Posts

Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

Image
   Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. તારીખ :૧૧-૦૨-૨૦૨૪નાં રવિવારનાં દિને ૯:૦૦ કલાકે ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. જેમાં પોમાપાળ ફળિયાનાં વોર્ડ નંબર -૯ નાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  જેમાં અવનવી વાનગીઓ જેવી કે ઉબાડીયું, પાણીપુરી, સમોસા, મસાલા છાશ, બટાટા પૌંઆ, પાઉંભાજી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, કટલેસ, ભેલ, સેવખમણી, ભૂંગળા જેવી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નફો-ખોટ, ખરીદ કિંમત, વેચાણ કિંમત, શબ્દોની સમજ મેળવે છે. અને વ્યવહારમાં તેના ઉપયોગ વિશે જાણે છે. તેમજ ગાણિતિક કોયડાઓ અને ક્રિયાઓનો વ્યાવહારિક ઉપયોગિતા કેળવે છે. તેમજ જે તે વાનગીઓનાં બનાવટમાં ઉપયોગી મરીમસાલા, ચીજવસ્તુઓની જરૂરી ચીજ વસ્તુઓ વિશે માહિતગાર થાય છે. તેમજ તેમની બનાવટમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માતાપિતાને મદદરૂપ થાય. સંપ, સહકાર, ચીવટ, ચોકસાઈ,જેવા ગુણો વિકસિત થાય એ આનંદમેળાનો મૂળ હેતુ રહેલો છે.  ગ્રામ પંચાયત સભ્યશ્રીની મુલાકાત દરમ્યાન આનંદ મેળા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યુ...

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

Image
               Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું. તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપે...

Khergam (shamla school) : પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત શામળા ફળિયા પ્રાથમિક શાળા દ્વારા પેપર બેગ મેકિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન.

Image
    Khergam (shamla school) : પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત શામળા ફળિયા પ્રાથમિક શાળા દ્વારા પેપર બેગ મેકિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન.                 "સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી "અંતર્ગત લોકો પ્લાસ્ટિક બેગને બદલે પેપર બેગનો વધુમાં વધુ ઉપયોગ કરે, સ્વચ્છ ભારત મિશનમાં પોતાનું યોગદાન આપે તથા બાળકો પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત થાય એ હેતુસર શાળામાં પેપરબેગ નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ શાળાના તમામ શિક્ષકો દ્વારા પર્યાવરણ નું મહત્વ સમજાવવામાં આવ્યું. બાળકોએ પણ પોતાની વયકક્ષા મુજબ પોતાના વિચારો રજૂ કર્યા.         આ  કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા વૈશાલીબહેનએ બાળકોને પેપર બેગ કઈ રીતે બનાવી શકાય એ બાબતનો ડેમો આપ્યો હતો. ત્યારબાદ શાળાના તમામ બાળકો પોતાની આવડત મુજબ બનાવટમાં ઇનોવેશન લાવી પેપરબેગ બનાવી હતી.                            તારીખ: ૧૦/૦૨/૨૦૨૪ના દિને રિસેશ દરમ્યાન શાળાની નજ...

Khergam (Mishan faliya school) : ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

Image
    Khergam (Mishan faliya school) : ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો. તા. ૧૦/૦૨/૨૦૨૪ ના શનિવારના રોજ મિશન ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે એસ.એમ.સી.નાં સભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૫ સ્ટોલ પર વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી સભ્ય, ગ્રામજનો અને વાલીઓ એ હાજરી આપી બાળકો માં ઉત્સાહ વધાર્યો હતો.બાળકોમાં વ્યવહારિક લે - વેચ , નફો - ખોટની સમજ કેળવાય એ હેતુસર આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.

Khergam (kumar shala) : ખેરગામ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ખાતે રમતોત્સવ ઉજવાયો.

Image
  Khergam (kumar shala) : ખેરગામ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ખાતે રમતોત્સવ ઉજવાયો. આજના મોબાઇલ યુગમાં દેશી રમતોનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે ખેરગામ કુમાર શાળા દ્વારા દેશી રમતોનું તારીખ : ૭-૨-૨૦૨૪ નાં રોજ કુમાર શાળા દ્વારા વાવ છાત્રાલય ગ્રાઉન્ડ પર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આજે સરકારશ્રી દ્વારા પણ  દેશી રમતોને રમાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. દેશી રમતો આપણી સંસ્કૃતિનો એક અમૂલ્ય ભાગ છે. જેમાં ગિલ્લી દંડા, રસ્સી ખેંચ, ભમરડો, મોરી ફેરવવવી, ટાયર ફેરવવા, કોથળા કૂદ, જેવી ઘણી બધી રમતો અગાઉના સમયમાં રમાતી હતી.  અહીં બાળકોની વયકક્ષા અને તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓ સરળતાથી અને તેમને ઇજા ન થાય તેવી સરળ રમતો રમાડવામાં આવી હતી. કુમાર શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઇ પટેલ દ્વારા શાળા કક્ષાએ બાળકો અને શિક્ષકોને દરેક પ્રવૃત્તિ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો  દરેક પર્વને કે કાર્યક્રમને ઉત્સાહ પૂર્વક ઉજવે છે. જેમાં ધોરણ -૧ થી ૮નાં તમામ બાળકોને ધોરણવાર દેશી રમતો રમાડવામાં આવી હતી. તથા શાળાના શિક્ષિકા  અસ્મિતાબ...

Khergam (blood donation camp): ખેરગામનાં દાદરી ફળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Image
  Khergam (blood donation camp): ખેરગામનાં દાદરી ફળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. નવસારી જિલ્લાના ખેરગામ ગામે દાદરી ફળિયામાં અંબામાતા મંદિરના પાટોત્સવ નિમિત્તે શ્રીમદ રાજચન્દ્ર હોસ્પીટલ દ્વારા રક્તદાન શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યુ હતું. જેનું ઉદ્ઘાટન પ.પૂ.કથાકાર પ્રફુલભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ખેરગામ પી.એસ.આઈ. પઢેરિયા ભૌતેશ કંસારા, ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલ, સતીશભાઈ રિદ્ધિ તથા રાઠોડ સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વાદ આપતાં પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતું કે આજના યુગમાં રક્તદાન ખુબ જ જરૂરી છે. દાદરી ફળીયા રાઠોડ સમાજે ક્રાંતિ કરી છે. માઁ અંબાની કૃપાથી સત્કાર્યો થઈ રહ્યા છે. એમણે પી.એસ.આઈ. પઢેરિયાની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકાર/ ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈએ  કર્યું હતું.

Khergam (mishan faliya school) :ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો.

Image
    Khergam (mishan faliya school) :ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો. તારીખ : ૧૮-૦૧-૨૦૨૪નાં નાં દિને ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં શિયાળું રમતોત્સવ ઉજવાયો હતો.જેમાં શાળાના આચાર્યશ્રી અરવિંદભાઈ પટેલ સહિત સ્ટાફ મિત્રો દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ ૧થી૫ પ્રાથમિક વિભાગ અને ધોરણ ૬થી૮ ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના બાળકોની વયકક્ષાને ધ્યાને લઈ અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી.  જેમાં લીંબુ ચમચી, કબડ્ડી, ખો ખો, કોથળા કૂદ, દોરડાં ખેંચ, દેડકાં કૂદ, કેળાં પકડ, સિક્કા શોધ જેવી રમતોનો સમાવેશ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.