Posts

ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી: અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી મહિલાને ઉગારી :

Image
ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી: અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી મહિલાને ઉગારી : (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૨૫: ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલા "પ્રોજેક્ટ સંવેદના" કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પોલીસની "શી ટીમ" દ્વારા અંધારી કોટડીમાં જીવન વ્યતિત કરતી જાખાના ગામની એક વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું.  વૃદ્ધ મહિલા સુ.શ્રી મંગનીબેન ધનજીભાઈ ગાવિત જેઓ વર્ષોથી અંધારી કોટડીમાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા હતાં. સાપુતારા પોલીસની "શી ટીમ" ને આ બાબતની જાણ થતાં તેઓએ મહિલાની મુલાકાત લીધી હતી.  અહીં મહિલા પોલીસકર્મીએ વૃદ્ધ મહિલાની કરુણ સ્થિતિને પારખી તેનું રેસ્ક્યુ કરી, તાત્કાલિક માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત "પ્રભુ આશ્રમ" સુરતનો સંપર્ક કર્યો હતો. જે બાદ કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરી મહિલાને ટ્રસ્ટમાં મોકલવામાં આવી હતી.  ડાંગ પોલીસનાં પ્રોજેક્ટ સંવેદના કાર્યક્રમ અંતર્ગત મહિલાને નવજીવન આપવામાં નિમિત્ત બનેલ પોલીસ કર્મીઓની સરાહનીય કામગીરીને બિરદાવામાં આવી હતી. ડાંગ જિલ્લા પોલીસની સરાહનીય ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો

Image
    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો ૦૦૦૦ મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ સ્વનિર્ભર બની વિકસીત ભારતના સ્વપનને સાકાર કરવામાં સહયોગ આપવા ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલનો અનુરોધ ૦૦૦૦ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું ૦૦૦૦ ભુજ, રવિવાર   દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજના ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી કેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો/સખી મંડળને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.  ભુજ ટાઉનહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાનો માનવી કોઇપણ વિકાસથી વંચિત ન રહી જાય તે વડાપ્રધાનશ્રીની નેમ છે , આ નેમ હેઠળ જ વિવિધ વર્ગ તથા વયજુથ માટે વિકાસ યોજનાઓ અમલી કરી છે. જેમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મહિલાઓ પગભર બને તે માટે માત્ર આર્થિક નહીં પરંતુ તાલીમ સહિતની તમામ પૂરક સહાય સર...

તાપી જિલ્લો -PM-JANMAN કાર્યક્રમ ફેઝ-૨

Image
  તાપી જિલ્લો -PM-JANMAN  કાર્યક્રમ ફેઝ-૨ *પીએમજનમન અભિયાન અંતર્ગત તાપી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં લાભ વિતરણ અને જનજાગૃતિ કેમ્પો યોજાયા*  *તાપી જિલ્લામાં વસતા આદિમજુથના નાગરિકોને બીજા તબકાના PM-JANMAN અભિયાન અંગે જાગૃત કરાયા*  *સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર આદિમજુથ કુટુંબોના ઘર આંગણે પહોચ્યું* *માહિતી બ્યુરો, તાપી તા.૨૩* દેશના પ્રધાનંત્રીશ્રી દ્વારા ગત તા.૧૫ મી નવેમ્બર, ૨૦૨૩ ના રોજથી PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) જાહેર કરવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા, તારીખ ૨૩મી ઓગસ્ટ-૨૦૨૪ થી તા.૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી, બીજા તબાકાના PM-JANMAN મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.  જેના ભાગરૂપે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં આજથી એટલે કે ૨૩મી ઓગસ્ટથી ગ્રામપંચાયત કક્ષાએ પીએમજનમન અભિયાન અંતર્ગત યોજનાકિય લાભોથી વંચિત લાભાર્થીઓ માટે જનજાગૃતિ કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ તથા પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલીયાના સચોટ માર્ગદર્શ...

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                                                    વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ...

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

Image
             નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવ...

Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી

Image
 Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૨ ઓગસ્ટ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને સેન્ટર ફોર યુથ (C4Y) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટિ-રેગિંગ વિષય પર UGC અને MHRD, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી

Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
 Khergam news: ખેરગામ ગામના ભસ્તા ફળિયા પ્રા. શાળાનો ૨૪મો સ્થાપના દિવસ ઉજવાયો. ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાનો ૨૪મો સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, ખેરગામ યુવા સામાજિક કાર્યકર તથા પત્રકાર જગદીશભાઈ  ઉર્ફે જીગ્નેશભાઈ પટેલ,એસએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ, નિવૃત્ત શિક્ષક ઉદયભાઈ, ઉપેન્દ્રભાઈ,વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેક વિધાર્થીઓ દ્વારા કેક કાપી એક બીજાને ખવડાવી શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ શાળા ચાલુ કરવા સંઘર્ષ કરનાર સ્થાનિક અગ્રણીઓને યાદ કર્યા હતા.તેમજ શાળામાથી અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે પહોંચ્યા છે. શાળા હજુ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તેવા અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. સંદેશ ન્યૂઝ