ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

SB KHERGAM
0

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.

 ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે.

એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પ્રસંગે તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયા, કુકણા સમાજ વિકાસ મંડળના માજી પ્રમુખો, માજી મંત્રીઓ અને કારોબારી સભ્યો અને સ્થાનિક હાઈસ્કુલના આચાર્યઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top