Posts

Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

Image
Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. ગરીબ કલ્યાણ મેળો: નવસારી જિલ્લો વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે.- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઇએ- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના જન્મ દિને એક વૃક્ષ વાવે- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮ કરોડની સહાય-સાધનોના લાભો અર્પણ કરાયા. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ લાભાર્થી ભાઇ બહેનો સાથે સીધો સંવાદ કરી તેમને મળેલ યોજાનાકિય લાભ અંગે પ્રતિભાવો જાણ્યા નવસારી, તા.૨૭: નવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે  જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. નવસારી ...

Navsari news: નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.

Image
 Navsari news: નવસારી  જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું. સ્વચ્છતા હી સેવા અભિયાન: નવસારી  જિલ્લો નવસારી: સોમવાર :- “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.  સ્વચ્છતા હી સેવા અંતર્ગત નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝન અંતર્ગત સામુહિક સોક્પિટ ૮૦ અને  વ્યક્તિગત શોકપીટ  ૯૮૨ અને વ્યક્તિગત કમ્પોસ્ટપીટ ૬૦ કામોના તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સામુહિક કમ્પોસ્ટપીટ ૮૪  અને સેગ્રીગેસન સેડ ૩  નું ખાતમુહૂર્ત તાલુકા કક્ષાએથી  ગામના આગેવાનોના   વરદહસ્તે કરવામાં આવ્યું હતું.  #TeamNavsari Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari

Tapi|Songadh news : ગુણસદા ખાતે શ્રી અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મુલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ(Millet)વાનગી હરીફાઈ યોજાઈ

Image
Tapi|Songadh news : ગુણસદા ખાતે શ્રી અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મુલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ(Millet)વાનગી હરીફાઈ યોજાઈ *માહિતી બ્યુરો, તાપી તા.૨૬*   ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન-સોનગઢ અને ઇફકો-તાપીના સંયુક્ત ઉપક્રમે માન.કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી.પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગુણસદા ખાતે તા. ૨૬/૦૯/૨૦૨૪ રોજ રાષ્ટ્રિય પોષણ માસ-૨૦૨૪, સ્વચ્છતા હી સેવા અને કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.   મુખ્ય વિષય 'પોષક અનાજ(શ્રીઅન્ન)ના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ અને તેમાં મુલ્યવર્ધન' હતો. સદર કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની કુલ ૬૫ થી વધુ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. વધુમાં, કાર્યક્રમની શરૂઆતમાં પોષક અનાજ(Millet)વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ-તાલુકાના વિવિધ ગામની આદિવાસી મહિલાઓએ વિવિધ પોષક અનાજની વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. વિવિધ ...

Tapi |Vyara news : વ્યારા ખાતે ૨૭મી સપ્ટેમ્બરે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

Image
Tapi |Vyara news : વ્યારા ખાતે ૨૭મી સપ્ટેમ્બરે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ માહિતી બ્યુરો,તાપી તા.૨૫ સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૨૭મી સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪ યોજાનાર છે. તાપી જિલ્લામાં જિલ્લા સેવાસદનના,વ્યારા ઓડિટિરિયમ હોલ- બ્લોક નં ૧૩ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને સવારે ૯.૦૦ કલાકે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે.            તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે  બેઠક યોજાઈ હતી.         ઇંચા કલેકટરશ્રી વી.એન.શાહે અધિકારીઓને સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મુખ્ય સ્ટેજ પરથી જુદી જુદી યોજનાના લાભાર્થીઓને પસંદ કરવામાં આવે. તથા વિકલાંગ લાભાર્થી માટે અલાયદી વ્યવ...

Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ.

Image
 Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની  બેઠક યોજાઈ સોશીયલ મિડીયા દ્વારા “સ્વચ્છતા હી સેવા “અભિયાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા અનુરોધ *માહિતી બ્યુરો, તાપી તા.૨૬*   તાપી જિલ્લા કલેકટર સભાખંડ ખાતે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી વી.એન.શાહે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સમગ્ર જાણકારી આપતા જણવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાને જનભાગીદારીથી વ્યાપક બનાવવાનો છે. ઈન્ફ્લ્યુએન્ઝર્સ તરીકે સોશિયલ મિડીયાના માધ્યમથી જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો વધુમાં કલેક્ટરશ્રી વી.એન.શાહે “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે  જિલ્લામાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી આ અભિયાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા જણાવ્ય...

Navsari news : નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા

Image
  Navsari news : નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા: નવસારી જિલ્લો બ્યુટીફિક્શનની કામગીરી માટે રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવી બેસવા માટે બાકડા આપનાર સુફિયાનભાઈને પણ 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરાયા નવસારી,તા.૨૫: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા 'સ્વચ્છતા હિરો' તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.  સ્વચ્છતા હી સેવા "સ્વભાવ  સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ 'સ્વચ્છતા હીરો'ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્...

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમ...