસકુવાનજીક (૨૨) કાનપુરા (૨૩) કાળાવ્યારા (૨૪) કેળકુઇ (૨૫) કેળવણ (૨૬) કોસમકુવા (વ્યારા) (૨૭) કોહલી (વ્યારા) (૨૮) ખાનપુર (વ્યારા) (૨૯) ખુંટાડીયા (વ્યારા) (૩૦) ખુરડી (૩૧) ખુશાલપુરા (વ્યારા) (૩૨) ખોડતળાવ (૩૩) ગંગપુર (વ્યારા) (૩૪) ગડત (વ્યારા) (૩૫) ઘાટા (વ્યારા) (૩૬) ...

પાટણનો ઈતિહાસ| History of Patan

    પાટણનો ઈતિહાસ| History of Patan  અહીં પાટણનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. - ચાવડા રાજા, વનરાજા દ્વારા નવમી સદી દરમિયાન સ્થપાયેલ, પાટણ ગુજરાતના ચાવડા અને ચૌલુક્ય વંશની રાજધાની હતી. - ઘણા હિંદુ અને મુસ્લિમ રાજવંશોના શાસન દરમિયાન આ શહેર એક મુખ્ય વેપાર કેન્દ્ર અને ઉત્તર ગુજરાતની પ્રાદેશિક રાજધાની હતું. - પાટણ પર 1024માં ગઝનાના મહમુદ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેને તોડી પાડવામાં આવ્યો. - આ શહેર રાણી કી વાવ ("ક્વીન્સ સ્ટેપવેલ") અને સહસ્ત્રલિંગ ટાંકી જેવા અનેક ઐતિહાસિક સ્મારકોનું ઘર છે, જે એક રાષ્ટ્રીય સ્મારક અને મુખ્ય પ્રાદેશિક પ્રવાસી આકર્ષણ છે. - પાટણ અનેક હિન્દુ અને જૈન મંદિરો, મસ્જિદો, દરગાહ અને રૌઝાનું ઘર પણ છે. - આ શહેર તેના વાઇબ્રન્ટ કાપડ અને પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને પટોળા સાડીઓ માટે પ્રખ્યાત છે. અહીં પાટણ, કેટલાક ઐતિહાસિક સ્થળો છે. - પાટણ દરબાર સ્ક્વેર: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર. - સુવર્ણ મંદિર (હિરણ્ય વર્ણ મહાવિહાર): જટિલ દિવાલ કોતરણી, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ આંગણા સાથેનો બૌદ્ધ મઠ. - પાટણ મ્યુઝિયમઃ પરંપરાગત ...

ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka

    ધરમપુર તાલુકા વિશે |About Dharampur taluka  - ધરમપુર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો છે. - ધરમપુર વલસાડની પૂર્વમાં આવેલું નાનું અને સુંદર નગર છે. - તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સહ્યાદ્રી અથવા પશ્ચિમ ઘાટની શ્રેણીથી ઘેરાયેલું છે. - ધરમપુર સ્વર્ગવાહિની નદીના કિનારે છે. - આ નગરમાં આખા વર્ષ દરમિયાન આહલાદક વાતાવરણ રહે છે. - તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. - શહેરમાં 100 થી વધુ ગામો છે. - સ્થાનિક ભાષા ગુજરાતી છે, પરંતુ લોકો હિન્દી અને મરાઠી પણ બોલે છે. - ધરમપુર તાલુકાની કુલ વસ્તી 180,386 છે. - ધરમપુર તાલુકામાં 540 ગામો અને 55 પંચાયતો છે. - ધરમપુરની નજીકના શહેરો પારડી શહેર, વલસાડ શહેર અને આમલી શહેર છે. - નજીકના પ્રવાસન સ્થળો વલસાડ, દાદરા, તિથલ, ઉદવાડા અને વાપી છે. ધરમપુર તાલુકાના  પ્રવાસન સ્થળો  - લેડી વિલ્સન મ્યુઝિયમ: અનેક ગેલેરીઓ અને આદિવાસીઓના આર્ટવર્કના સંગ્રહ સાથેનું મ્યુઝિયમ - શ્રીમદ રાજચંદ્ર આશ્રમ: ધ્યાન, યોગ અને આધ્યાત્મિકતા માટેનું સ્થળ - માવલી ​​માતા વોટરફોલ: પ્રકૃતિનો આનંદ માણવા માટેનું સ્થ...