Posts

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

Image
   Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે. ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અ...

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

Image
                Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી...

વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Image
              વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.  વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્યની હોકી સિલેકશન ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પુને મહારાષ્ટ્ર મુકામે યોજાનાર ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ.

Image
            Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ. તારીખ : ૧૧-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળામાં  શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકીના પરિવાર તરફથી સરસ્વતી માતાની ₹ ૨૫,૦૦૦ રૂપિયા કિંમતની આરસની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી.   સૌ પ્રથમ શાળા પરિવારે તેમના પરિવારનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મૂર્તિ સ્થાપનાની પૂજા વિધિ ખેરગામ કેન્દ્રના પૂર્વ સી. આર.સી. જીવણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જશુબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી. ફતેહસિંહ સોલંકી અને તેમનો પરિવાર પહેલેથી જ "સેવા પરમો ધર્મમાં" માનનારો પરિવાર છે. તેઓ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રીનાં હોદ્દા દરમ્યાન પણ શિક્ષકોના હિતમાં ઘણાં કાર્યો કર્યા હતા. તેમજ તાલુકાના શૈક્ષણિક કાર્યક્રમોમાં તેમણે તનમન અને ધનથી યોગદાન આપ્યું હતું. હાલ તેઓ સેવા નિવૃત્ત થયેલ હોવા છતાં તેમની દાન  પ્રવૃતિ ચાલુ જ છે.  તેમણે કુમાર શાળા ખાતે શિક્ષણની દેવી "સરસ્વતી માતાની" મૂર્તિ ભેટ ધરી  શિક્ષક તરી...

મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897)

Image
    મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897) મરાઠીના આદ્ય કવયિત્રી ફૂલેનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલાં સાવિત્રીબાઈના 9 વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યાં એટલું જ નહિ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યાં. ઘરથી શાળાએ જતાં તેમના પર રૂઢિચુસ્તો છાણ-મળ- મૂત્ર વગેરે ફેંકતા ત્યારે તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય શાળાએ જઈ બીજી પહેરી શકાય. પતિના સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો. વિધવાઓએ  માથું મૂંડાવવું જેવી કુરીતિઓ વિરુદ્ધ તો  તેઓએ આંદોલન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો. દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરૂ કરવા સાથે બાલિકાઓ માટે 18 જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા. કવિયત્રી સાવિત્રીબાઈએ કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો રચ્યા હતા. પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફૂલે યુનિ.નામ અને તો ટપાલટિકિટ દ્વારા તેમનું સન્માન થયું  છે. 1897ના વર્ષે એ જમાનામા...

Khergam : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
    Khergam  : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ :૦૮-૦૩-૨૦૨૪નાં દિને પાટી પ્રાથમિક શાળામાં શાળાના પીએમસીશ્રી મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.  જેમાં ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વક કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઇ આહીર ,નવસારી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ પટેલ સાહેબ , આરોગ્ય અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, પાટી ગામના સરપંચ શ્રી, તોરણવેરા ગામના સરપંચ શ્રી ,પાણીખડકના સરપંચ શ્રી ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,ખેરગામ તાલુકા ભાજપના અગ્રણી ચુનીભાઇ પટેલ, વાડ ગામના સરપંચશ્રી,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ ,ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ તથા ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી કિરીટભાઈ અને ખેરગામ તાલુકાના  BRC CO. વિજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત ...

Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

Image
               Khergam : ખેરગામ બંધાડ ફળિયા ખાતે નવી આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.   ખેરગામ બંધાડ ફળિયાના નવી આંગણવાડી બનાવવા છેલ્લા ઘણા સમયથી ઉઠેલી માંગ અને સ્થાનિક આગેવાનોની રજૂઆતના પગલે મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું નવું મકાન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ મંજુર થતાં ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે આંગણવાડીના મકાન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સશીનભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો શૈલેષભાઈ, હેમલતાબેન, પ્રિયંકાબેન, સુભાષભાઈ, નીલમબેન અને ફળિયાના રહીશો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચ ઝરણાબેન પટેલે જણાવ્યું કે બંધાડ ફળિયામાં પ્રથમવાર આંગણવાડીનું નવું બાંધકામની કામગીરી શરૂ થતાં બાળકોને નવી સુવિધા પ્રાપ્ત થશે.