Skip to main content

Posts

વાવ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

    તારીખ ૧૩-૦૬-૨૦૨૩નાં દિને  વાવ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.  વાવ પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સુમનભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી બિન્નીબેન, S.M.C. ના સભ્યો, ગ્રામજનો , વાલીઓ, શિક્ષણવિદ શ્રી સુમનભાઈ પટેલ હાજર રહ્યા હતા.  

ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

   કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનાબીજા દિવસે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવે બાળકોના શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. શિક્ષકો બાળકોને પાયાનું શિક્ષણ મજબૂત બનેતેવા પ્રયત્નો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે.ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે બાળક સમાજના મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે. પ્રારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કિટ, કંપાસ બોક્સ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરી હતી. ખેરગામ તાલુકાની આછવણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૯ બાળકો, નીચલી બે...

ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

                                         તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને  ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.જેમાં  ગુજરાત રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,ગાંધીનગર વિભાગમાંથી  શ્રી આર. કે. મોદી સાહેબ , જિલ્લા કક્ષાએથી નવસારીનાં પી. આઈ.  શ્રી કે.એલ.પટની સાહેબ, ખેરગામ તાલુકાના પી.એસ.આઈ. શ્રી પઢિયાર સાહેબ ઉપસ્થિત રહી શાળાનાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આર. કે. મોદી સાહેબ બાલવાટિકાનાં બાળકો માટે સ્પેશિયલ ગાંધીનગરથી શૈક્ષણિક કીટ લાવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમમાં તા. પ.પ્રમુખશ્રી રક્ષાબેન  પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લીનાબેન, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, પત્રકાર મિત્રો, એસ,એમ,સી.સભ્યો,  લાયઝન  કિરીટભાઈ પટેલ, ખેરગામ બી,આર,સી. વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો.

પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

   તારીખ -૧૪-૦૬-૨૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. જેમાં બાલવાટિકાનાં ૧૦ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતી. તેમજ આંગણવાડી બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો. ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રક્ષાબેન પટેલ તથા નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ તરફથી પ્રવેશ પામેલા તમામ બાલવાટિકાનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા સંચાલનમાં પડતી અગવડતા વિશે ચર્ચા કરી તેના માટે ઘટતું કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી ઉમેશભાઈ પટેલ,  ગુલાબભાઈ પટેલ, ભગુભાઈ પટેલ,રાકેશભાઇ પટેલ, એસ.એમ.સીના સભ્યો, વાલીગણ વગેરે હાજર રહ્યાં હતાં.

બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.

   તારીખ:૧૩-૦૬-૨૦૨૩નાં દિને બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.જેમા પ્રાયોજના વહીવટદાર અધિકારી વાંસદાના શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ, TDO સર શ્રી વિમલભાઈ પટેલ, જયેશભાઈ ગેહલોત સર, લાયઝન અધિકારીશ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને શ્રીમતી નીમિષાબેન આહીર , ગામના સરપંચશ્રીમતી વિરલાબેન, શાળાના SMC અધ્યક્ષ લક્ષ્મીબેન,SMC ના સભ્યો , ગ્રામજનો, વાલીઓ, બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકો અને શાળાના શિક્ષકો તેમજ વ્હાલા બાળકો હજાર રહ્યા હતા. 

તા.13/6/23 ના દિવસે જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

   તારીખ 13/6/23 ના દિવસે જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. જેમાં ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ, SMC સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ, SMC  સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં બાલવાટીકામાં ચાર બાળકોનો પ્રવેશ અપાયો હતો. ગામના અગ્રણી શ્રી વિજયભાઈ પટેલ દ્વારા બાલ વાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા શાળાના તમામ બાળકોને નોટબુકનું  વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા તિથિભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર ધોરણ 3 થી 5 ના બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકો તથા CET પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવનાર ધોરણ 5 ના 8 બાળકોને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

   આજરોજ તા.13/06/2023 ના દિને મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ એસ.કે.ચતુર્વેદી ફોરેસ્ટ વિભાગના અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. અને બાળકોને એમના આવનાર ભવિષ્ય માટેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યાં ધરમપુરના RFO શ્રી હિરેનભાઈ, ફોરેસ્ટર શ્રી શક્તિસિંહ ચાવડા અને એમના સાથી મિત્રો,કિંજલબેન CRC,આરોગ્ય કર્મચારી મિત્રો, શાળાના શિક્ષક મિત્રો,આગણવાડીના કર્મચારીઓ,ગામના તલાટીશ્રી જયેશભાઇ,માજી સરપંચ નવીનભાઈ, ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ શ્રી અને SMC અધ્યક્ષ વિલિયમભાઈ,સભ્યશ્રી ઉમેદભાઈ,સભ્યશ્રી મગનભાઈ,સભ્યશ્રી શારદાબેન અને ગામના વડીલશ્રી કીકાભાઈ,મકનભાઈ અને વાલીઓ હાજર રહ્યા હતા.