Posts

કાળો કોશી પક્ષી (ઢેચૂડિયો) : (dhechudiyo)Black Drongo bird

Image
  અવાજ સાંભળવા માટે અહીં ક્લિક કરો. કાળો કોશી (ઢેચૂડિયો)  આપણા ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળતું વાડી-વગડાનું પક્ષી છે. તેને પક્ષીજગતના પોલીસનું બિરૂદ મળેલું છે. તળપદી બોલીમાં તેને "પટેલ"ના નામે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજો તેને 'હિઝ રોયલ હાઈનેસ' તરીકે ઓળખે છે, હિન્દીમાં તેને કોતવાલ અથવા ઠાકુરજી તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી આદિવાસી વિસ્તારમાં તેને ' ઢેચૂડિયો ' નામથી પણ    ઓળખવામાં આવે છે. તેનું શરીર ૧૩ ઈંચ જેટલું લાંબુ હોય છે, જેમાં પુંછડીનો ભાગ અડધી લંબાઈ ધરાવતો હોય છે. આ લડાયક પક્ષીની આંખ લાલ હોય છે. સમડી, કાગડા, ખેરખટ્ટા જેવાં પક્ષીઓ સાથે કાળો કોશી લડી લેતો હોય છે. તે પોતાની સીમા-વિસ્તારમાં બળવાન તેમ જ મોટાં પક્ષીઓની પાછળ પડી ભગાડી મૂકે છે. આ પક્ષી ઊડવામાં ચપળ હોય છે, જેથી ઝાડ, દિવાલ, વીજળી-ટેલીફોનના તાર પર બેસીને જમીન પરથી જીવડાંને તરાપ મારી પકડીને ફરી ઉપર આવી જાય છે. તે ચૈત્ર તેમ જ અષાઢ મહિનામાં માળા બનાવી ઈંડા મૂકે છે. તેનો માળો ફરતેથી ખુલ્લો હોય છે. લેલાં, પીળક જેવા પક્ષીઓ કાળા કોશીના માળા નજીક (પોતાનાને માળા રક્ષણ મળશ...

પીળક પક્ષી: indian golden oriole

Image
  Courtesy: ebird પક્ષીનો અવાજ સાંભળવા માટે અહીં ક્લિક કરો પીળક પક્ષી :  ઈન્ડિયન ગોલ્ડન ઓરિઅલ બર્ડ   મનેઘટાદાર વૃક્ષોની વનરાઈ त વચ્ચે સરસ મજાની સિસોટી સંભળાય તો માનજો કે તમે એક સદનસીબ છે, કારણ કે એ સિસોટી વગાડતું પીળક નામનું એ પક્ષી બહુ ઓછાઓને દેખાતું હોય છે. પીળક (ઇન્ડિયન ગોલ્ડન ઓરિઅલ) એ સોનેરી રંગનું ખુબ જ આકર્ષક પક્ષી છે. તે એક અલગ જ પ્રકારનો જાણે સિસોટી વગાડતું હોય એવો ટ્વિઉટુટુ ટુ..ટ્વિ ઉટુટુ ટુ.. ટ્વિઉટુટુ ટુ.. અવાજ કરે છે, જે સાંભળવો ગમે તેવો આહલાદક હોય છે. વચ્ચે વચ્ચે એ ફાટેલો ટવે..ટવે.. એવો પણ અવાજ કરે છે. પીળક એનો માળો બે-ત્રણ પતલી ડાળખીની વચ્ચે ઝુલતો વાડકા જેવો ગોળાકાર બનાવે છે. તે એનો માળો ઘાસ જેવા પાતળા અને સરળતાથી વાળી શકાય એવી સામગ્રીથી ગૂંથે (વણે) છે. પીળકનો માળો પીપળા જેવા ઊંચા ઘટાદાર વૃક્ષો પર હોવાને લીધે તે બહુ ઓછો દશ્યમાન થાય છે. આથી એનાં બચ્ચાં દેખાવાં દુર્લભ હોય છે. તેનો પ્રજનન સમય વસંતઋતુ (ઉનાળો) છે. એટલે કે એપ્રિલ થી ઓગસ્ટ સુધી. નર અને માદા બંને મળીને માળો બનાવે છે અને બચ્ચાને ઉછેરે છે. પીળક સામાન્ય રીતે જ્યાં ઘટાદાર વૃક્ષો હોય જેમ કે જંગલો, વ...

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે ક્રિકેટ વિલેજકપ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજન.

Image
     ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે ક્રિકેટ વિલેજકપ ટુર્નામેન્ટનું કરાયેલું આયોજન. તારીખ ૧૪-૦૧-૨ ૦૨૪નાં દિને તોરણવેરા ગામના સરપંચશ્રી સુનીલભાઈ દાભડિયાના હસ્તે વિલેજકપ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.  જેઓ ગામના વિકાસ, સમાજ જાગૃતિ, આરોગ્યલક્ષી કેમ્પ અને સુવિધાઓ, વૃદ્ધો અને વિધવા સહાય યોજનાઓ, એકતા ભાઈચારાના કાર્યક્રમો અવારનવાર યોજી આદર્શ ગામ બનાવવા તરફ દોટ મૂકી છે.ગત વર્ષોમાં તેમણે વ્યસન મુક્તિ નાબૂદી માટે  દુકાનદારોને દંડ કરવાનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી  એક આગવી પહેલ કરી હતી. હાલમાં ગરીબ ઘરની મહિલાઓની નોર્મલ પ્રસૂતિ થાય એ હેતુસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી સાથે બેઠક યોજી યોગ્ય  પગલાં લેવાની ભલામણ કરી  હતી. ગામની સરકારી સંસ્થાઓમાં ફરજ બજવતા કર્મચારીઓ અને ગામ લોકોના મંતવ્ય મુજબ તેઓ ગામના નાનાંમાં નાનાં વ્યક્તિ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની તેમની નેમ છે.  દેશની એકતાનું પ્રથમ  કેન્દ્રબિંદુ  ગામની એકતામાં રહેલી છે. એ પારખવાની તેમનામાં  દીર્ઘદૃષ્ટિ રહેલી છે. યુવાનોને સાચી દિશામાં કેવી રીતે વાળવા એ તેમની પારખું નજ...

ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Image
                           ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.  ખેરગામ તાલુકાના સેવાભાવી યુવાન અને હાલ ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સંજય વી પટેલને ગુજરાત સમાજસાસ્ત્ર પરિષદના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેઓના political leadership among Tribal and non Tribal - A study વિષય પર ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડો.જે સી પટેલનાં માર્ગદર્શન હેઠળ PhD ની પદવી પ્રાપ્ત કરવા બદલ આપવામાં આવ્યું હતું.તેમનું સન્માન ગુજરાત સમાજશાસ્ત્રનાં અધ્યક્ષ ડો જયપ્રકાશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ તેમને મળેલી આ સિદ્ધિ બદલ તેમના ગામ આછવણીના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.

Image
                ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા  સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું. સેલવાસ ખાતે તારીખ 13,14 અને 15 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ૩૧મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન કાર્યક્રમમાં મહાપ્રસાદ માટે ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા ખેરગામના સેવાભાવી કુટુંબોએ સ્વેચ્છાએ અન્નદાન સ્વરૂપે આપેલ 20160 કિલો ગ્રામ ચોખા એકત્ર કરી આયોજકોને અર્પણ કર્યા.  આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે. આયોજક દ્વારા નમ્ર અપીલ  કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે. ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા  આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ ...

ડેબરપાડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Image
       ડેબરપાડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ : ૨૮ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન નવસારી જિલ્લાની ખેરગામ તાલુકામાં આવેલી ડેબરપાડા  પ્રાથમિક શાળાના શૈક્ષણિક પ્રવાસનું બાળકો માટે શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિ પ્રવાસન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.  જેમાં સારંગપુર, વિરપુર, ખોડલધામ, સોમનાથ, જૂનાગઢ (સક્કરબાગ, અશોક શિલલેખ, ભવનાથ ) અને ગિરનારની મુલાકાત લીધી હતી. ગિરનાર પર્વત પર બાળકોને રોપ વે દ્વારા માતાજીના દર્શન કરવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફર્યા હતા આમ ડેબરપાડા પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષણમાં ઉપયોગ એવા સ્થળોની મુલાકાત લીધી હતી જે દરમિયાન શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી.

ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

Image
           ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. તારીખ :૧૦-૦૧-૨ ૦૨૪નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું એસ.એમ.સી.ના અધ્યક્ષ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં પાણી પૂરી, ગુલાબજાંબુ, ભેલ, ભજીયા, છાશ, ફ્રુટ સલાર્ડ, ખમણ જેવી ૨૨ જેટલી વાનગીઓના સ્ટોલ પર બાળકો દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નાણાંની લેવડદેવડ બાબતે કુશળતા  તેમજ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ગાણિતિક કૌશલ્યનો વિકાસ થાય એ હેતુસર આનંદ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. બાળકોના વાલીઓ, બાળકો અને શિક્ષકોએ અવનવી વાનગીઓની મઝા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ મુખ્ય શિક્ષક હસમુખભાઈ પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.