Posts

મા વિનાની દોઢ માસની બે દીકરીઓની મદદ માટે ધરમપુર તાલુકા આદિવાસી સમાજ આગળ આવ્યો.

Image
          મા વિનાની દોઢ માસની બે દીકરીઓની મદદ માટે ધરમપુર         તાલુકા આદિવાસી સમાજ આગળ આવ્યો. આજરોજ તા.27/09/2023 ના દિને ધરમપુર તાલુકાના ફૂલવાડી ગામની આદિવાસી બહેનનું અગાઉ તા.09/08/2023 ના દીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં  મૃત્યુ થયું હતું.જેમની દોઢ માસની બે નાની  સ્વરા અને સાવ્યા નામની બે દીકરીઓ છે.જેમની પડખે આદિવાસી સમાજ ઉભો રહ્યાનું ઉદાહરણ સામે આવ્યું છે.   એક ચેનલને આપેલી માહિતી મુજબ આ  આદિવાસી ગરીબ પરિવાર હોવાથી આ બાળકીઓ માટે દૂધના પણ પૈસા ન હોય જેથી  ભેંસદરાના સ્થાનિક આગેવાન ટીફૂભાઈ, ફૂલવાડી ગામના આગેવાન શ્રી કૃણાલભાઈ,અને કિરીટભાઈ વાંકલ ગામના આરોગ્ય કર્મચારીએ એક પહેલ કરી હતી અને જેના ભાગ રૂપે 37,300/- સાડત્રીસ હજાર ત્રણસો રૂપિયા ભેગા થયા હતા જે રકમ આજરોજ આ નાની દોઢ માસની સ્વરા,અને સાવ્યાની કાળજી રાખનાર પરિવારને આપવામાં આવી હતી. ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલની આગેવાનીમાં આ રકમની ચુકવણી કરવામાં આવી હતી. અને આ સેવાકાર્યમાં દાન કરનાર દાતાઓનો કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.  ગરીબ લાચાર...

નર્મદા જિલ્લાના આગજની બનાવમાં નુકશાન પામેલા ઘરોની મદદે આવ્યું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ.

Image
    નર્મદા જિલ્લાના આગજની બનાવમાં નુકશાન પામેલા ઘરોની મદદે  આવ્યું સંકલ્પ એજ્યુકેશન  ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ.  થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના 12 જેટલાં ઘરોને આગજનીમાં વ્યાપક નુકસાન થયેલ જેનો વિડિઓ સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ઉકાઈના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરતા બધાએ ભેગા મળીને અનાજ,કપડાં,વાસણ,નોટબુક, ગોદડા સહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભરીને 9 જેટલાં ગરીબ પરિવારોમાં ખુશીઓનો માહોલ ઉભો કર્યો હતો.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે સ્થળ પર આવીને જોતા ખુબ જ કરૂણ પરિસ્થિતિ જોવા મળી અને સરપંચને મળીને તંત્ર સાથે તાલમેલ જાળવી શક્ય એટલી ઝડપે લાચાર પરિવારોને જલ્દીથી સહાય મળી રહે એવી માંગ કરી છે.  તેમજ નર્મદા નદીમાં આવેલા પુરમાં તબાહ થયેલા 30 જેટલાં પરિવારોને 15-20 દિવસ ભોજન મળી રહે એટલી સહાય આપીશું. મિનેષ પટેલ તેમજ ગૌરાંગ પટેલે સમાજના સરકારી નોકરી કરતા અને ...

પશ્ચિમ બંગાળમાં એક 12 વર્ષના છોકરાએ રેલ્વેને મોટી દુર્ઘટના થતી અટકાવી.

Image
   પશ્ચિમ બંગાળમાં એક 12 વર્ષના છોકરાએ રેલ્વેને મોટી દુર્ઘટના થતી અટકાવી. પશ્ચિમ બંગાળમાં એક 12 વર્ષના છોકરાએ ક્ષતિગ્રસ્ત રેલ્વે ટ્રેકના એક ભાગ તરફ ઝડપથી દોડી રહેલી ટ્રેનના ડ્રાઇવરને ચેતવણી આપવા માટે તેના લાલ ટી-શર્ટનો ફ્લેગ તરીકે ઉપયોગ કરીને મોટી ટ્રેન દુર્ઘટનાને ટાળી હતી. આ ઘટના ગયા ગુરુવારે પશ્ચિમ બંગાળના માલદામાં રેલવે યાર્ડ પાસે બની હતી. મુરસલીન શેખ નામનો છોકરો યાર્ડમાં કામ કરતા પરપ્રાંતિય કામદારનો પુત્ર છે. ઘટના સમયે મુસલીન કેટલાક કામદારો સાથે યાર્ડમાં હાજર હતા.  ત્યાં, તેણે જોયું કે યાર્ડની નજીકના રેલ્વે ટ્રેકનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને પેસેન્જર ટ્રેન તે તરફ ઝડપથી આવી રહી હતી. તરત જ, છોકરાએ તેની લાલ ટી-શર્ટ કાઢી નાખી અને તેને આવતી ટ્રેનમાં હલાવવા લાગ્યો. ટ્રેનના લોકોમોટિવ પાયલોટે સિગ્નલ જોયો અને ઇમરજન્સી બ્રેક લગાવી, અકસ્માત ટાળ્યો. ઘટના વિશે વાત કરતા, નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રવક્તા સબ્યસાચી દેએ કહ્યું, "માલદામાં એક 12 વર્ષના બાળકે ટ્રેનમાં પોતાનો લાલ શર્ટ લહેરાવ્યો, જેના કારણે લોકો-પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને રોકી દીધી. પેસેન્જર ટ્રેન...

ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ધોડિયા એન્જીનિયરીંગ એસો.ના વાર્ષિક સંમેલનમાં૮૦ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.

Image
   ચીખલી તાલુકાના જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે  ધોડિયા એન્જીનિયરીંગ એસો.ના વાર્ષિક સંમેલનમાં૮૦ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. ધોડિયા એસોસિએશનનું વાર્ષિક સંમેલન રવિવારે સુરખાઈ જ્ઞાન કિરણ ધોડિયા સમાજવાડીમાં યોજાયું હતું. જેમાં સમાજના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનવાની અપીલ સાથે સમાજના ૮૦ તેજસ્વી તારલા અને સમાજરત્નોનું સન્માન કરાયું હતું.  સુરખાઇ જ્ઞાન કિરણ જ્ઞાતિ મંડળ સમાજવાડીમાં રવિવારે  અગ્રણીઓએ સમાજના શૈક્ષણિક વિકાસમાં યોગદાન આપી સહભાગી બનવા અપીલ કરી હતી. આ  પ્રસંગે માર્ગ મકાન વિભાગના જાહેર સેવા આયોગના સભ્ય સચિવ  તરીકે બઢતી નિમણૂક થતા એ. કે. પટેલને સમાજ રત્ન સ્મૃતિભેટ આપી બહુમાન કરાયું હતું. આ ઉપરાંત રાજ્ય જળસંપતિ પાણી પુરવઠા વિભાગ સચિવ ગુજરાત કે.એ.પટેલ, જાહેર સેવા આયોગના સભ્ય સચિવ એસ. કે.પટેલ, તેમજ જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનાં સ્થાપક રાજુભાઈ પટેલ ( રાજેન્દ્રભાઈ પટેલ)નું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.   વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧૦-૧૨, એન્જીનિયરીંગ  નીટ અને જી પરીક્ષાનાં ૮૦ તેજસ્વી  તારલાઓનું પ્રમાણપત્ર, સ્મૃતિભેટ આપી ...

મોટી ઢોલ ડુગરી ગામનાં રુદ્ર પટેલે કુમિટે તથા કાતામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

Image
  મોટી ઢોલ ડુગરી ગામનાં રુદ્ર પટેલે કુમિટે તથા કાતામાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ધરમપુર આદિવાસી સમાજ નું ગૌરવ ખેરગામ વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હારઇસ્કુલ, માલનપાડા,ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP 2023નું આયોજન. આર્મર માર્શલ આર્ટ્સ ગુજજુ કરાટે એસોસિયેશન સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસીએશન ઓફ વલસાડના ફાઉન્ડર ક્યોસી મનોજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્ટુડન્ટઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કરાટેવીરોએ કાટા અને કુમિટેમાં ભાગ લઈ GOLD,SILVER અને BRONZE મેડલ જીતી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. જેમાં ધરમપુર તાલુકાના આદિવાસી સમાજમાંથી આવતા મોટી ઢોલડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલનો દીકરો રુદ્રવ પટેલે પણ ભાગ લીધો હતો અને રુદ્રવ પટેલે કુમિટેમાં ગોલ્ડ મેડલ અને કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું.રુદ્રવ પટેલ હેતાર્થ જીત કુને ડો એકેડેમી વલસાડ ખાતે સંદીપ શર્મા પાસે ટ્રેનિંગ લઇ રહ્યો હોય જેથી ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ રુદ્રવ પટેલે સંદીપ શર્મા સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્...

ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગ ની ટાંકીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Image
  ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગ ની ટાંકીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ તા.24/09/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગની ટાંકીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં (1)પટેલ ફળીયા ખાતે 80,000 હજાર લીટર ટાંકી (2)ડુંગરી ફળીયા ખાતે 50,હજાર લીટર ટાકી (3)નિશાળ ફળિયું 50,000 લીટર ટાકી(4)કસાડ ફળિયું 60,000 હજાર લીટર ટાકી (5)ગુંદી ફળીયા 50,000 હજાર લીટર ની ટાકીઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જ્યાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ગ્રામપંચાયત ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,માજી સરપંચશ્રી નવીન પવાર,સભ્યશ્રીઓ મગન પટેલ,ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, નયન પટેલ,જયેશ પટેલ,સુનીલ પટેલ,SMC ના સભ્યશ્રીઓ પ્રદીપ પટેલ,કૌશિક પટેલ,રાજુ પટેલ,ગ્રામ પંચાયત ના માજી સભ્યશ્રીઓ પરસોત પટેલ,અરવિંદ પટેલ,જયંતિ પટેલ, ગામના આગેવાનો નટુ કાકા, મુકેશભાઈ,ભગુ પટેલ,ધીરૂ પટેલ,ગમનકાકા,ગોવિંદ કાકા,કાંતિ કાકા,ખાલપકાકા,જીતુ ભાઈ, અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

વિઘ્નસંતોષીઓને સફળ ન થવા દો.

Image
                          વિઘ્નસંતોષીઓને સફળ ન થવા દો.  આપણાં શાસ્ત્રોમાં ગણેશજી વાર્તા દેવ તરીકે ઓળખાય છે. અને આપણે સૌ એમને ભાવથી ભજીએ છીએ. આપણા ઘરમાં કે અન્ય સ્થળે શુભ કાર્ય આરંભ કરવાનું હોય તો આપણે વિવાહર્તા ગણેશજીનું પુજન કરીએ છીએ, જેથી આપણાં કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એવા ભાવથી એમનું પુજન થાય છે. ગણેશજીની પૂજા વિઘ્નહર્તા તરીકે કરવામાં આપણાં સમાજમાં આ દેવનું પુજન તો બધા કરે છે પરંતુ એમના આ વિશેષ ગુણાનું અનુકરણ કોઈ કરતું નથી. જે રીતે આ દેવ સર્વે ભક્તોના વિષ દૂર કરે છે અથવા દૂર કરવામાં મદદરૂપ થાય છે, તે રીતે લોકો તેમના સગા, સંબંધી, પરિચિતો,મિત્રોના વિઘ્ન દૂર કરવા મદદરૂપ થતાં નથી.  સમાજમાં મોટા પ્રમામમાં લોકો  ' વિઘ્નસંતોષી ' જોવા મળે છે. આપણી આસપાસના લોકોને કોઈનું ભલું થાય, સારું થાય, કોઈ સફળ થાય તો ઈર્ષ્યા થાય છે અને પછી આ ઈર્ષાના કારણે વ્યક્તિ નકારત્મક વિચારો તરફ વળે છે. આ વ્યક્તિએ ઘેન-કેન પ્રકારે સામી વ્યક્તિને અસફળ થતાં જોવું છે અને તેના માટે તે વ્યક્તિ તેનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. આવા લોકોની સંખ્ય...