ધોરણ 6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક
ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ શરુ થઇ રહી છે.
- જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ
- જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ
- જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
- રક્ષાશક્તિ સ્કુલ્સ
આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક
અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓના
સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય
તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી
વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.
ઉપરોક્ત શાળાઓમાં તેમજ મોડેલ સ્કુલ્સમાં 2023-24ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તરની Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) લેવાનું આયોજન છે. આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિર્ધાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે.
પ્રવેશ માટેની યોગ્યતાઃ
> સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
> સ્વનિર્ભર / ખાનગી શાળાઓના ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ 6ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો: 23 માર્ચ 2023 થી 05 એપ્રિલ 2023
કોમન પ્રવેશ પરીક્ષાની તારીખ: 27 એપ્રિલ, 2023
ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર જોઈ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 23 માર્ચ 2023 થી 05 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.
સચિવ
રાજ્ય પરીક્ષા બોર્ડ,
ગુજરાત રાજ્ય