Chhota Udaipur|Chhotaudepur, Pavijetpur|Kawant|Naswadi|Sankheda |Bodeli taluka :છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓનો શુભારંભ
છોટાઉદેપુર, મંગળવાર :: છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત તા.૩૦/૦૭/૨૦૨૪ થી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં શાળાકીય અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ-બહેનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૩૦/૦૭/૨૦૨૪ થી ૦૭/૦૮/૨૦૨૪ દરમિયાન તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટીક્સ જયારે તા.૦૮/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૪ દરમિયાન જિલ્લા કક્ષાએ ચેસ, ફુટબોલ, લોન ટેનિસ, કરાટે, આર્ચરી, સાયકલીંગ(રોડ), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકટ, જીમ્નાસ્ટીક, ટેકવોન્ડો, હેન્ડબોલ, કુસ્તી, સ્વિમિંગ અને ડાઇવીંગ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, યોગાસન, હોકી, જુડો, સાયકલીંગ રોડ (ટ્રેક), બોક્સિંગ, ફેન્સીંગ, શૂટિંગ, વેઈટ લીફટીંગ, સોફ્ટ ટેનિસ, સ્ક્વોશ, નેટબોલ, મલખમ્બ, થાંગતામાર્શલઆર્ટ, ગટકા, ક્લારીપયાટુ, વોટરપોલો, મોર્ડનપેન્ટાથ્લોન, વુશુ, બેઝબોલ, રગ્બી, બીચવોલીબોલ, શેપકટકરાવ તથા સોફટબોલ જેવી ૪૦ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં અન્ડર-૧૪ વયજૂથમાં તા.૦૧/૦૧/૨૦૧૧ અને તે પછી જન્મેલા, અન્ડર-૧૭ વયજૂથમાં તા.૦૧/૦૧/૨૦૦૮ અને તે પછી જન્મેલા તથા અન્ડર-૧૯ વયજૂથમાં તા.૦૧/૦૧/૨૦૦૬ અને તે પછી જન્મેલા ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. આ શાળાકીય રમતોમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારી, છોટાઉદેપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે