Skip to main content

Posts

Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં.

  Khergam News :ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત કરાયાં. આજરોજ તારીખ : 17-10-2024નાં દિને ચીખલી અને ખેરગામ તાલુકાના રૂમલા ચીકારપાડા પ્રાથમિક શાળા, ચીખલી ખેરગામ એસ.એચ., ઘેજ બીડ કણબીવાડ, તલાવચોરા મોટા ફળિયા તથા તલાવચોરા ડેન્સા ફળિયા જેવા વિવિધ સ્થળો ખાતેથી અંદાજિત ₹10.66 કરોડના મૂલ્યના વિવિધ 10 રસ્તાના વિકાસકાર્યના ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામા આવ્યા હતા. જેમાં દરેક ગામનાં અગ્રણી આગેવાનો, રાજકીય આગેવાનો તથા હોદ્દેદારો અને  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત  સૌને નરેશભાઇ પટેલે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates

Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.

 Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.  ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક થઈ છે.  ગુજરાત રાજ્યના 33 જીલ્લાના પ્રમુખશ્રીઓમાં ગુજરાત રાજ્ય કાર્યાધ્યક્ષનો  હોદ્દો નવસારી જિલ્લાને ફાળવાયો છે.હોય સમગ્ર નવસારી જિલ્લા માટે ખુશી અને ગૌરવની બાબત છે. નવસારી જિલ્લા ઘટક સંઘના તમામ હોદ્દેદારોએ દિલીપભાઇ પટેલને  અભિનંદન પાઠવ્યા. આ  સમાચાર સોશ્યલ મીડિયાનાં માધ્યમ દ્વારા વાયુ વેગે  પ્રસરતા નવસારી જિલ્લાના શિક્ષકોએ પણ અભિનંદન પાઠવ્યા. દિલીપભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન💐💐 View this post on Instagram A post shared by @khergam_news_updates

Surat|Sachin : સચિન હોમગાર્ડ યુનિટમાં સેવા આપતા પ્રકાશ કુમાર મૌર્યને 'કર્મ ભૂષણ પુરસ્કાર 2024'થી સન્માનિત કરાયા.

  Surat|Sachin : સચિન હોમગાર્ડ યુનિટમાં સેવા આપતા પ્રકાશ કુમાર મૌર્યને 'કર્મ ભૂષણ પુરસ્કાર 2024'થી સન્માનિત કરાયા. હોમગાર્ડ પ્રકાશકુમાર મૌર્યએ 40 જેટલા ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા અને ફરજ પર હતા ત્યારે તેમને તેમના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યા. પ્રકાશ કુમાર મૌર્ય પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને શહેરની શાળાઓ અને વિસ્તારોમાં બાળકીઓ સામેના ગુનાઓને રોકવા માટે જાગૃતિ અભિયાન ચલાવે છે:  પ્રકાશ કુમાર મૌર્ય (CSM રેન્ક, મુખ્ય પ્રધાન ચંદ્રક વિજેતા)ને શહેરના હોમગાર્ડ વિભાગમાં તેમની સમર્પિત અને પ્રતિબદ્ધ સેવા બદલ અનિશ સંસ્થા દ્વારા 'કર્મ ભૂષણ એવોર્ડ 2024'થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમની યોગ્યતાઓથી પ્રેરિત છે.  પ્રકાશ કુમાર મૌર્ય છેલ્લા 18 વર્ષથી સચિન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે. તેઓ માત્ર ફરજની જવાબદારી નિભાવતા નથી, પરંતુ સમાજના ભલા માટે પણ ઉત્સાહપૂર્વક કામ કરે છે. સચિન પોલીસ સ્ટેશન સાથે મળીને, તેઓ શાળા અને શહેરના સ્થાનિક વિસ્તારોમાં છોકરીઓ સામેના ગુનાઓને રોકવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.  ગુમ થયેલા બાળકોને તેમના પરિવારો સાથે પુનઃ મળવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા...

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શક...

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

 Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. *માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા.  #VikasSaptah #23yearsofsuccess Post courtesy: info Tapi gog 

KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

 KHERGAM|BAHEJ PR.SCHOOL:  ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા. 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પા...

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. ખેરગામ : ચીખલી તાલુકાના ધેજ ગામની ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આચાર્ય અનિલ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલીના ધેજ ગામની ઝાડી ફળિયામાં છેલ્લા ૨૬-વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના જ દુકાન ફળિયાના રહીશ અનિલભાઈ વેસ્તાભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ,ઉપપ્રમુખ રમેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ ઉપરાંત તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. અનિલભાઈને શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અનિલભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.