ડાંગની બિલિઆંબા પ્રાથમિક શાળાની અનેક સિદ્ધિઓ સાથે રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે સન્માન.

SB KHERGAM
0

     

 2022ની IGBC ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ સ્પર્ધામાં દેશમાં પ્રથમ સ્થાનનું ગૌરવ ડાંગની બિલિઆંબા પ્રાથમિક શાળાની અનેક સિદ્ધિઓ સાથે રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન

રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એકસલંસના તમામ માપદંડોમાં શ્રેષ્ઠ સાબિત.

             બિલિઆંબા ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાએ અનેક સિધ્ધિઓ હાંસલ કરીને રાજય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવવ્યું છે. શાળાની શૈક્ષણિક પ્રવૃતિની સાથે સાથે બાહ્ય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહી ૭૮.૭૮ ટકા સાથે ગુણોત્સવ ૨.૦ માં એ ગ્રેડ મેળવનારી આ શાળાને અનેક ઇનામ અકરામ મળ્યા છે.અને જિલ્લાની અન્ય ૧૧૦ જેટલી શાળાઓ તેનું અનુસરણ કરી રહી છે. ઓફ એકસલન્સ ક્ષેત્રે મેરીટ સર્ટીફિકેટ મેળવનારી આ શાળાએ સ્થળાંતરના પ્રશ્ન સામે ઝઝુમી રહેલા સરહદી વિસ્તારમાં સરેરાશ ૯૨ થી ૯૪ ટકા હાજરી સાથે વાંચન ગણન અને લેખનમાં ૯૪.૯૭ ટકા સાથે પારંગતતા હાંસલ કરી છે. 

            ગુજરાતના છેવાડે ડાંગ તાપી અને મહારાષ્ટ્ર રાજયના ત્રિભેટે આવેલા અને વિશિષ્ટ ભૌગોલિકપરિસ્થિતિ ધરાવતા બિલિઆંબા ગામની આ પ્રાથમિક શાળાએ સ્કુલ ઓફ એકસલંસ ઉપરાંત ગત વર્ષ ૨૦૨૨ની આઇજીબીસી ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પણ દેશભરની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ નંબર હાંસલ કરી ડાંગ અને ગુજરાતનું માન વધાર્યુ છે. 

              ડાંગ જિલ્લાને ગૌરવ પ્રદાન કરતા આ શાળાએ ભૂતકાળમાં પણ અનેક ઇનામ અકરામ પોતાના નામે અંકિત કર્યા છે સને ૨૦૦૩-૦૪માં આ શાળાને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો હતો.તો ૨૦૦૭-૦૮માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જીસીઇઆરટી દ્વારા શાળા ગુણવત્તા એવોર્ડ મળ્યો હતો.સને ૨૦૧૬-૧૭માં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જીસીઇઆરટી દ્વારા શાળા સ્વચ્છતા એવોર્ડ ઉપરાંત સને૨૦૧૭-૧૮ અને સને ૨૦૨૨-૨૩માં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ વિધાલય પુરસ્કાર એનાયત કરાયો હતો. 

            ખો-ખોમાં શાળા રાજ્યકક્ષાએ ઝળકી અનેક મેડલ અપાવવામાં ફાળો નેશનલ સ્કુલ ગેમ્સમાં આ શાળાએ અંડર-૧૪ની ખો-ખો રમતમાં સ્ટેટ લેવલે ઉત્કૃષ્ટ દેખાવ કરતા અનેક મેડલ્સ શાળાને અપાવ્યા છે. તો ખેલ મહાકુંભમાં પણ ખો-ખોની રમતમાં આ શાળાના બાળકોએ ડાંગનો ડંકો વગાડયો છે.જીસીઇઆરટી સંચાલિત રમતોત્સવમાં પણ બિલિઆંબા પ્રાથમિક શાળાએ રાજય કક્ષાએ અનેક પારિતોષિકો પોતાના નામે કર્યા છે. તો એનએમએમએસ,પીએસઇ એક્ઝામમાં પણ અહીના બાળકોએ તેમનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા છે. ગુજરાતની રાજય કક્ષાની ખોખોની ટીમમાં પ્રતિવર્ષ આ શાળાના ચાર-પાંચ બાળકોએ પસંદગી પામી,ગુજરાત બહાર પણ રાજયની ટીમનું પ્રતિનિધિત્વ કરી અનેક મેડલો ગુજરાતને અપાવી,ગુજરાતનું માન વધાર્યુ છે. 

           અત્યાર સુધી બિલિઆંબા શાળાના ૬૧ થી વધુ બાળકોએ ગુજરાતની રાજય કક્ષાની ખો ખો ટીમમાં પસંદગી પામી તેમના કૌશલ્યને પ્રદર્શિત કર્યુ છે.ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવુ ગુણવતાયુકત શિક્ષણ ૧૩ વર્ગખંડો ધરાવતી બિલિઆંબા પ્રાથમિક શાળા ખાતે ૧ કોમ્પ્યુટર લેબ,૧ વિજ્ઞાન ખંડ,૧ ભાષા કોર્નર,૧ સામાજીક વિજ્ઞાન ખંડ,૧ ગુગલ કલાસ રૂમ,૨ સ્માર્ટ કલાસ રૂમ,૨ રમતગમતના મેદાનો જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ધો.૧ થી ૮ ની આ શાળામાં ડાંગ સહિત પાડોશી તાપી જિલ્લાના બાળકો પણ અભ્યાસ કરી રહયા છે. અહી ૩૬૦ બાળકો ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવુ ગુણવકતાયુક્ત શિક્ષણ મેળવી રહયા છે.આ શાળામાંથી અભ્યાસ કરીને કેટલાક વિધાર્થીઓ ડોકટર અને એન્જિનિયરો થયા.તો કેટલાક પીટીસી,બીએડ,નર્સિંગ અને કોલેજ કક્ષાએ પણ અભ્યાસ અર્થે ગયા છે.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top